________________
૩૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૪-૨૫
बालका जगुः ॥१७॥ अहो माषतुषः साधुरेष मौनेन तिष्ठति । एवमुक्तः स तैर्मेने, साधु भोः स्मारितं मम ॥१८॥ ततोऽधीते, तदेवासौ, मन्यमानोऽत्यनुग्रहम् । साधवस्तु तदा श्रुत्वा, प्रेरयन्ति स्म चादरात् ॥१९॥ शिक्षयन्ति स्म तं साधो ! मा रुष्येत्यादि घोषय । ततः प्रमोदमापन्नो, घोषयामास तत्तथा ॥२०॥ एवं सामायिकस्यार्थेऽप्यशक्तो गुरुभक्तितः । જ્ઞાનવાર્ય છે, વાત: વિશ્રયમ્ રિશા (પ૦ ૨૨-૭) ભાવાર્થ -
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે માષતુષઆદિને જ્ઞાનાદિવિશેષ નહિ હોવા છતાં ભાવચારિત્રનું લિંગ છે તેમ શાસ્ત્રમાં કહેલું છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે. માતષ મુનિ પાસે વિશેષ જ્ઞાન ન હતું તોપણ ગુરુના વિષયમાં યથાર્થ નિર્ણય કરી શકે તેટલું જ્ઞાન હતું. તેથી કયા ગુરુ મને ભગવાનના વચન અનુસાર મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકશે તેનો નિર્ણય તે કરી શકેલા હતા. એટલું જ નહિ પણ તે ગુરુ જે રીતે યોગમાર્ગમાં પ્રયત્ન કરવાનું કહે તેના પરમાર્થને સમજીને તે રીતે ગુરુને પરતંત્ર થવાનું જ્ઞાન પણ તેમનામાં હતું. તેથી ઘણાં શાસ્ત્રો ભણીને વિશદ બોધ કરી શકે તેવી પ્રજ્ઞા તેમનામાં નહિ હોવા છતાં પણ, ઘણાં શાસ્ત્રો ભણીને જે તત્ત્વનો બોધ કરવો અતિ દુષ્કર છે તેવું સૂક્ષ્મ તત્ત્વ “ સુષ્ય' અને “મા તુષ્ય' એ પ્રકારના ગુરુના વચનના બળથી તેઓ પામી શક્યા. આથી માપતુષ મુનિને અપેક્ષાએ જડ સાધુ કહ્યા છે, તો અપેક્ષાએ ઘણાં શાસ્ત્રોને ભણીને જે તત્ત્વ પ્રાપ્ત કરવું દુષ્કર છે, એવા તત્ત્વને પ્રાપ્ત કરી શકે તેવી સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા પણ કહ્યા છે. તેથી માપતુષ મુનિમાં ગુણવાનને પરતંત્ર કરાવે તેવું નિર્મળ કોટિનું જ્ઞાન હતું અને તે જ્ઞાનને અનુરૂપ રુચિ હતી. તેથી ગુણવાન એવા ગુરુને પરતંત્ર થઈને, તેમણે કહેલા પદાર્થના તાત્પર્યને ગ્રહણ કરીને, તે પ્રમાણે ઉચિત ક્રિયા કરતા હતા, તેથી તેમનામાં ચારિત્રનો પરિણામ પણ હતો. આથી શાસ્ત્રમાં ભાવચારિત્રી એવા માષતુષઆદિ મુનિઓમાં ગુરુપારતંત્રરૂપ જ્ઞાન અને તેનાથી યુક્ત શ્રદ્ધાન છે, તેમ કહીને રત્નત્રયીની પરિણતિરૂપ ભાવચારિત્રનું લિંગ માર્ગાનુસારીપણું છે તેમ કહેલ છે.
અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે આરાધક જીવોને પણ જેમ જેમ શાસ્ત્રનો બોધ વધતો જાય છે તેમ તેમ ભગવાનના શાસનની રુચિ સ્થિર થતી જાય છે, અને જેમ જેમ સૂક્ષ્મ બોધ અને સ્થિર રુચિ થાય છે તેમ તેમ સમ્યફ આચરણા કરીને પ્રાયઃ ભાવચારિત્રને પ્રાપ્ત કરે છે. તેથી જે લોકોને વિશેષ જ્ઞાનાદિ નથી તેઓને પ્રાયઃ ભાવચારિત્રના લિંગરૂપ માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય નહિ, તોપણ તેવી એકાંત વ્યાપ્તિ નથી. તેથી વિશિષ્ટ વ્યુતરહિત એવા પણ માપતુષમુનિ જેવા કેટલાક સાધુઓ, ગુણવાન ગુરુને પરતંત્ર થઈને રત્નત્રયીની પૂર્ણ આરાધના કરી શકે છે. માટે જેમ સ્કૂલ બોધવાળા અપુનબંધક જીવો ચારિત્રને ગ્રહણ કરીને દ્રવ્યમાર્ગાનુસારીપણું પામી શકે છે, તેમ કેટલાક સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા માલતુષમુનિ જેવા સાધુઓ પણ શાસ્ત્રોને અવધારણ કરવાની શક્તિ નહિ હોવા છતાં, તત્ત્વમાર્ગની પ્રવૃત્તિને અનુકૂળ સૂક્ષ્મ પ્રજ્ઞાના બળથી, અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો ક્ષયોપશમ કરીને રત્નત્રયીની પરિણતિરૂપ ભાવથી માર્ગાનુસારીભાવને પ્રાપ્ત કરી શકે છે. ર૪ll.
અવતરણિકા :
ગાથા-૨૩/૨૪માં સ્થાપન કર્યું કે માષતુષ જેવા કેટલાક મુનિઓમાં વિશેષ જ્ઞાન અને વિશેષ દર્શન નહિ હોવા છતાં ભાવચારિત્રનું લિંગ વિદ્યમાન છે, તેથી તેઓમાં નિશ્ચયનયને માન્ય એવું રત્નત્રયીના