________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૪૧-૪૨
૫૩
ભાવાર્થ :
ગાથા-૩૯ માં કહ્યું કે અતિપરિણતિના અને અપરિણતિના ભયથી કાલિકકૃત મૂઢનયવાળું કરાયેલું છે, અને કાલિકશ્રુતમાં ચરણકરણાનુયોગઆદિ ચાર વિભાગ કરાયા ત્યારથી આર્યરક્ષિતસૂરિજીએ શ્રોતાના લાભ માટે નયો ઉતારવાનો નિષેધ કર્યો છે. તે કાલિકકૃત ૧૧ અંગરૂપ છે અને દષ્ટિવાદ તેના ૧૨મા અંગરૂપ છે. તે દૃષ્ટિવાદ નામના આગમમાં અનેક ભેદોથી યુક્ત એવા નૈગમઆદિ સાતે નયો બતાવીને સર્વ વસ્તુની પ્રરૂપણા કરાય છે, અને દૃષ્ટિવાદસૂત્રના અર્થનું કથન પણ સમભેદ એવા નૈગમઆદિ સર્વ નયો વડે બતાવવામાં આવે છે, જેથી દષ્ટિવાદને ભણનાર શ્રોતા દરેક સૂત્રના અર્થો સાત નયોથી સમજી શકે; એટલું જ નહિ પણ તે સાતે નયોના સર્વ પટાભેદો વડે પણ સમજી શકે. પરંતુ દૃષ્ટિવાદને ભણનાર તો અતિવિશેષ પ્રજ્ઞાવાળા મહાત્મા હોઈ શકે, જે પ્રજ્ઞા સામાન્ય સાધુમાં ન હોય. તેથી કાલિકશ્રુત ભણનારા સાધુઓ માટે આચારાંગ આદિ અંગોમાં નવો ઉતારવાનો નિષેધ કર્યો છે, કેમ કે જેઓની દષ્ટિવાદ ભણવાની પ્રજ્ઞા નથી તેવા સાધુઓને જો આચારાંગ આદિ અંગોમાં પણ નયો ઉતારીને સમજાવવામાં આવે, તો તેના તાત્પર્યને ઉચિત રીતે જોડી શકે તેવી સંભાવના ઓછી છે. માટે આર્યરક્ષિતસૂરિજીએ નયો ઉતારવાનું છોડીને ચરણકરણાનુયોગ આદિરૂપે વિભાગ બતાવીને શ્રોતાનું હિત થાય તેમ પ્રરૂપણા કરવાનું કહ્યું. વળી કોઈ શ્રોતા અતિ બુદ્ધિસંપન્ન હોય તો તેવા શ્રોતા પાસે પ્રાય: નૈગમઆદિ પ્રથમ ત્રણ નયોથી કાલિકશ્રુતની પ્રરૂપણા કરવાનો અધિકાર આપેલ છે, જેથી આગમ ભણીને યોગ્ય શ્રોતા પોતાની શક્તિને અનુરૂપ હિત કરી શકે. ll૪૧
અવતરણિકા :
ગાથા-૩૯ માં કહ્યું કે અતિપરિણતિ અને અપરિણતિના ભયથી કાલિકશ્રુત મૂઢનયવાળું કરાયું છે. તે વાત ઉચિત છે, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે –
ગાથા :
पायं पसिद्धमग्गो, अपरिणई नाइपरिणई वा वि । अपसिद्धे तब्भावो, बुहेहिं ता सुट्ठ दिट्ठमिणं ॥४२॥ प्रायः प्रसिद्धमार्ग अपरिणतिर्नातिपरिणतिर्वापि ।
अप्रसिद्ध तद्भावः बुधैस्तावत्सुष्ठ दृष्टमिदम् ॥४२॥ ગાથાર્થ :
પ્રાયઃ પ્રસિદ્ધ માર્ગ છે કાલિકશ્રુતને મૂહનયવાળું કરીને ચરણકરણાનુયોગ આદિરૂપે બતાવ્યું તેથી કાલિકશ્રુતના વિભાગને બતાવનાર વચન પ્રાયઃ પ્રસિદ્ધ માર્ગ છે, જેથી અપરિણતિ અથવા અતિપરિણતિ પણ થતી નથી. અપ્રસિદ્ધમાં તેનો ભાવ છે=અપરિણતિ અથવા અતિપરિણતિનો સભાવ છે, તે કારણથી બુદ્ધ પુરષ વડે આરક્ષિતસૂરિજી વડે, આ=કાલિકશ્રુતને મૂઢનયવાળું કર્યું, તે સુપ્પ દષ્ટ છે સારું જોવાયેલું છે=સારું કરાયેલું છે. જરા