________________
૫૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૪૨
ભાવાર્થ :
આર્યરક્ષિતસૂરિજીએ કાલિકશ્રુતનો ચરણકરણાનુયોગઆદિ ચારરૂપે વિભાગ કર્યો ત્યારથી તેમનું તે વિભાગ કથન ઉચિત પ્રવૃત્તિ કરવા માટે પ્રાયઃ પ્રસિદ્ધ માર્ગ બનેલ છે; કેમ કે ચરણકરણાનુયોગના કથનથી સંયમજીવનમાં શું ઉચિત આચરણાઓ કરવી જોઈએ તેનું જ્ઞાન થાય છે, ધર્મકથાનુયોગઆદિ દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ માટે આત્માને કેવી રીતે ભાવિત કરવો તેનું જ્ઞાન થાય છે અને આરાધક જીવો માટે પ્રાયઃ તે કથનથી યોગમાર્ગમાં કઈ રીતે પ્રયત્ન કરવો તેનો બોધ થઈ શકે છે. તેથી તત્ત્વના અર્થી જીવોને તે ચાર વિભાગના કથનથી અપરિણતિ થતી નથી કે અતિપરિણતિ થતી નથી;
અપ્રસિદ્ધ માર્ગમાં તેનો ભાવ છે” તેમ ગાથામાં કહ્યું, તેનાથી એ કહેવું છે કે વર્તમાનમાં કાલિકશ્રુતમાં નયો ઉતારવાનો માર્ગ અપ્રસિદ્ધ છે, અને તે માર્ગ કોઈ અપનાવે તો અતિપરિણતિ કે અપરિણતિનો સદ્ભાવ છે અર્થાત્ જો કાલિકશ્રુતમાં ચરણકરણાનુયોગ આદિરૂપે ચાર વિભાગ કરવામાં આવેલ ન હોય, અને તેના દરેક પદમાં નયો પલ્લવિત કરવામાં આવે, તો એના દ્વારા આત્મહિત કેમ કરવું તેનો બોધ પ્રાયઃ જીવોને થઈ શકે નહિ. તેથી તે પ્રકારના અપ્રસિદ્ધ માર્ગમાં ઉપદેશક પ્રવૃત્તિ કરે તો ઘણા યોગ્ય જીવોને તે શ્રુતના વચનોથી કેવી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ તેનો બોધ થાય નહિ; પરંતુ અપરિણતિની પ્રાપ્તિ થાય. વળી, કોઈ શ્રોતા કાંઈક બુદ્ધિવાળા હોય, અને વક્તા અપ્રસિદ્ધ એવા નયને પલ્લવિત કરવાનો પ્રયત્ન કરે, તો તે નયોના વર્ણનથી તેને કાંઈક કાંઈક બોધ પણ થાય; પરંતુ ગંભીર એવા ઋજુસૂત્રાદિ ચાર નયોના તાત્પર્યને જાણીને પરમાર્થને ન પ્રાપ્ત કરી શકે અને અતિપરિણતિ થાય, તો ઉચિત વ્યવહારમાર્ગનો ત્યાગ કરીને નિશ્ચયપ્રધાન આત્માની વિચારણા કરવામાં યત્ન કરે, અને આત્મહિત સાધી શકે નહીં. અર્થાત્ નયોની વાતો કાંઈક સમજી શકે તેવી મતિ હોવા છતાં ઋજુસૂત્રાદિ ચાર નયોરૂપ નિશ્ચયનય અને નૈગમાદિ ત્રણ નયોરૂપ વ્યવહારનયના પરમાર્થને સમજી શકે તેવી મતિ નહિ હોવાથી, નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારની આચરણાનો ત્યાગ કરે, અને ઉચિત વ્યવહારનો ત્યાગ કરે તેથી આત્મહિત સાધી શકે નહિ.
આ રીતે કાલિકશ્રુતમાં નો પલ્લવિત કરવાથી જીવો અતિપરિણત કે અપરિણત થાય તેવું જણાવાથી બુદ્ધિમાન એવા આર્યરક્ષિતસૂરિજીએ નયો ઉતારવાનું છોડીને ચરણકરણાનુયોગઆદિ જે ચાર વિભાગ કર્યા છે તે યોગ્ય કરેલ છે.
આ કથનથી એ ફલિત થાય કે ગાથા-૩૭ માં કહેલ કે ઉત્તાનમતિથી પદાર્થોને પલ્લવિત કરવામાં ઉપદેશકનું ઇષ્ટ થતું નથી, પરંતુ જે રીતે શ્રોતાને હિત થાય તે રીતે સુગુરુ પ્રજ્ઞાપનીય એવા શિષ્યને શાસ્ત્રપદાર્થોમાં ક્યાંક ભ્રમ થયો હોય તો માર્ગ ઉપર લાવવા પ્રયત્ન કરીને હિત કરી શકે; જેમ કે કાલિકશ્રુતમાં આર્યરક્ષિતસૂરિજીએ શાસ્ત્રને પલ્લવિત કરવાનો માર્ગ બંધ કરીને હવે પછી થનારા યોગ્ય જીવોને ઉચિત બોધ થાય તે માટે ચાર અનુયોગો પૃથફ કરેલ છે.
અહીં વિશેષ એ છે કે નૈગમઆદિ સાત નયોમાં પ્રથમના નૈગમાદિ ત્રણ નવો વ્યવહારનય ઉપર જીવે છે અને પછીના ઋજુસૂત્રાદિ ચાર નો નિશ્ચયનય ઉપર આવે છે, અને તેને સામે રાખીને, પૂ. યશોવિજયજી મહારાજ સાહેબે ૩૫૦ ગાથાના સ્તવનની ૧૬ મી ઢાળમાં ૧૩ થી ૧૬ ગાથામાં કહેલ