________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૩૦-૩૧
* અહીં ‘ક્ષુરસવુડાવિ’ માં ‘આવિ’ પદથી ‘શર્કરા’નું ગ્રહણ કરવાનું છે. તેથી દૃષ્ટાંતમાં ઈક્ષુરસ અને ગુડાદિના મધુ૨૫ણાનો ભેદ લેવો અથવા ઈક્ષુરસ અને શર્કરાના મધુરપણાનો ભેદ લેવો, અને દાન્તિકમાં અપુનર્બંધકનું ચરણ અને ‘વિ' પદથી ભાવચારિત્રીનું ચરણ તે બેનો જ ભેદ ગ્રહણ કરવાનો છે, અન્યનો નહિ.
ભાવાર્થ :
શેરડીનો રસ મીઠો હોય છે અને તેમાંથી ગોળ બનેલો હોય છે તેમાં ઘણી મીઠાશ હોય છે. તેથી જેમ ઈક્ષુરસમાં મધુરતા હોય છે તેમ ગોળમાં પણ મધુરતા હોય છે. આમ છતાં, ઈક્ષુરસમાં જેટલી મધુરતા છે તેના કરતાં ગોળમાં અધિક મધુરતા હોય છે. તેથી ઈક્ષુરસ અને ગોળની મધુરતામાં ભેદ સ્પષ્ટ દેખાય છે. તે રીતે ગુણવાનને પરતંત્ર થયેલા અપુનર્બંધક સાધુ સંયમની ક્રિયા કરે છે અને તેના દ્વારા સંવેગની મધુરતાનો જે અનુભવ કરે છે, અને બાર કષાયના ક્ષયોપશમવાળા મુનિ ગુણવાનને પરતંત્ર થઈને સંયમની આચરણા કરે છે અને તેના દ્વારા સંવેગની મધુરતાનો જે અનુભવ કરે છે, તે બન્નેનો સ્પષ્ટ ભેદ પણ સુપ્રસિદ્ધ છે.
૩૯
આનાથી એ પ્રાપ્ત થાય કે સંયમને સ્વીકારેલ એવા અપુનર્બંધક સાધુ, ગુણવાનને પરતંત્ર થઈને વિધિપૂર્વક ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાની ક્રિયા કરતા હોય તેના દ્વારા જે સંવેગની વૃદ્ધિ થાય છે, તે સામાન્ય નિર્જરાનું કારણ છે; અને તત્ત્વના પરમાર્થને જાણનાર ભાવચારિત્રી, સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાનને પરતંત્ર રહીને વિધિપૂર્વક ગ્રહણશિક્ષામાં અને આસેવનશિક્ષામાં યત્ન કરતા હોય તેના દ્વારા જે સંવેગની વૃદ્ધિ થાય છે, તે મહાનિર્જરાનું કારણ છે. વળી અપુનર્બંધકને અનુભવાતો સંવેગ અને ચારિત્રીને અનુભવાતો સંવેગ અંતરંગ સુખના સંવેદનરૂપ છે. તેથી તે બન્ને વચ્ચેનો ભેદ બતાવવા માટે ઈન્નુરસની અને ગુડાદિની મધુરતાના દૃષ્ટાંતથી કહ્યું કે અપુનર્બંધકની સંયમની ક્રિયામાં ઈક્ષુરસ જેવું માધુર્ય છે, અને ભાવચારિત્રીની સંયમની ક્રિયામાં ગોળના જેવું માધુર્ય છે, અથવા અપુનર્બંધકની સંયમની ક્રિયામાં ઈક્ષુરસ જેવું માધુર્ય છે અને ભાવચારિત્રીની સંયમની ક્રિયામાં શર્કરા જેવું માધુર્ય છે. અપુનબંધકને જેવા પ્રકારનું સંવેગનું સુખ છે તેના કરતાં ભાવચારિત્રીને અનંતગણું અધિક સંવેગનું સુખ છે. તેથી અપુનર્બંધકની આચરણા અને ભાવચારિત્રીની આચરણા વચ્ચે ભેદ પ્રસિદ્ધ છે. II૩૦ના
બીજું લક્ષણ
‘પ્રજ્ઞાપનીયપણું’
-
અવતરણિકા :
ગાથા-૩ માં બતાવેલ યતિનાં સાત લક્ષણોમાંથી પ્રથમ લક્ષણ માર્ગાનુસારીક્રિયા' ગાથા-૪ થી ૩૦ સુધીમાં સ્પષ્ટ કર્યું. હવે બીજું લક્ષણ ‘પ્રજ્ઞાપનીયપણું' બતાવતાં કહે છે –
ગાથા ઃ
मग्गणुसारिकिरियाभाविअचित्तस्स भावसाहुस्स । विहिपडिसेहेसु भवे, पन्नवणिज्जत्तमुजुभावा ॥३१॥