________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : પ૨-૫૩
ગાથા :
अवहपइन्नाजणिअं, भावं पालेउमायरक्खाए । तीए चेव ण हाणी, सुअकेवलिणा जओ भणिअं ॥५२॥ अवधप्रतिज्ञाजातं भावं पालयितुमात्मरक्षयो ।
तस्या एव न हानिः श्रुतकेवलिना यतो भणितम् ॥५२॥ ગાથાર્થ :
અવધની પ્રતિજ્ઞાથી થયેલા ભાવનું પાલન કરવા માટે (કરાતી) આત્મરક્ષાથી, તેની જ અવધની પ્રતિજ્ઞાની જ, હાનિ થતી નથી; જે કારણથી શ્રુતકેવળી વડે કહેવાયું છે. પરા ભાવાર્થ :
ગાથા-૫૦-૫૧માં સ્થાપન કર્યું એ રીતે સાધુ વિપરીત સંયોગોમાં સંગમસૂરિની જેમ નિત્યવાસ કે એકાકીવાસ કરે તોપણ ભાવચારિત્રના પરિણામનો અતિક્રમ થતો નથી. તેથી એ ફલિત થયું કે ભગવાને ચારિત્ર માટે જે ઉચિત આચરણા કહી છે તે આચરણા સમ્યગૂ કરનારને જેમ ભાવચારિત્ર છે, તેમ વિષમ સંયોગોમાં વિપરીત આચરણ કરનારને પણ ભાવચારિત્ર છે. વસ્તુતઃ સાધુએ સંયમ લીધું ત્યારે અહિંસારૂપ પહેલું મહાવ્રત ગ્રહણ કરેલ છે, તેથી “કોઈ જીવનો વધ નહીં કરું” તેવી તેની પ્રતિજ્ઞા છે; અને તે પ્રતિજ્ઞાનો નિર્વાહ સમભાવનાં પરિણામથી જ થાય છે અને સમભાવનો પરિણામ નાશ પામે તો બાહ્ય હિંસા ન થાય તોપણ ભાવથી હિંસા છે તેથી સાધુ વિહાર આદિ કરતા હોય ત્યારે કોઈ હિંસક પ્રાણી સામેથી આવતું હોય અને તેનાથી આત્મરક્ષા કરવામાં ન આવે તો દુર્બાન થવાની સંભાવના હોય ત્યારે સમભાવ ખંડિત થવાનો સંભવ છે. તેથી અવધની પ્રતિજ્ઞાથી થયેલા ભાવરૂપ સમભાવના રક્ષણના ઉપાયભૂત દુર્ગાનના પરિવાર અર્થે દેહની રક્ષા માટે સાધુ વૃક્ષાદિ ઉપર ચડી જાય તોપણ અવધની પ્રતિજ્ઞાની હાનિ થતી નથી; કેમ કે અવધની પ્રતિજ્ઞાનો આશય “સર્વજીવો પ્રત્યે સમભાવ પ્રગટ કરવાનો હતો.” અને વૃક્ષ ઉપર ચડીને દેહની રક્ષા કરવી અને દુર્બાન અટકાવવું એ સમભાવના પરિણામને જિવાડવાનો ઉપાય છે, માટે પ્રતિજ્ઞાની હાનિ થતી નથી.
જે કારણથી શ્રુતકેવળી એવા ભદ્રબાહુસ્વામીએ કહેલું છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. પરા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુ ષકાયના પાલનની પ્રતિજ્ઞાના ભાવના રક્ષણ માટે હિંસક પ્રાણી આદિથી દેહનું રક્ષણ કરવા માટે વિપરીત પ્રવૃત્તિ કરે તો પણ પ્રતિજ્ઞાની હાનિ થતી નથી, અને ગાથાના અંતમાં કહ્યું કે જે કારણથી શ્રુતકેવળી એવા ભદ્રબાહુસ્વામીએ કહેલું છે, તે ભદ્રબાહુસ્વામીએ કહેલું કથન ગાથા-પ૩ થી ૬૪માં બતાવે છે –