________________
૬૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૫-૪૬-૪૭
પણ સંયમધર્મ સ્કૂલનાવાળો હોય અને શુદ્ધિ ન કરવામાં આવે તો વિરાધિત ચારિત્ર બને, અને વિરાધિત ચારિત્રવાળા જીવો સંસારનો શીઘ્ર ઉચ્છેદ કરી શકતા નથી. માટે સુસાધુ થયેલી સ્કૂલનાની શુદ્ધિ કરીને ચારિત્રની વિશુદ્ધિ કરે તે ઉત્તમશ્રદ્ધાનું કાર્ય છે. I૪પી
ઉત્તમશ્રદ્ધાનું પ્રથમ કાર્ય - વિધિસેવા
અવતરણિકા :
પૂર્વગાથામાં બતાવ્યું કે પ્રજ્ઞાપનીય સાધુને ઉત્તમશ્રદ્ધા હોય છે અને તે ઉત્તમશ્રદ્ધાનાં ચાર કાર્યો બતાવ્યાં. હવે ઉત્તમશ્રદ્ધાનું પ્રથમ કાર્ય “વિધિસેવા’ ગાથા-૪૬ થી ૬૫ સુધી બતાવે છે –
ગાથા :
सद्धालू सत्तिजुओ, विहिसारं चेव सेवए किरियं । तत्पक्खवायहीणो, ण हवे दव्वाइदोसे वि ॥४६॥ श्रद्धालुः शक्तियुतो विधिसारमेव सेवते क्रियाम् ।
तत्पक्षपातहीनो न भवेद् द्रव्यादिदोषेऽपि ॥४६|| ગાથાર્થ :
શ્રદ્ધાળુ અને શક્તિથી યુક્ત એવા સાધુ વિધિપૂર્વક સેવવાની શક્તિથી યુક્ત એવા સાધુ, સાધ્વાચારની ક્રિયાને વિધિસાર જગવિધિઅનુસાર જ સેવે છે, દ્રવ્યાદિ દોષમાં પણ તેના પક્ષપાતથી હીન=વિધિના પક્ષપાતથી હીન થતા નથી. જા.
ટ્રવ્યારિતોgિ' માં “મણિ' થી એ કહેવું છે કે દ્રવ્યાદિદોષો ન હોય તો તો સાધુ વિધિના પક્ષપાતથી હીન થતા નથી, પણ દ્રવ્યાદિદોષોમાં પણ સાધુ વિધિના પક્ષપાતથી હીન થતા નથી. ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી ભાવથી સંયમી સાધુમાં ઉત્તમશ્રદ્ધા હોય છે અને તેમની ઇન્દ્રિયો અને મન સંવૃત હોય છે. વળી, વિધિપૂર્વક ક્રિયા કરવાની શક્તિથી પણ તેઓ યુક્ત હોય છે. તેથી આવા સાધુ સંયમની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક સેવે છે, છતાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ પ્રતિકૂળ હોય તો બાહ્ય રીતે સમ્યફ વિધિનું પાલન અસંભવ બને, તોપણ ઉત્તમશ્રદ્ધાવાળા સાધુમાં વિધિ સેવવાનો પક્ષપાત લેશ પણ હીન થતો નથી. તેથી વિપરીત દ્રવ્ય, ક્ષેત્ર અને કાળમાં પણ જેટલી વિધિ સેવી શકાય તેમ હોય તેટલી વિધિ સેવવામાં તેઓ લેશ પણ પ્રમાદ કરતા નથી; અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળનું વૈકલ્ય ન હોય તો, ઉત્તમશ્રદ્ધાવાળા સાધુને જેમ વિધિ સેવવાનો અંતરંગ પરિણામ છે, તેમ વિધિપૂર્વકની બાહ્ય આચરણા પણ હોય છે. ll૪૬ અવતરણિકા :- પૂર્વગાથામાં કહ્યું કે ઉત્તમશ્રદ્ધાવાળા મુનિ વિધિસાર ક્રિયા સેવે છે અને દ્રવ્યાદિના દોષમાં પણ વિધિના પક્ષપાતથી હીન થતા નથી. તે વાત દષ્ટાંતથી બતાવતાં કહે છે –