________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૩૨-૩૩-૩૪
૪૩
(૪) ભયસૂત્રો :
સંસારથી કે પાપથી ભય પમાડવા માટે જે સૂત્રો છે તે ભયસૂત્રો છે; જેમ કે નારકીનાં શરીરો માંસાદિના લોચા જેવાં છે અને અત્યંત બિભત્સ છે તેમ વર્ણન કરેલ છે, જે સાંભળીને વિચારક જીવને નારકીની કેવી વિષમ સ્થિતિ છે તેની ઉપસ્થિતિ થાય, અને તેની ઉપસ્થિતિ થવાથી તેને થાય કે આ સંસારમાં જો સાધના કરીને મોક્ષમાં ન પહોંચાય તો ફરી ફરી નારકની પ્રાપ્તિની પણ સંભાવના છે. વળી, પ્રમાદપૂર્વક સંયમમાર્ગનું પાલન કરવામાં આવે તો ફરી ફરી નરકમાં જવાના પ્રસંગો આવે. માટે નારકીને બતાવનારા ભયસૂત્રોના બળથી પણ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય, તે અર્થે ભયસૂત્રો બતાવવામાં આવેલ છે. આ ભયસૂત્રો પણ વાસ્તવિક અર્થને કહેનારાં હોય છે, પરંતુ નારકીનાં શરીરો વૈક્રિય પુદ્ગલરૂપ હોવાથી ઔદારિક શરીરમાં રહેલાં માંસ-લોહી જેવો પરિણામ ન હોવા છતાં, અહીં મનુષ્યના શરીરમાં માંસ-લોહી આદિ જેવાં બિભત્સ દેખાય છે, તેના કરતાં પણ અત્યંત બિભત્સ તેઓનું શરીર હોય છે, તે બતાવવા માટે માંસાદિની ઉપમા દ્વારા તેનું વર્ણન કહેલ છે.
* અહીં “નવમાંશાવતિ' માં ‘માદ્રિ' પદથી ઉત્સુત્ર ભાષણથી અનંત સંસારને કહેનારાં શાસ્ત્રવચન પણ ભયસૂત્ર છે. (૫) ઉત્સર્ગસૂત્રો :
ઉત્સર્ગસૂત્રો પજવનિકાયને કહેનારાં છે; જેમ કે દશવૈકાલિકસૂત્રમાં પડજીવનિકાયનું વર્ણન છે, તેમાં છ જવનિકાયના રક્ષણ માટે સામાન્ય રીતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું વક્તવ્ય છે, તે ઉત્સર્ગસૂત્ર છે. આ સિવાયનાં સંયમજીવનની નિર્દોષ ઉચિત આચરણાનું વિધાન કરનારા અને અનુચિત પ્રવૃત્તિના નિષેધને કરનારાં અન્ય પણ સામાન્ય વચનો ઉત્સર્ગસૂત્રો છે; જેમ કે સાધુજીવનમાં નિર્દોષ ભિક્ષા, નિર્દોષ વસ્તી આદિને કહેનારાં સૂત્રો તે ઉત્સર્ગસૂત્રો છે. (૬) અપવાદસૂત્રો :
અપવાદસૂત્રમાં સાધુના એકાકી વિહારને કહેનારાં શાસ્ત્રવચનો છે; જેમ કે ગીતાર્થો તેવું કારણવિશેષ હોય તો અપવાદથી ગચ્છને છોડીને એકાકી વિહાર કરે, તેમ દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે, તે અપવાદસૂત્ર છે. તે સિવાય ઉત્સર્ગથી જેનો નિષેધ કર્યો હોય તેનું કારણવિશેષથી વિધાન હોય, તેવાં સૂત્રો પણ અપવાદસૂત્રો છે. વળી, ઉત્સર્ગથી જેનું વિધાન હોય તેનો કારણવિશેષથી નિષેધ કરવામાં આવ્યો હોય, તેવાં કથનો કહેનારાં પણ અપવાદસૂત્રો છે. (૭) ઉભયસૂત્રો :
ઉત્સર્ગ-અપવાદ બન્નેને કહેનારાં સૂત્રો ઉભયસૂત્રો છે. જેમ વ્યાધિચિકિત્સાને કહેનારાં શાસ્ત્રવચનો ઉત્સર્ગ-અપવાદ બન્નેને કહેનારાં છે. તે આ રીતે કોઈપણ વ્યાધિ થયો હોય તો ઉત્સર્ગથી સાધુ વ્યાધિચિકિત્સા ન કરે, પણ અદીનભાવથી સહન કરીને સમભાવની વૃદ્ધિ કરે; પણ કોઈક સાધુમાં તેવું ધૃતિબળ ન હોય, તેથી વ્યાધિસહનકાળમાં સંયમયોગના અધ્યવસાય શિથિલ થતા હોય, તો સંયમયોગના અધ્યવસાયના પ્રકર્ષ અર્થે વ્યાધિચિકિત્સા પણ કરે. તેથી ઉત્સર્ગથી વ્યાધિચિકિત્સાનો નિષેધ કરીને તે