________________
અતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૩૨-૩૩-૩૪
૪૧
ગાથાર્થ :
સિદ્ધાંતમાં (૧) વિધિ, (૨) ઉધમ, (૩) વર્ણક, (૪) ભય, (૫) ઉત્સર્ગ, () અપવાદ અને (૦) તદુભયગત–ઉત્સર્ગ-અપવાદગત બહુપ્રકારનાં ગંભીરભાવવાળાં સૂત્રો છે. IBશા
તે સાત પ્રકારનાં સૂત્રોનાં દષ્ટાંતો બતાવે છે –
(૧) પિડૅષણા (૨) દુમપત્રક (૩) રિદ્ધબ્લ્યુિમિયાઇ (૪) નરકમાંસાદિ (૫) પજવનિકાય (૬) એકાકી વિહાર અને (૮) વ્યાધિચિકિત્સા દૃષ્ટાંતો છે. ૩રા
ગાથા :
तेसिं विसयविभागं, मुज्झइ कुग्गहरओ अयाणंतो । बोहेइ तं च णाउं, पन्नवणिज्जं सुसीलगुरू ॥३४॥ तेषां विषयविभागं, मुह्यते कुग्रहरतोऽजानन् ।
बोधयति तं च ज्ञात्वा, प्रज्ञापनीयं सुशीलगुरुः ॥३४|| ગાથાર્થ :
તેઓના ગાથા-૩૨ માં બતાવ્યાં તે સૂત્રોના, વિષયવિભાગને ગાથા-૩૩ માં બતાવ્યા તે રૂપ દષ્ટાંતવિભાગને, નહિ જાણતા, કુગ્રહમાં રત એવા સાધુ મોહ પામે છે, અને તેને પ્રજ્ઞાપનીચ જાણીને સુશીલ ગુરુ બોધ કરાવે છે. ૩૪ll ભાવાર્થ :
ભગવાનના વચનરૂપ શાસ્ત્રો સૂત્રાત્મક છે. વળી તે સૂત્રો ગંભીર ભાવવાળા અને ઘણા પ્રકારનાં છે અને સામાન્ય રીતે તે સૂત્રોના સાત પ્રકારના વિભાગો છે. - સાધુ શાસ્ત્રો ભણતા હોય ત્યારે આ સાત પ્રકારના વિભાગોમાંથી જે સૂત્ર જ્યાં જોડાતું હોય ત્યાં જોડે. એટલું જ નહિ પણ તે સૂત્રમાં રહેલા ગંભીર ભાવોને સમજવા માટે પણ સમ્યફ યત્ન કરે, અને સમ્યફ બોધ કરીને તે સૂત્રના બળથી વિધિ અને નિષેધમાં ઉચિત પ્રવૃત્તિ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરે. આમ છતાં તે સાધુ કોઈક સ્થાનમાં તે સૂત્રના વિષયવિભાગને ન જાણી શકે તો, જે સૂત્ર જે વિભાગમાં છે તેનાથી અન્ય વિભાગમાં જોડીને પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, તેમની તે પ્રવૃત્તિ કુગ્રહવાળી હોય છે અર્થાત્ ભગવાનના વચનથી વિપરીત રીતે ગ્રહણ કરાયેલી હોય છે, તેથી તે પ્રવૃત્તિ વિપરીત રીતે થાય છે. આથી તે સાધુ યોગમાર્ગમાં મોહ પામેલા છે. આમ છતાં તે પ્રજ્ઞાપનીય છે, તેથી સુશીલ એવા ગુરુ તેને બોધ કરાવે છે, અર્થાત્ જે સુંદર શીલવાળા ગુરુ છે તેઓ હંમેશાં યોગ્ય શિષ્યના હિતની ચિંતા કરનારા હોય છે, અને યોગ્ય શિષ્ય શાસ્ત્રના વિષયવિભાગને નહિ જાણતા હોવાના કારણે વિપરીત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે સુગુરુ કેવળ તેના હિતના આશયથી તેને પ્રજ્ઞાપનીય જાણીને ભગવાનના વચનના પારમાર્થિક તાત્પર્યને બતાવે છે, જેથી પ્રજ્ઞાપનીય એવા તે સાધુ સૂત્રના ઉચિત વિભાગને જાણીને આત્મહિત સાધી શકે છે.