________________
૮૦
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૬૦
ટીકા :
एकान्तेन निषेधः 'योगेषु' गमनादिव्यापारेषु 'न देशितः' नोपदिष्टः 'विधिर्वा' अनुज्ञा वा क्वचित्स्वाध्यायादौ न दर्शिता, किन्तु 'दलिअं' द्रव्यं वस्तु वा ‘प्राप्य' विज्ञाय निषेधो भवेत्, तस्यैव वा 'विधिर्भवेत्' अनुष्ठानं भवेदिति । अयमत्र भावः-कस्यचित्साधोराचार्यादिप्रयोजनादिना सचितेऽपि पथि व्रजतो गमनमनुज्ञायते, कारणिकत्वात्, नाकारणिकस्य, दृष्टान्तमाह-'जहा रोगे'त्ति यथा 'रोगे' ज्वरादौ परिपाचनभोजनादेः प्रतिषेधः क्रियते, जीर्णज्वरे तु तस्यैव विधिरित्यतः साधूच्यतेवस्त्वन्तरमवाप्य विधिः प्रतिषेधो वा विधीयते । अथवाऽन्यथा व्याख्यायते-इहोक्तं-'अखिलाः पदार्था आत्मनः संसारहेतवो मोक्षहेतवश्च' ततश्च न केवलं त एव यान्यपि सम्यग्दर्शन-ज्ञानचारित्राणि तान्यपि संसारमोक्षयोः कारणानीति, तथा चाह-'एगंतेण निसेहो०' एकान्तेन निषेधः सम्यग्दर्शनादिदानेषु, तत्प्रख्यापकशास्त्रोपदेशेषु न दर्शितो विधिर्वा न दर्शित इति संटङ्क किन्तु 'दलिकं प्राप्य' पात्रविशेषं प्राप्य कदाचिद् दीयते कदाचिन्न, एतदुक्तं भवतिप्रशमादिगुणसमन्विताय दीयमानानि मोक्षाय, विपर्ययेण भवाय, तदाशातनात्, यथा ज्वरादौ तरुणे सत्यपथ्यं पश्चात्तु पथ्यमिति तदेव । (ओघनि. गा. ५६) ભાવાર્થ :
સાધુને શાસ્ત્રમાં ગમન, સ્વાધ્યાય, તપ કે ધ્યાનાદિની પ્રવૃત્તિમાં એકાંતથી નિષેધ કહેવાયો નથી કે એકાંતે તે પ્રકારનો વ્યાપાર કરવાની વિધિ પણ કહેવાઈ નથી, પરંતુ દ્રવ્યને અથવા વસ્તુને આશ્રયીને ગમન-સ્વાધ્યાયઆદિ ક્રિયાનો નિષેધ કહેવાયો છે, અથવા ગમન-સ્વાધ્યાયઆદિ ક્રિયાની વિધિ કહેવાઈ છે. તાત્પર્ય એ છે કે આચાર્યઆદિના પ્રયોજનથી સચિત્ત પણ પથમાં સાધુને જવાની અનુજ્ઞા છે; કેમ કે આચાર્યઆદિના પ્રયોજનને માટે તે પથમાંથી ગયા વગર તે કામ થાય તેમ નથી; અને સચિત્ત પથમાંથી ગયા વગર આચાર્યાદિના પ્રયોજનની સિદ્ધિ થાય તેમ હોય, તો તે સચિત્ત પથમાંથી જવાની અનુજ્ઞા નથી. જેમ કે જ્વરાદિરોગમાં જ્વરના પરિપાચન માટેના ઔષધનો અને ભોજનાદિનો પ્રતિષેધ કરાય છે, અને જ્વર જીર્ણ થાય ત્યારે વરના પરિપાચન માટે ઔષધની અને પથ્ય ભોજનઆદિની વિધિ કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે લાભ અને નુકસાનને આશ્રયીને વિધિ-નિષેધ નક્કી થાય છે. તેથી જે પ્રવૃત્તિ કરતી વખતે આચાર્યાદિની ભક્તિથી ઘણી નિર્જરા થતી હોય ત્યારે સચિત્ત પથમાંથી જવાની ક્રિયા આચાર્યાદિની ભક્તિની પોષક હોવાથી કર્મબંધનું કારણ નથી, અને તેની તે ક્રિયા પ્રમાદને વશ થઈને કરવામાં આવે તો કર્મબંધનું કારણ થાય છે. તે રીતે બળવાન યોગોનો નાશ કરે તેવી સ્વાધ્યાયની ક્રિયા, તપની ક્રિયા કે ધ્યાનની ક્રિયાનો શાસ્ત્રમાં નિષેધ છે, અને તે ક્રિયાઓ જ જ્યારે સંવેગની વૃદ્ધિ દ્વારા અત્યંત ઉચિત પ્રવૃત્તિનું કારણ બને ત્યારે તે કરવાની વિધિ છે.
ગાથાની અવતરણિકામાં સમાન ધર્મવાળા બે સાધુઓને આશ્રયીને સમાન વ્યાપારમાં ફળની વિસટેશતાને બતાવવાનું કથન કરેલ, અને પ્રસ્તુત ગાથાના અર્થથી સાક્ષાત્ તેવો અર્થ દેખાતો નથી, છતાં તે અર્થની પ્રાપ્તિ થાય છે, તે આ રીતે