________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૬૦
શાસ્ત્રમાં કોઈ બાહ્ય આચારની એકાંતે વિધિ નથી કે એકાંતે નિષેધ નથી. તેમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે સ્વાધ્યાયાદિ એક સાધુ શાસ્ત્રવિધિ પ્રમાણે કરે છે, તો તેને કર્મની નિર્જરા થાય છે, અને તે સ્વાધ્યાયાદિનો જે સ્થાનમાં નિષેધ છે તે સ્થાનને આશ્રયીને અન્ય સાધુ સ્વાધ્યાયાદિ કરે છે, તો તેને કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી એ ફલિત થયું કે સમાન ક્રિયા કરનાર બે સાધુઓમાંથી એકને કર્મબંધ અને એકને કર્મનિર્જરાની પ્રાપ્તિરૂપ વિદેશ ફળ પ્રાપ્ત થાય છે.
અથવા ગાથાનો અર્થ બીજી રીતે કરવા માટે ટીકામાં અવતરણિતાર્થ બીજી રીતે કરે છે
પૂર્વમાં કહેલું કે જગતવર્તી બધા પદાર્થો આત્મા માટે સંસારના હેતુ પણ છે, અને મોક્ષના હેતુ પણ છે. તેથી કેવળ તે જ=સંસારવર્તી પદાર્થો જ, ભવ અને મોક્ષના હેતુ છે તેમ નથી, પરંતુ જે મોક્ષના હેતુઓ પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે પણ સંસારના અને મોક્ષના હેતુઓ છે.
તિ' શબ્દ ગાથાની અન્ય પ્રકારની અવતરણિકાની સમાપ્તિ માટે છે.
અને તે રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષનાં કારણ છે અને સંસારનાં પણ કારણ છે તે રીતે, કહે છે અર્થાત્ ગાથાનો અર્થ તે રીતે કરે છે
સમ્યગ્દર્શન આદિના દાનમાં કે તેને કહેનારા શાસ્ત્રના ઉપદેશમાં એકાંતે નિષેધ કહેવાયેલો નથી કે વિધિ કહેવાઈ નથી, એ પ્રકારે સંદÉસંબંધ છે; પરંતુ દલિકને પ્રાપ્ત કરીને=દાન આપવાના કે ઉપદેશ આપવાના પાત્રવિશેષને પ્રાપ્ત કરીને, ક્યારેક સમ્યગ્દર્શન આદિનું દાન કરાય છે અથવા ક્યારેક સમ્યગ્દર્શન આદિનું દાન કરાતું નથી, અને ક્યારેક સમ્યગ્દર્શન આદિને કહેનારા શાસ્ત્રનો ઉપદેશ અપાય છે, તો વળી ક્યારેક સમ્યગ્દર્શન આદિને કહેનારા શાસ્ત્રનો ઉપદેશ અપાતો નથી. ઉપરના કથનનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે
આ કહેવાયેલું થાય છે. પ્રશમદિગુણથી સમન્વિત પાત્રને અપાતા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ કે સમ્યગ્દર્શનાદિનો ઉપદેશ મોક્ષને માટે થાય છે, અને પ્રશમદિગુણથી રહિત એવા જીવને અપાતા સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ કે સમ્યગ્દર્શનાદિનો ઉપદેશ વિપરીત ક્રિયારૂપ હોવાથી ભવ માટે થાય છે અર્થાત્ આપનારને ભવની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે તેની આશાતના થાય છે અર્થાત રત્નત્રયીની આશાતના થાય છે. જેમ નવોઃખીલેલી અવસ્થાવાળો જ્વર, હોતે છતે જે અપથ્ય છે, તે જ વળી, પશ્ચાત્ત્રજ્વર મંદ થાય ત્યારે પથ્ય છે.
તાત્પર્ય એ છે કે યોગ્ય જીવને સમ્યગ્દર્શન ઉચ્ચરાવવાની ક્રિયા કરાવવામાં આવે કે સૂત્રઅધ્યયન કરાવવામાં આવે કે સંયમ આપીને ચારિત્રનું પાલન કરાવવામાં આવે, તો તે રત્નત્રયીના આચારથી યોગ્ય જીવની પરિણતિની શુદ્ધિ થાય છે. તેથી ભગવાનના વચન અનુસાર જીવની યોગ્યતાનો વિચાર કરીને જે સાધુ રત્નત્રયીનું દાન કરે તે સાધુને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે, ભગવાનના વચન અનુસાર રત્નત્રયીને કહેનારા શાસ્ત્રનો ઉપદેશ યોગ્ય જીવને આપે તો તે ઉપદેશની ક્રિયાથી તે સાધુને નિર્જરા થાય છે; કેમ કે ભગવાનના વચન અનુસાર જીવની યોગ્યતાનો નિર્ણય કરીને એકાંતે જીવની