________________
૩૮
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૯-૩૦
અનુસાર ક્રિયામાં યત્ન કરે છે. અને તે ક્રિયાના વ્યત્યયને કરનાર પ્રત્યાખ્યાન કષાયોનો તેમને ક્ષયોપશમભાવ વર્તે છે. તેવા સાધુ જે ક્રિયા કરે તેનાથી સમભાવની વૃદ્ધિરૂપ સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે, અને તેમની આવી વિશિષ્ટ ક્રિયા ભાવચારિત્રનું લિંગ છે.
અપુનબંધક જીવ સાધુપણું લઈને ગુણવાનગુરુને પરતંત્ર થઈને ચારિત્રાચારની ક્રિયા કરતો હોય તોપણ ભગવાનના વચનથી વિપરીત રુચિ કરનાર અનંતાનુબંધી કષાય વિદ્યમાન છે, અને ક્રિયાના વ્યત્યયને કરનાર અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયોનો ઉદય પણ વર્તે છે; અર્થાત્ કરાતી ચારિત્રાચારની ક્રિયાને ચારિત્રની નિષ્પત્તિમાં બાધ કરે એવા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયોનો ઉદય પણ વર્તે છે. વળી, અનંતાનુબંધી આદિ ૧૨ કષાયો કંઈક મંદ થયા છે, તેથી સ્થૂલથી ભગવાનના વચનની રુચિ પણ છે, અને ચારિત્રાચારની ક્રિયા પૂલથી માર્ગાનુસારી છે; તેથી ભાવચારિત્રના લિંગરૂપ માર્ગાનુસારી ક્રિયા નહિ હોવા છતાં ભવિષ્યમાં ભાવચારિત્રના લિંગનું કારણ બને તેવી માનુસારી ક્રિયા અપુનબંધકની છે.
વળી, ભવાભિનંદી જીવોને ભગવાનના વચનથી અનિવર્તિનીય વિપરીત રુચિ છે. તેથી તેઓની ચારિત્રની ક્રિયા સ્થૂલથી મુનિ જેવી કે અપુનબંધક જીવ જેવી દેખાય, તોપણ મોક્ષમાર્ગને અનુકૂળ જીવની પરિણતિનું કારણ બને તેવી નથી. માટે તે ક્રિયાઓ આકારથી સંદેશ દેખાય, તોપણ પરમાર્થથી સંસારનું કારણ છે. ૨૯
અવતરણિકા :
પૂર્વગાથામાં “દવા' થી કહ્યું કે ભાવચારિત્રીની માગનુસારી ક્રિયા કોઈક રીતે પણ વિશિષ્ટ છે તેથી ભાવચારિત્રનું લિંગ છે. માટે અપુનબંધક આદિની સાધ્વાચારની ક્રિયામાં ભાવિચારિત્રીના લિંગની અતિવ્યાપ્તિ થશે નહિ. હવે તે વાતને સ્પષ્ટ કરવા દષ્ટાંત દ્વારા અપુનબંધક અને ભાવચારિત્રીની માર્ગાનુસારી ક્રિયાના ભેદને બતાવે છે –
ગાથા :
इक्खुरसगुडाईणं, महुरत्ते जह फुडं विभिण्णत्तं । तह अपुणबंधचरणाइभावभेओ वि सुपसिद्धो ॥३०॥ इक्षुरसगुडादीनां मधुरत्वे यथा स्फुटं विभिन्नत्वम् । तथाऽपुनर्बन्धकचरणादिभावभेदोऽपि सुप्रसिद्धः ॥३०॥
(इति मार्गानुसारिक्रियास्वरूपं प्रथमं लक्षणम्) ગાથાર્થ :
ઈશ્કરસ અને ગુડાદિના મધુરપણામાં જે પ્રકારે સ્પષ્ટ ભેદ છે, તે પ્રકારે અપુનર્વધકના ચરણાદિના ભાવનો ભેદ પણ સુપ્રસિદ્ધ છે. [૩ના