________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ઃ ૬૧-૬૨
ભાવાર્થ :
જેમ ચંડરુદ્રાચાર્યને પોતાની “ચંડ પ્રવૃત્તિના કારણે ક્યારેક શિષ્યાદિ પ્રત્યે કુપિત થતા હતા ત્યારે ક્રોધથી અતિચારની પ્રાપ્તિ થતી હતી; તે જ ચંડરુદ્રાચાર્યને ક્રોધથી પોતાના શિષ્યને દાંડા વડે તાડન કર્યું ત્યારે રુધિરથી યુક્ત એવા શિષ્યને જોઈને પશ્ચાત્તાપના પરિણામવાળા થયા, ત્યારે અપૂર્વકરણ, ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી જે ક્રોધનો ઉદય પૂર્વમાં સંયમની મલિનતાનું કારણ હતો તે જ ક્રોધનો ઉદય પશ્ચાત્તાપના પરિણામથી ક્ષપકશ્રેણીનું કારણ બન્યો. તેથી સેવાતી એવી એક જ વસ્તુ ક્યારેક કર્મબંધ માટે થાય છે અને તે જ વસ્તુ ક્યારેક મોક્ષ માટે થાય છે.
આનાથી એ ફલિત થયું કે જે કાષાયિક ભાવો જીવને અતિચારનું કારણ બની સંસાર પેદા કરે છે, તે જ કાષાયિક ભાવો તે જ જીવને ક્યારેક પશ્ચાત્તાપની નિષ્પત્તિ દ્વારા મોક્ષનું પણ કારણ બને છે. તેથી મલિન ભાવોના ફળમાં પણ અનેકાંત છે. ૬૧ અવતરણિકા :
बाह्यं व्यापारमङ्गीकृत्य विसदृशतोक्ता, अथ बाह्योऽपि व्यापारो यथा बन्धहेतुर्न स्यात्तथाऽऽह - અવતરણિકાર્ય :
બાહ્ય વ્યાપારને આશ્રયીને વિદેશતા બતાવી. હવે બાહ્ય પણ વ્યાપાર જે રીતે બંધનો હેતુ ન થાય તે રીતે બતાવે છે –
ભાવાર્થ :
અત્યાર સુધી બાહ્ય વ્યાપારને આશ્રયીને વિસદશતા બતાવી. તેથી એ પ્રાપ્ત થયું કે એક જ બાહ્ય વ્યાપાર ક્યારેક બંધનો હેતુ થાય છે તો ક્યારેક મોક્ષનું કારણ પણ બને છે. આ કથન બાહ્ય વ્યાપારને અવલંબીને એક જીવને થતા અધ્યવસાયના ભેદના કારણે છે. હવે બાહ્ય વ્યાપાર જે રીતે બંધનું કારણ નથી તે રીતે વસ્તુસ્થિતિ બતાવે છે. આ કથન બાહ્ય વ્યાપાર સાથે પરિણામનો સંબંધ જોડ્યા વિના માત્ર બાહ્ય ક્રિયાને સામે રાખીને, તે બાહ્ય ક્રિયા કર્મબંધનો હેતુ નથી, તે વાત નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિથી બતાવે છે –
ગાથા :
अणुमित्तो वि न कस्सइ, बंधो परवत्थुपच्चओ भणिओ । तह वि खलु जयंति जई, परिणामविसोहिमिच्छंता ॥६२॥ अणुमात्रोऽपि न कस्यचिद् बन्धः परवस्तुप्रत्ययो भणितः ।
तथापि खलु यतन्ते यतयः परिणामविशोधिमिच्छन्तः ॥६२।। ગાથાર્થ :
પરવસ્તુ પ્રત્યયી અણુમાત્ર પણ કોઈને બંધ થતો નથી, તોપણ પરિણામની વિશુદ્ધિ ઇચ્છતા સાધુઓ ચેતનાને કરે છે. liદરા