________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૪૩-૪૪
નિષેધ કર્યા પછી પણ વિહાર કરવાનો અને તપ-સંયમમાં પ્રયત્ન કરવાનો કહેલ છે. તેથી સૂત્રનું તાત્પર્ય શું છે એ પ્રકારની શંકાનું ઉદ્ભાવન તે ચાલના છે, અને તે વાક્યાર્થ બોધરૂપ છે.
૫૭
મહાવાક્યાર્થ બોધ : આ પ્રકારની ચાલનારૂપ શંકાનું જે સમાધાન કરવામાં આવે તે ચાલનાના પ્રત્યવસ્થાનરૂપ છે, જેને મહાવાક્યાર્થ કહેવાય છે. પ્રસ્તુતમાં પ્રત્યવસ્થાન એ છે કે વિહારઆદિથી સાધુ સર્વક્ષેત્રમાં નિર્લેપભાવે રહી શકે છે, અને લોચ, તપ આદિથી સાધુ સમભાવની વૃદ્ધિ કરી શકે છે અને સાધુને પોતાના દેહ પ્રત્યેનું મમત્વ ઘટે છે. તેથી વિહાર, લોચ, તપ આદિ વિવેકી સાધુ માટે શુભભાવનો હેતુ છે. તેથી વિવેકી સાધુના વિહારાદિમાં થતી હિંસા શુભભાવનો હેતુ હોવાથી ફળથી અહિંસા છે; અને ભગવાને જે અશુભ ભાવનો હેતુ હોય તેવી હિંસાનો નિષેધ કર્યો છે. તેથી ‘‘મા હિઁસ્થાત્ સર્વભૂતાનિ’’ સૂત્રથી વિહાર આદિના નિષેધની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારનો જે બોધ કરાવવામાં આવે છે તે મહાવાક્યાર્થરૂપ છે.
ઐદંપર્યાર્થ બોધ : આ રીતે મહાવાક્યાર્થનો બોધ કર્યા પછી ઐદંપર્યાર્થ બતાવવામાં આવે છે કે જે જે પ્રવૃત્તિ ભગવાનના વચન અનુસાર છે તે તે સર્વ પ્રવૃત્તિ વીતરાગતાનું કારણ હોવાથી અહિંસારૂપ છે, અને જે પ્રવૃત્તિ ભગવાનના વચનથી નિરપેક્ષ છે તે પ્રવૃત્તિમાં બાહ્યથી અહિંસા દેખાતી હોય તોપણ આત્માના અશુભ ભાવરૂપ હોવાથી હિંસા છે. તેથી ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરવી એ “મા હિંસ્યાત્ સર્વભૂતાનિ'' સૂત્રનો ઔદંપર્યાર્થ બોધ છે. આ રીતે જે જે સ્થાનમાં પ્રજ્ઞાપનીય સાધુ માત્ર પદાર્થનો બોધ કરીને વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તે તે સ્થાનમાં નિપુણ એવા ગુરુ વાક્યાર્થ આદિ દ્વારા તે સાધુને ઐદંપર્યાર્થનો બોધ કરાવે છે, જેથી પ્રજ્ઞાપનીય સાધુ હિતમાં પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધી શકે છે. II૪૩મા
અવતરણિકા :
પૂર્વમાં સ્થાપન કર્યું કે સુગુરુ પ્રજ્ઞાપનીય સાધુને વિષયવિભાગમાં ભ્રમ થયો હોય તો અન્યતરના પક્ષપાતને કહીને તેને સમ્યક્ બોધ કરાવે, અને સૂત્રોના માત્ર પદાર્થનો અર્થ કરીને વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તો વાક્યાર્ણાદિ દિશા દ્વારા ઐદંપર્યાર્થનો બોધ કરાવે, જેથી તે સાધુ શાસ્ત્રના વિષયવિભાગને સમ્યક્ જોડે અને શાસ્ત્રવચનોના ઐદંપર્યાર્થને જાણે, અને ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે. હવે જે સાધુ પ્રજ્ઞાપનીય નથી, તેને પ્રજ્ઞાપનીય જાણીને સુગુરુ પ્રકૃતિથી મધુર પણ વચન કહે તો શું થાય ? તે વ્યતિરેકથી બતાવે છે.
-
ગાથા ઃ
जो न य पन्नवणिज्जो, गुरुवयणं तस्स पगइमहुरं पि । पित्तज्जरगहिअस्स व, गुडखंडं कडुअमाभाइ ॥४४॥ यो न च प्रज्ञापनीयः गुरुवचनं तस्य प्रकृतिमधुरमपि । पितज्वरगृहीतस्येव गुडखण्डं कटुकमाभाति ॥ ४४॥