________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૬૦-૬૧
હિતની બુદ્ધિથી, સાધુ રત્નત્રયીનો ઉપદેશ આપે કે રત્નત્રયીનું પ્રદાન કરે તો તે રત્નત્રયીની આરાધનાસ્વરૂપ છે, તેનાથી પોતાના આત્મામાં રત્નત્રયીની વૃદ્ધિ થાય, પરંતુ અયોગ્ય જીવને આશ્રયીને શાસ્ત્રમાં રત્નત્રયીનું દાન કરવાના વિષયમાં અને રત્નત્રયીને બતાવનારા શાસ્ત્રના ઉપદેશના વિષયમાં નિષેધ છે. આમ છતાં, જે સાધુ એટલું જ વિચારે કે આપણે તો સર્વ જીવોને રત્નત્રયીની ક્રિયામાં જોડવા માટે યત્ન કરવો જોઈએ અને સર્વજીવોને રત્નત્રયીનો ઉપદેશ આપવો જોઈએ, તો તે સાધુ અયોગ્ય જીવોને રત્નત્રયીનું દાન કરીને કે રત્નત્રયીનો ઉપદેશ આપીને રત્નત્રયીની આશાતના કરીને ભવમાં ભટકે 9.118011
૮૪
અવતરણિકા :
अथैकमेव वस्त्वासेव्यमानं बन्धाय मोक्षाय च कथं भवति ? तदाह
અવતરણિકાર્ય :
સેવાતી એવી એક જ વસ્તુ બંધ માટે અને મોક્ષ માટે કેવી રીતે થાય છે ? તેને કહે છે
-
-
ભાવાર્થ :
પૂર્વની ગાથાઓમાં સ્થાપન કર્યું કે સમાન પ્રવૃત્તિમાં કોઈકને બંધ થાય છે તો કોઈકને નિર્જરા થાય છે, તે ભિન્ન ભિન્ન જીવોને આશ્રયીને કહેલ. હવે તે એક જ વસ્તુ એક જ જીવને આશ્રયીને બંધ અને મોક્ષ માટે કઈ રીતે સંગત થાય ? તેને પ્રસ્તુત ગાથામાં બતાવે છે
ગાથા :
जंमि णिसेविज्जंते, अइआरो हुज्ज कस्सइ कया वि । तेणेव य तस्स पुणो, कयाइ सोही हविज्जाहि ॥ ६१ ॥ यस्मिन्निषेव्यमानेऽतिचारो भवेत्कस्यचित्कदापि ।
तेनैव तस्य पुनः कदाचिच्छुद्धिर्भवेत् ॥६१॥
-
ગાથાર્થ :
જે વસ્તુ સેવાયે છતે કોઈકને ક્યારેક અતિચાર થાય છે, તો તેને વળી તેના વડે જ ક્યારેક શુદ્ધિ થાય છે. II૬૧]]
ટીકા ઃ
‘યસ્મિન્’ વસ્તુનિ ોધાવી નિષેવ્યમાળે ‘અતિવાર:' વ્રતના મવતિ ‘ચિત્' સાથો: ‘વાચિત્’ ‘સ્થાન્નિવસ્થાયાં ‘તેનૈવ’ ઋોધાવિના તથૈવ પુન: વાષિદ્ધિપિ મવેત્, ચણ્ડरुद्रसाधोरिव, तेन हि रुषा स्वशिष्यो दण्डकेन ताडितः, तं च रुधिरार्द्रं दृष्ट्वा पश्चात्तापवान् संवृत्तः चिन्तयति च धिग्मां यस्यैवंविधः क्रोध इति विशुद्धपरिणामस्यापूर्वकरणं क्षपकश्रेणिः केवलोदयः સંવૃત્ત કૃતિ । ( ઓનિ. . ૧૭)