________________
૮૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ૬૨-૬૩
ટીકા :___'अणुमात्रोऽपि' स्वल्पोऽपि बंधो न कस्यचित् 'परवस्तुप्रत्ययाद्' बाह्यवस्तुनिमित्तात्सकाशात् 'भणित:' उक्तः किन्त्वात्मपरिणामादेवेत्यभिप्रायः । आह-यद्येवं न तर्हि पृथिव्यादियतना कार्या ? उच्यते, यद्यपि बाह्यवस्तुनिमित्तो बन्धो न भवति तथाऽपि यतनां विदधति पृथिव्यादौ मुनयः परिणामविशुद्धि ‘इच्छन्तः' अभिलषन्तः, एतदुक्तं भवति-यदि पृथिव्यादिकाययतना न विधीयते તતો નૈવે થાત્ I (ગોપનિ. મ. ૧૮) ભાવાર્થ :
કોઈપણ પ્રવૃત્તિથી કોઈ જીવની હિંસા થાય તો તે હિંસારૂપ કાર્ય અન્ય વ્યક્તિમાં થયેલું છે, અને તે હિંસારૂપ કાર્યથી હિંસા કરનાર વ્યક્તિને લેશ પણ કર્મબંધ થતો નથી, પરંતુ તે કાર્યકાળમાં વર્તતા પોતાના અધ્યવસાયને આશ્રયીને કર્મબંધ કે નિર્જરા થાય છે. તેથી ભગવાનના શાસનના પરમાર્થને જાણનારા સાધુઓ જાણે છે કે મારા કાયયોગથી કોઈ જીવનો પ્રાણનાશ થાય તો તે પ્રાણનાશની ક્રિયારૂપ કાર્ય બાહ્ય અન્ય જીવમાં થયેલું હોવાથી તમિત્તક લેશ પણ કર્મબંધ મને થશે નહિ, તોપણ કર્મનિર્જરાને અનુકૂળ અધ્યવસાય ફુરણ કરવા અર્થે પૃથ્વી આદિ જીવોના વિષયમાં તેઓ યતના કરે છે. આ રીતે જીવને અધ્યવસાયથી જ બંધ છે અને અધ્યવસાયથી જ અબંધ છે. આમ છતાં અબંધના અધ્યવસાયને જિવાડવા માટે ઉચિત યતના એ જ ઉપાય છે, માટે મુનિઓ યતના કરે છે.
આનાથી એ ફલિત થયું કે ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગથી ગૃહસ્થ અને સાધુ બન્ને જાય, અને તે નિરુપદ્રવ માર્ગ જીવાકુલ હોય તો ગૃહસ્થના ગમનથી અને સાધુના ગમનથી બાહ્યથી સમાન હિંસા પણ કદાચ થાય, ત્યારે જો બાહ્ય હિંસાકૃત બંધ થતો હોય તો સાધુ અને ગૃહસ્થને સમાન કર્મબંધની પ્રાપ્તિ થાય; પરંતુ બાહ્ય હિંસાથી કર્મબંધ થતો નથી. પરંતુ નિરુપદ્રવ એવા માર્ગમાંથી ગમન વખતે ગૃહસ્થને અશુભ ભાવ છે તેથી તેને કર્મબંધ થાય છે, અને સાધુને ગમન વખતે સંયમવૃદ્ધિને અનુકૂળ શુભ ભાવ છે, તેથી સાધુને કર્મબંધ થતો નથી પરંતુ કર્મની નિર્જરા થાય છે. દરા અવતરણિકા :
यस्तु हिंसायां वर्त्तते तस्य परिणाम एव न शुद्धः, इत्याह च - અવતરણિકાર્ય :
જે વળી, હિંસામાં વર્તે છે તેને પરિણામ જ શુદ્ધ નથી, એ પ્રમાણે કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે “પરવસ્તુ પ્રત્યયી અણુમાત્ર પણ બંધ થતો નથી.” તેથી કોઈપણ જીવની હિંસા થાય તો હિંસા કરનાર જીવને તમિત્તક લેશ પણ કર્મબંધ થતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે કર્મબંધ કે કર્મનિર્જરા જીવના અધ્યવસાયથી થાય છે અને બાહ્ય હિંસાથી કર્મબંધ થતો નથી કે બાહ્ય અહિંસાથી કર્મનિર્જરા થતી નથી, તો પછી સાધુ હિંસામાં વર્તે તો શું વાંધો ? તેના નિવારણ અર્થે કહે છે. જે