________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૪૯
ગાથા :
अपयट्टो वि पयट्टो, भावेणं एस जेण तस्सत्ती । अक्खलिआ निविडाओ, कम्मखओवसमजोगाओ ॥४९॥ अप्रवृत्तोऽपि प्रवृत्तो भावेनैष येन तत्शक्तिः ।
अस्खलितानिबिडात्कर्मक्षयोपशमयोगात् ॥४९॥ ગાથાર્થ :
અપ્રવૃત્ત એવા પણ આ=વિષમ સંયોગોના કારણે અપ્રવૃત્ત એવા પણ ભાવસાધુ, ભાવથી પ્રવૃત્ત છે; જે કારણથી તેની શક્તિ=સદ્ધવૃત્તિની શક્તિ, નિબિડ એવા કર્મના ક્ષયોપશમના યોગથી અખલિત છે. III
ટીકા :___अप्रवृत्तोऽपि प्रतिबन्धात् द्रव्यक्रियामव्यापृतोऽपि, भावेन-परमार्थेन प्रवृत्त एष शुभभाववान् येन कारणेन तच्छक्तिः=सत्प्रवृत्तिशक्तिः अस्खलिता-अव्याहता, निबिडात्-वज्राश्मवद् दुर्भेदात् कर्मक्षयोपशमयोगात् सत्प्रवृत्तिप्रतिपन्थिचारित्रमोहनीयकर्मक्षयोपशमसम्बन्धात् । इत्थं चात्र शक्ये शक्त्यस्फोरणविनाकृतः शुभभाव एव स्वगतनिर्जरालाभहेतुरबाह्यत्वाच्चैतत्फलस्य बाह्य प्रवृत्त्यभावेऽपि न क्षतिरिति फलितम् ॥१०॥ ભાવાર્થ :
જે સાધુને ઉત્તમશ્રદ્ધા છે તે સાધુ શક્તિના પ્રકર્ષથી સ્વાધ્યાય આદિ શુભ યોગમાં સદા પ્રવૃત્ત છે. આમ છતાં કોઈક દ્રવ્યાદિ સામગ્રીના વૈકલ્યના કારણે સ્વાધ્યાય આદિ ક્રિયા કરી શકે નહીં, તોપણ સ્વાધ્યાય આદિ કરવાનો પરિણામ તે સાધુમાં પરમાર્થથી જ્વલંત વર્તે છે. તેથી જે કાંઈ સ્વાધ્યાયાદિ સંભવિત છે તે સ્વાધ્યાય આદિમાં તે સાધુ યત્ન કરે છે, તેથી પરમાર્થથી સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિમાં તે સાધુ યત્નવાળા છે; કેમ કે વજના પત્થર જેવા ભેદી ન શકાય તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમભાવને કારણે=ચારિત્રમોહનીયના ક્ષયોપશમભાવને કારણે સત્યવૃત્તિ કરવાનો પરિણામ તે સાધુમાં લેશ પણ ખુલના પામતો નથી.
આનાથી એ ફલિત થાય કે જે સાધુ બાહ્યથી શક્ય હોય તે સર્વમાં યત્ન કરતા હોય અને અંતરંગ રીતે પૂર્ણ વિધિ પ્રમાણે કરવાના પરિણામવાળા હોય, તો ઉત્તરોત્તર ચારિત્રની વૃદ્ધિ થાય તેવી નિર્જરા થાય છે. જેમ જીરણ શેઠમાં ભગવાનને વિવેકપૂર્વક દાન આપવાનો પરિણામ વર્તતો હતો, છતાં ભગવાનના આગમનના અભાવને કારણે દાનની પ્રવૃત્તિ ન થઈ, તોપણ ભાવદાનના પરિણામથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થઈ. તેમ બાહ્ય સંયોગોની વિકલતાને કારણે સુસાધુ બાહ્ય પ્રવૃત્તિ ન કરી શકે તોપણ વિધિશુદ્ધ ક્રિયાનો અસ્મલિત પરિણામ હોવાથી ચારિત્રના ફળરૂપ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. NI૪૯માં