________________
ચંતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૪
૧
ગાથા :
जयणमजयणं च गिही, सचित्तमीसे परित्तणंते अ । न विजाणंति ण यासिं, अवहपइन्ना अह विसेसो ॥५४॥ यतनामयतनां च गृहिणः सच्चित्तमिश्रे प्रत्येकानन्ते च ।
न विजानन्ति न चैषावधप्रतिज्ञाऽथ विशेषः ॥५४॥ ગાથાર્થ :
સચિત્ત, મિશ્ર, પ્રત્યેક અને અનંતકાયના વિષયમાં ગૃહસ્થો યતના-અયતનાને જાણતા નથી, અને તેઓને ગૃહસ્થોને અવધની પ્રતિજ્ઞા નથી. આથી કરીને વિશેષ છે સાધુ અને ગૃહસ્થમાં ભેદ છે. પિઝા
ટીકા :
यतनामयतनां च गृहिणो न जानन्ति, क्व?-सचित्तादौ, न च एतेषां' गृहिणां 'अवधप्रतिज्ञा' વઘનિવૃત્તિ, ગત વ વિશેષ: (મોનિ. મ. ૧૦) ભાવાર્થ :
સાધુએ છકાયના અવધની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી છે અને તે અવધની પ્રતિજ્ઞાનું પાલન સમભાવના પરિણામથી થાય છે. તેથી સાધુ સર્વ જીવો પ્રત્યે સમભાવના પરિણામવાળા હોય છે અને સર્વ પુદ્ગલો પ્રત્યે પણ સમભાવના પરિણામવાળા હોય છે, અને સમભાવની વૃદ્ધિ અર્થે છકાયના જીવોનું પાલન કરે છે અને ધ્યાન-અધ્યયનમાં પણ સુદઢ યત્ન કરે છે. આ સર્વેમાં સહાયક એવી તેઓની કાયા છે, તેથી સાધુ સમભાવની વૃદ્ધિના સાધનરૂપે પોતાના દેહનું રક્ષણ કરે છે, પરંતુ ગૃહસ્થની જેમ દેહના મમત્વથી દેહનું રક્ષણ કરતા નથી. વળી, સાધુને વિષમ સંજોગોમાં એમ જણાય કે આ ધર્મની કાયાનું રક્ષણ થશે તો તે કાયાના બળથી સંયમપાલન દ્વારા અને ધ્યાન-અધ્યયન દ્વારા સમભાવની વૃદ્ધિ થશે અને તેનાથી કર્મબંધની પ્રાપ્તિ અટકશે, અને કર્મબંધની પ્રાપ્તિ અટકે તો જ ભવપરંપરા ઘટશે; અને આ ધર્મની કાયાના રક્ષણનો અન્ય ઉપાય નથી આવું જણાય તો તે સાધુ જીવાકુલ ભૂમિમાંથી પણ જઈને દેહનું રક્ષણ કરે.
વળી, ઉપદ્રવવાળો માર્ગ છોડીને જીવાકુલ ભૂમિમાંથી જતી વખતે પણ સાધુ શક્ય એટલી યતના કરે છે, જે કંઈ હિંસા થાય છે તે અશક્ય પરિહારરૂપ છે. જો તે સાધુ જીવાકુલ ભૂમિ છોડીને ઉપદ્રવવાળી ભૂમિમાંથી જાય તો સ્થૂલથી દેખાય કે જીવાકુલ ભૂમિમાંથી નહીં જવાના કારણે તે જીવોની હિંસા થઈ નહીં અને અહિંસાનું પાલન થયું, તોપણ તે વિષમ સ્થાનમાં જવાથી તે સાધુના પ્રાણનો નાશ થાય અને તે સાધુને આર્તધ્યાન થાય તો દુર્ગતિની પ્રાપ્તિ થાય, જેથી તે સાધુને અધિક ભવપરંપરાની પ્રાપ્તિ થાય, જેમાં અવિરતિને કારણે તે સાધુને ઘણી હિંસાની પ્રાપ્તિ થાય. તેથી જીવાકુલ ભૂમિમાં જવાથી સાધુથી જે હિંસા થાય છે તેના કરતાં આર્તધ્યાન અને પ્રાણનાશથી દુર્ગતિઓમાં પરિભ્રમણ કરીને તે સાધુને