________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૩૧-૩૨-૩૩
मार्गानुसारिक्रियाभावितचित्तस्य भावसाधोः ।
विधिप्रतिषेधयोर्भवेत्प्रज्ञापनीयत्वमृजुभावात् ॥३१॥ ગાથાર્થ :
વજુભાવ હોવાના કારણે સરળતા ગુણ હોવાના કારણે, માર્ગાનુસારી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા એવા ભાવસાધુને વિધિ અને નિષેધમાં પ્રજ્ઞાપનીયપણું હોય છે. ll૩૧|| ભાવાર્થ :
ભાવસાધુ હંમેશાં માર્ગનુસાર ક્રિયા કરીને તે ક્રિયાઓથી આત્માને ભાવિત ચિત્તવાળો બનાવે છે, જેથી રત્નત્રયીની પરિણતિ સદા તેનામાં વર્તે છે. આવા સાધુઓ ભગવાનના વચન અનુસાર વિધિમાં પ્રવૃત્તિ કરે છે અને ભગવાને કરેલા નિષેધથી નિવૃત્ત થાય છે; આમ છતાં ક્વચિત્ અનાભોગથી વિધિમાં કોઈ વિપરીત પ્રવૃત્તિ થાય કે નિષેધમાં કોઈ વિપરીત પ્રવૃત્તિ થાય ત્યારે ગીતાર્થ તેઓને ઉચિત બોધ કરાવે છે; ત્યારે તેનામાં આરાધનાનો સરળ ભાવ હોવાના કારણે ગીતાર્થનું વચન તે સહજ સ્વીકારી લે છે, જે તેનામાં રહેલ પ્રજ્ઞાપનીયપણું છે. જે સાધુમાં આવી પ્રજ્ઞાપનીયતા નથી તે સાધુ સંયમને ઉચિત ક્રિયા કરતા હોય તોપણ ભાવસાધુ નથી; કેમ કે સામાયિક સમતાના પરિણામરૂપ છે, અને સમભાવ એ ઉચિત પ્રવૃત્તિની પ્રધાનતાવાળું છે તેથી જે સાધુ અનાભોગથી પણ વિપરીત પ્રવૃત્તિ કરતા હોય અને ગીતાર્થ તેને સમજાવે તોપણ તે સ્વીકારવા તૈયાર ન થાય તો તે ઉચિત પ્રવૃત્તિ બને નહિ, તેથી જેઓમાં પ્રજ્ઞાપનીયતા નથી. તેઓમાં સમભાવનો પરિણામ રહી શકે નહિ, માટે ભાવસાધુનું લક્ષણ પ્રજ્ઞાપનીયપણું કહેલ છે. ૩૧il.
અવતરણિકા :
પૂર્વગાથામાં બતાવ્યું કે ભાવસાધુ પ્રજ્ઞાપનીય હોય છે. તે પ્રજ્ઞાપનીય એવા ભાવસાધુને જ્યારે કોઈક સ્થાને મોહ થાય કે ભ્રમ થાય ત્યારે એવા પ્રજ્ઞાપનીય તે સાધુને સુગુરુ જે બોધ કરાવે છે, તે ગાથા-૩૨ થી ૩૪ સુધીમાં કહે છે – ગાથા -
વિદિ-૩૫-વનય-મ-૩૫-વવાથ-તમયથાવું છે सुत्ताई बहुविहाइं, समए गंभीरभावाइं ॥३२॥ पिंडेसण-दुमपत्तय-रिद्धस्थिमियाइ-नरयमसाइ । छज्जीवे-गविहारा, वाहितिगिच्छा य णायाइं ॥३३॥ विध्युद्यमवर्णकभयोत्सर्गापवादतदुभयगतानि । सूत्राणि बहुविधानि समये गम्भीरभावानि ॥३२॥ पिण्डैषण-द्रुमपत्रक-ऋद्धस्तिमितादि-नरकमांसादीनि । षड्जीवैकविहारौ व्याधिचिकित्सा च ज्ञातानि ॥३३।।