________________
૫૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૩
ગાથાર્થ :
એ રીતે ગાથા-૩૦ માં કહ્યું કે વિષયવિભાગમાં મોહ પામેલા પ્રજ્ઞાપનીય સાધુને સુશીલ ગુરુ જ્યારે ઉપદેશ આપે ત્યારે તે સાધુ ગુરુએ બતાવેલ નિરવશેષ પ્રજ્ઞાપનને સમ્યફ જાણે છે એ રીતે, અન્ય પણ આગમ અર્થમાં પૂર્વમાં કહ્યું તે સાત પ્રકારના સૂત્રના વિષયવિભાગના જે સ્થાનમાં મતિમોહ થયો હોય તેના કરતા અન્ય પણ આગમ અર્થમાં, નિપુણ એવા ગુરુ વડે પ્રજ્ઞાપ્યમાન એવા સુસાધુ વાક્યર્થ આદિ દિશાથી ભાવાર્થને પ્રાપ્ત કરે છે=એદંપર્ચાઈને પ્રાપ્ત કરે છે. I૪૩ ભાવાર્થ :- પ્રજ્ઞાપનીય સાધુને દંપર્શ દ્વારા બોધ :
શાસ્ત્રનો વિષયવિભાગ અતિગંભીર હોવાથી શાસ્ત્રવચનથી ભાવિતમતિવાળા એવા સુસાધુ પણ ક્યારેક મતિમોહને પામીને શાસ્ત્રના વિષયવિભાગનું વિપરીત યોજન કરે છે, અને તે પ્રમાણે વિપરીત પ્રવૃત્તિ કરીને પોતાનું હિત સાધી શકતા નથી. તે વખતે તેને જોઈને ગુણિયલ ગુરુ તેમનો મતિમોહ દૂર થાય તે રીતે શાસ્ત્રના વિષયવિભાગને બતાવે છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું. વળી, એ રીતે વાક્યર્થ આદિ દિશાથી=વાયાર્થ, મહાવાક્યર્થ, ઐદંપર્યાર્થને બતાવવાના માર્ગથી, શિષ્યને ઉચિત બોધ કરાવે છે, જેથી તે સાધુ માત્ર પદાર્થનો બોધ કરીને શાસ્ત્રના પરમાર્થને જાણ્યા વગર પ્રવૃત્તિ કરતા હોય તો, તે પ્રવૃત્તિથી નિવર્તન પામીને શાસ્ત્રવચનના ઔદંપર્યાર્થને પ્રાપ્ત કરીને હિતમાં પ્રવૃત્તિ કરી શકે; કેમ કે શાસ્ત્રના દરેક વચનનો ઔદંપર્યાર્થ હાથમાં ન આવે તો યોગ્ય સાધુ પણ હિત સાધી શકે નહિ.
" જેમ કે શાસ્ત્રનું વચન છે કે “ના હિંથી સર્વભૂતાનિ' “કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં” આ પ્રકારનો બોધ એ પદાર્થબોધ છે. આ પદાર્થબોધ માત્રને લઈને હિંસાની નિવૃત્તિ અને અહિંસાની પ્રવૃત્તિ કરવા કોઈ ઈચ્છે, તો સાધુની વિહારઆદિ કે લોચઆદિની ક્રિયા પણ તેને હિંસારૂપ ભાસે, અને શ્રાવકની જિનમંદિરના નિર્માણની ક્રિયા કે પૂજાની ક્રિયા પણ હિંસારૂપ ભાસે. આ સ્થાનમાં સુગુરુ “મ હિંયાત્ સર્વભૂતાનિ' એ સૂત્રના પદાર્થબોધવાળા શિષ્યને તેના ભ્રમના નિવારણ માટે વાક્યાર્થ, મહાવાક્યર્થનો બોધ કરાવીને તે વચનના ઐદંપર્યાર્થને બતાવે છે, જેથી શિષ્ય તે વચનને ઉચિત સ્થાને જોડીને હિતમાં પ્રવૃત્તિ કરી શકે અને અહિતથી નિવૃત્તિ કરી શકે. તે આ રીતે
પદાર્થ બોધઃ “હિંચત્ સર્વભૂતાનિ' એ સૂત્રનો “કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં.” આ અર્થનો બોધ થાય છે, તે પદાર્થબોધ છે.
વાક્યર્થ બોધ : આ પદાર્થબોધ કર્યા પછી ચાલનારૂપ વાક્યાર્થબોધ કરાવવામાં આવે છે. મા હિંયાત્ સર્વભૂતાનિ'' સૂત્રનું તાત્પર્ય શું છે? એ પ્રકારની જિજ્ઞાસાથી શંકાનું ઉભાવન કરવું તે ચાલના છે, અને તે વાક્યર્થ બોધરૂપ છે. અહીં શંકા ઉદ્ભવે છે કે “મા હિંસ્થાત્ સર્વભૂતાનિ' સૂત્ર અનુસાર તો સાધુ વિહાર, લોચ, તપ, ઉપદેશ આદિ કરી શકે નહિ; કેમ કે સૂત્ર અનુસાર તો ભગવાન કોઈ પણ જીવની હિંસા કરવાનો નિષેધ કરે છે, જ્યારે વિહારની ક્રિયામાં વાયુકાયની હિંસા થાય છે, માટે સાધુ વિહાર કરી શકે નહીં. લોચની અને તપની ક્રિયામાં પણ સાધુને કષ્ટ થાય છે, તેથી તે પણ હિંસારૂપ છે, માટે સાધુ લોચ અને તપ પણ કરી શકે નહિ. પરંતુ ભગવાને તો શાસ્ત્રમાં સાધુને હિંસા કરવાનો