________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૩૫-૩૬
ગાથાર્થ :
અને અવશિષ્ટને=બાકીનાને સ્થાપન કરીને=જે વિષયવિભાગમાં મોહ પામીને સાધુ વિપરીત યોજન કરે છે તેનાથી અન્યને સ્થાપન કરીને શિષ્યે સ્વીકારેલ વિભાગના તાત્પર્યને બતાડનારી યુક્તિને કહેવાનું છોડીને, તેને=પ્રજ્ઞાપનીય એવા સાધુને, (સુશીલ ગુરુ), અન્યતરના પક્ષપાતને=જે દૃષ્ટિ પ્રત્યે સુસાધુ મોહ પામેલ છે તેનાથી જે અન્ય દૃષ્ટિ છે તેના પક્ષપાતને કહે છે. તે-સુશીલ ગુરુ, (પોતાના ઉપદેશને પ્રજ્ઞાપનીય સાધુમાં) સમ્યક્ પરિણમન પમાડે છે=પ્રજ્ઞાપનીય સાધુને સમ્યક્દ્બોધ કરાવે છે, જે કારણથી ‘કલ્પભાષ્ય'માં કહેવાયું છે. ||૩૫||
તે કલ્પભાષ્યની ગાથા બતાવે છે
—
૪૫
સંવિગ્નભાવિતોને=સંવિગ્નથી ભાવિત એવા દાનમાં શૂરવીર બાળજીવોને, અને લુબ્ધક દૃષ્ટાંતથી ભાવિતોને=પાસસ્થાથી અપાયેલ લુબ્ધકના દૃષ્ટાંતથી ભાવિત એવા દાન આપવામાં શૂરવીર બાળજીવોને, ક્ષેત્ર, કાળ અને ભાવને મૂકીને શુદ્ધ ઉંછનું=સુસાધુને નિર્દોષ ભિક્ષા આપવી જોઈએ એ પ્રકારના શુદ્ધ ઉંછનું, ઉપદેશક કથન કરે છે. ||૩૬ના
* અહીં ગાથા-૩૫માં ‘વિંતિ’ધાતુનો કર્તા સુશીલ ગુરુ અધ્યાહાર છે અને માનાર્થે બહુવચનમાં ‘દ્વિતિ’ પ્રયોગ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે માર્ગાનુસારી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા ભાવસાધુઓ પણ સૂત્રના વિષયવિભાગને ન જાણતા હોય તો મોહ પામે છે, અને તે સાધુ પ્રજ્ઞાપનીય હોવાથી સુશીલ ગુરુ તેમને બોધ કરાવે છે. તેવા પ્રજ્ઞાપનીય સાધુને સુશીલ ગુરુ કઈ રીતે બોધ કરાવે કે જેથી તેમનું હિત થાય ? તે ગાથા-૩૫ બતાવે છે.
આરાધક સાધુ જે સ્થાનમાં મોહ પામેલ હોય તે સ્થાનમાં તે શાસ્ત્રના વિષયવિભાગને વિપરીત રીતે જોડતા હોય છે, અને એમ માનતા હોય છે કે હું ભગવાનના વચન અનુસાર શાસ્ત્રનું યોજન કરીને પ્રવૃત્તિ કરું છું. આવા સાધુના કુગ્રહનું નિવર્તન કરવા અર્થે, જે દૃષ્ટિ તરફ તેનું વલણ છે જેના કારણે તે શાસ્ત્રનું વિપરીત યોજન કરે છે, તે દૃષ્ટિને પુષ્ટ કરનારી યુક્તિને કહેવાનું છોડી દઈને ગીતાર્થ ગુરુ તેનાથી અન્ય દૃષ્ટિ તરફ પક્ષપાત થાય એ પ્રકારની યુક્તિથી તેની આગળ પદાર્થનું સ્થાપન કરે છે. આ રીતે સ્થાપન કરીને તે સુગુરુ તે પ્રજ્ઞાપનીય સાધુને શાસ્ત્રવચન સમ્યક્ પરિણમન પમાડે છે. આ રીતે ઉપદેશ આપવાની વિધિ છે, તેની પુષ્ટિ કરવા માટે કહે છે કે કલ્પભાષ્યમાં જે કારણથી કહેવાયું છે.
કલ્પભાષ્ય ગાથા-૩૬ નો અર્થ આ પ્રમાણે છે : કેટલાક બાળજીવો સંવિગ્ન સાધુના પરિચિત હોય છે અને કેટલાક બાળજીવો પાસસ્થા સાધુના પરિચિત હોય છે; અને તે બન્ને પ્રકારના બાળજીવો ધર્મ કરવાના અર્થી હોઈ સુસાધુને દાન આપીને આત્મકલ્યાણ કરવાની મનોવૃત્તિવાળા હોય છે; આમ છતાં મુગ્ધબુદ્ધિ હોવાથી સાધુની ભક્તિના વિષયમાં ઉચિત વિભાગને જાણતા નથી, માત્ર સાધુની ભક્તિ કરવી એ મારા હિતનું સાધન છે, તેટલી બુદ્ધિને વહન કરે છે, પરંતુ દાનના વિષયમાં ઉચિત વિવેક તેઓને