________________
४४
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૩૨-૩૩-૩૪-૩૫-૩૬
સૂત્રમાં અપવાદથી વ્યાધિચિકિત્સાને કહેનારું વિધાન હોય, તો તે સૂત્ર ઉત્સર્ગ-અપવાદસૂત્ર છે અર્થાત એક સૂત્રમાં ઉત્સર્ગ-અપવાદ બન્ને વણાયેલાં છે, તેથી તે ઉભયસૂત્ર છે.
ગાથા-૩૨માં ૭ પ્રકારનાં સૂત્રોના વિભાગો છે તેમ બતાવી તે વિભાગો ગંભીરભાવવાળા છે તેમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે આ વિભાગોથી કયું સૂત્ર કયા વિભાગમાં જાય તે ઉચિત રીતે યોજીને તે સૂત્રના વચનથી સંયમના કંડકની વૃદ્ધિ કેમ કરવી તે પ્રકારનો યથાર્થ વિનિયોગ બહુશ્રુત ગીતાર્થ કરી શકે; અન્ય નહિ. વળી, આરાધક અગીતાર્થ સાધુ તેના વિષયવિભાગને ક્યાંક નહિ જાણી શકવાને કારણે, વિપરીત યોજન કરીને એમ પણ માને કે “હું આ સૂત્રથી ઉચિત પ્રવૃત્તિ કરું છું', તો આ પ્રકારની તેની માન્યતા કુગ્રહરૂપ છે સૂત્રના કુત્સિત ગ્રહણરૂપ છે, અને સૂત્રને તે રીતે ગ્રહણ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં રત તે સાધુ મોહ પામે છે, જેથી સંયમનાં કંડકોની વૃદ્ધિને બદલે તે સૂત્રના અવલંબનથી વિપરીત પ્રવૃત્તિ કરીને સંયમનાં અધોકંડકોમાં જાય છે ત્યારે તે સાધુ પ્રજ્ઞાપનીય છે તેમ જાણીને સુશીલ ગુરુ અર્થાત્ ગીતાર્થ ગુરુ તેને બોધ કરાવે છે વિષયવિભાગને સમજાવે છે, અને તેના કુગ્રહને દૂર કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ગાથા-૩૧માં કહ્યું તેવી માર્ગાનુસારી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા સાધુ ઋજુભાવવાળા અને પ્રજ્ઞાપનીય હોય છે. આવા પ્રજ્ઞાપનીય સાધુ કોઈ સ્થાનને આશ્રયીને સૂત્રના વિભાગમાં મોહ પામ્યા હોય તો સુગુરુ તેમને બોધ કરાવીને હિતમાં પ્રવૃત્તિ કરાવે છે. આવા સાધુ પ્રજ્ઞાપનીયતા ગુણવાળા હોવાથી ભાવસાધુ છે, અને જે સાધુ પ્રજ્ઞાપનીયતા ગુણવાળા નથી તે ભાવસાધુ નથી. ૩૨ થી ૩૪
અવતરણિકા :
પૂર્વગાથામાં બતાવ્યું કે પ્રજ્ઞાપનીય પણ સાધુ સૂત્રના વિષયવિભાગને નહીં જાણવાને કારણે ઉચિત પ્રવૃત્તિમાં મોહ પામે છે, ત્યારે સુગુરુ તેને બોધ કરાવે છે. તે બોધ કેવી રીતે કરાવે છે જેથી પ્રજ્ઞાપનીય એવા તે સાધુનું હિત થાય? તે બતાવતાં કહે છે – ગાથા :
अवसिटुं ठावित्ता, बिंति य अण्णयरपक्खवायं से । परिणामेइ स सम्मं, जं भणियं कप्पभासंमि ॥३५॥ संविग्गभाविआणं, लुद्धयदिटुंतभाविआणं च । मुत्तूण खित्तकालं, भावं च कर्हिति सुद्धंछं ॥३६॥ अवशिष्टं स्थापयित्वा ब्रुवन्ति चाऽन्यतरपक्षपातं तस्य । परिणामयति स सम्यग्यद्भणितं कल्पभाष्ये ॥३५॥ संविग्नभावितानां (तेभ्यः) लुब्धकदष्टान्तभावितानां (तेभ्यः) च । मुक्त्वा क्षेत्रकालौ भावं च कथयन्ति शुद्धोञ्छम् ॥३६।।