________________
૪૨
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૩૨-૩૩-૩૪
હવે પ્રજ્ઞાપનીય સાધુને ગુરુ, સૂત્રના ઉચિત વિભાગને કઈ રીતે બતાવે છે, અને સૂત્રના અર્થને સમ્યફ જાણવા માટે યત્ન કરનાર પણ સાધુ વિષયવિભાગમાં કેમ મોહ પામે છે, તે બતાવવા માટે ગાથા-૩રમાં સૂત્રોના સાત પ્રકારના વિભાગો બતાવેલ છે. તે સાત વિભાગોનાં સાત દષ્ટાંત ગાથા-૩૩માં બતાવ્યાં છે, તેનો અર્થ આ પ્રમાણે છે : (૧) વિધિસૂત્રો :
તેમાં પિંડ એષણા નામનું દશવૈકાલિક સૂત્રનું અધ્યયન દષ્ટાંત છે, જેની અંદર સાધુએ ભિક્ષા લાવવા સંબંધી ઉચિત વિધિનું વર્ણન છે. આની જેમ અન્ય સાધ્વાચારની વિધિ બતાવનારાં સર્વસૂત્રો વિધિ વિભાગમાં અંતર્ભાવ પામે છે. (૨) ઉદ્યમસૂત્રો :
તેમાં મપત્રકનું દષ્ટાંત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦મા ધ્રુમપત્રક અધ્યયનથી કહેલ છે કે જેવી રીતે રાત્રિઓ અને દિવસો પસાર થતાં વૃક્ષ ઉપરથી જીર્ણ થયેલું વૃક્ષનું પાંદડું ખરી જાય છે, તેમ મનુષ્યનું આયુષ્ય પણ દિવસો અને રાત્રિઓ પસાર થતાં નાશ પામે છે; માટે એક ક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહિ. આ પ્રકારે ગૌતમસ્વામીને ઉદ્દેશીને ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલ છે. આવાં વચનો જે જે શાસ્ત્રમાં છે તે તે ઉદ્યમસૂત્ર છે, જેના બળથી જીવ યોગમાર્ગમાં અપ્રમાદથી ઉદ્યમ કરી શકે છે.
સામાન્ય રીતે યોગમાર્ગ કાયિક, વાચિક અને માનસિક ક્રિયાત્મક છે. તેથી સાધુ કોઈક સંયમના પ્રયોજનથી કાયિક ક્રિયા કરતા હોય ત્યારે, તે કાર્યમાં શ્રુતથી નિયંત્રિત સુદઢ મનોયોગ પ્રવર્તાવતા હોય, તો તે કાયિક ક્રિયા યોગમાર્ગ બને. જેમ ગમનાદિ કરતા હોય ત્યારે અત્યંત ઇર્યાસમિતિના ઉપયોગપૂર્વક ગમનાગમન કરતા હોય તો તે ગમનની ક્રિયા સંયમની વૃદ્ધિ અને સમભાવની વૃદ્ધિનું કારણ બને, અન્યથા પ્રમાદ બને.
વળી, સાધુ કોઈક સંયમના પ્રયોજનથી વાચિક ક્રિયા કરતા હોય ત્યારે, વચનયોગની શાસ્ત્રમર્યાદાથી સંવેગની વૃદ્ધિ થાય તેવા વચનપ્રયોગ કરતા હોય તો તે વાચિક ક્રિયા યોગમાર્ગ બને, પણ જેનું કોઈ પ્રયોજન ન હોય તેવું જે તે વચન બોલે તો તે પ્રમાદ બને.
વળી, સાધુ માનસિક ક્રિયા કરતા હોય ત્યારે પણ સ્વાધ્યાય દ્વારા સંવેગની વૃદ્ધિ થાય કે ધ્યાન દ્વારા સંવેગની વૃદ્ધિ થાય તેમ મનોયોગ પ્રવર્તાવતા હોય તો તે માનસિક ક્રિયા યોગમાર્ગ બને, પરંતુ સામાન્ય રીતે સૂત્રની વિચારણા કરતા હોય છતાં સંવેગની વૃદ્ધિને અનુકૂળ યત્ન ન હોય તો તે પ્રમાદ બને.
આથી માનસિક, વાચિક અને કાયિક ત્રણેય યોગની પ્રવૃત્તિઓ સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે પ્રવર્તાવવા તે અપ્રમાદભાવ છે, અને અપ્રમાદભાવને ઉલ્લસિત કરવામાં ઉપકારક દરેક શાસ્ત્રવચન ઉદ્યમસૂત્રમાં અંતર્ભાવ પામે છે. (૩) વર્ણકસૂત્રો -
નગર વગેરેનું વર્ણન જે સૂત્રોમાં આવતું હોય તે વર્ણકસૂત્રો છે; જેમ કે ચંપાનગરીનું વર્ણન જ્ઞાતાધર્મકથા શાસ્ત્રમાં “રિસ્થિfમયમા ' એ સૂત્રમાં આવે છે. જ્ઞાતાધર્મકથા વગેરે અંગશાસ્ત્રોમાં આવાં વર્ણકગત સૂત્રો છે.