________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૯-૬૦
વિષયમાં બહિરંગ યતના છે; અને સાધુનું લક્ષ્ય અસંગભાવ છે, અને તે લક્ષ્યને અનુરૂપ સંયમવૃદ્ધિનું કારણ બને તે રીતે ઉપયુક્ત થઈને મનોયોગ પ્રવર્તાવે, તો તે અંતરંગ યતના છે.
જે ક્રિયામાં મનોયોગ, વચનયોગ અને કાયયોગની બહિરંગ અને અંતરંગ યતના બન્ને વર્તતી હોય તે ક્રિયા પરિપૂર્ણ વિશુદ્ધ બને છે, અને જે ક્રિયામાં બહિરંગ યતના હોવા છતાં અંતરંગ યતના ન હોય કે અંતરંગ યતના હોવા છતાં બહિરંગ યતના ન હોય, તો તે ક્રિયા વિધિશુદ્ધ બનતી નથી. પો.
અવતરણિકા :___ एवं तावत्साधोर्गृहस्थेन सह तुल्येऽपि व्यापारे विसदृशतोक्ता, इदानीं सजातीयमेव साधुमाश्रित्य विसदृशतामुपदर्शयन्नाह - અવતરણિકાર્ય :
આ રીતે-ગાથા-૫૩ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, ગૃહસ્થના અને સાધુના સમાન પણ વ્યાપારમાં વિદેશતા બતાવાઈ અર્થાત્ ગૃહસ્થને જે વ્યાપારથી કર્મબંધ થાય છે તે જ વ્યાપારથી સાધુને કર્મની નિર્જરા થાય છે, એ રૂપ વિસદેશતા બતાવાઈ. હવે સજાતીય=સમાન ધર્મવાળા જ એવા સાધુને આશ્રયીને વિદેશતાને બતાવતાં કહે છે – ભાવાર્થ -
ગાથા-પ૩ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે ગૃહસ્થ ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગમાં જતાં હોય કે સાધુ ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગમાં જતા હોય, અને તે બંનેની ગમનની ક્રિયા બાહ્ય રીતે સમાન હોય, તોપણ ગૃહસ્થને તે વ્યાપારથી કર્મબંધ થાય છે અને સાધુને તે જ વ્યાપારથી કર્મનિર્જરા થાય છે. હવે કોઈક સાધુ જે ક્રિયા કરે છે તે જ ક્રિયા અન્ય સાધુ કરતા હોય, અને તેઓની બન્નેની પ્રવૃત્તિ બાહ્ય રીતે સમાન હોય, તો એક સાધુને કર્મબંધ થાય છે અને અન્ય સાધુને નિર્જરા થાય છે, એ રૂપ વિસદશતાને બતાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
एगंतेण णिसेहो, जोगेसु ण देसिओ विही वा वि । दलिअं पप्प णिसेहो, हुज्ज विही वा जहा रोगे ॥६०॥ एकान्तेन निषेधो योगेषु न देशितो विधिर्वापि ।
दलिकं प्राप्य निषेधो भवेद्विधिर्वा यथा रोगे ॥६०॥ ગાથાર્થ :
જે પ્રમાણે રોગમાં એકાંત વિધિ-નિષેધ નથી, તે પ્રમાણે યોગોમાં ગમન-આદિ વ્યાપારમાં, એકાંતથી નિષેધ કહેવાયો નથી અથવા વિધિ પણ કહેવાઈ નથી, “દલિકને દ્રવ્યને આશ્રયીને નિષેધ થાય અથવા વિધિ થાય. દા.