________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૯
39.
વળી, કેટલાક અપુનબંધક જીવ પણ ભવથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે છે, છતાં અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો ક્ષયોપશમભાવ થયો નથી; અને ગુણવાન ગુરુની નિશ્રામાં રહીને ચારિત્રની ક્રિયા કરે છે, તેના કારણે અનંતાનુબંધી ૧૨ કષાયોની મંદતા વર્તે છે, માટે તેઓની ચારિત્રની ક્રિયા ભાવસાધુની માર્ગાનુસારી ક્રિયા જેવી નહિ હોવા છતાં, તેને કંઈક સદશ દ્રવ્યમાર્ગાનુસારી ક્રિયા છે; કેમ કે ભાવમાર્ગાનુસારી એવા મુનિઓમાં જેવું ચારિત્રનું ઉત્કટરૂપ છે, તેવું ચારિત્રનું ઉત્કટરૂપ દ્રવ્યચારિત્ર પાળનારા એવા અપુનબંધકમાં નથી, તોપણ ઉત્કટરૂપ જેવું ઉત્કટરૂપની નજીકનું ભાવચારિત્રનું લિંગ અપુનર્બલકમાં છે. માટે વ્યવહારનય ચારિત્ર પાળનારા એવા અપુનર્બલકમાં પણ માર્ગાનુસારી ક્રિયા સ્વીકારે છે, એ પ્રકારે ગાથા-૨૨ માં કહેલ છે. પરંતુ જેઓ ભગવાનના વચન પ્રત્યેની રુચિથી વિપરીત રુચિવાળા છે તેઓ ભાવથી રહિત છે, અને તેવા ભવાભિનંદી જીવો ચારિત્ર ગ્રહણ કરીને ચારિત્રની ક્રિયા કરતા હોય, તોપણ અપુનબંધકના જેવું ભાવચારિત્રના બીજભૂત માર્ગાનુસારીપણું પણ ભવાભિનંદી જીવોમાં નથી. માટે વ્યવહારનય ભાવચારિત્રરૂપ ગુણના બીજભૂત માર્ગાનુસારીપણાને ગ્રહણ કરીને જેમ અપુનબંધકની ચારિત્રની ક્રિયાને માર્ગાનુસારી ક્રિયા કહે છે, તેમ ભવાભિનંદીની ચારિત્રની ક્રિયાને માર્ગાનુસારી ક્રિયા કહેતો નથી. આ બતાડવા માટે માથાના પૂર્વાર્ધમાં કહ્યું કે ભાવરહિત એવા ભવાભિનંદી જીવોને ઉત્કટરૂપ જેવું લિંગ નથી. એનાથી એ ફલિત થયું કે વ્યવહારનયથી પણ ભવાભિનંદી જીવોને માર્ગાનુસારીપણું નથી.
ગાથા-૨૦/૨૧માં પૂર્વપક્ષીએ શંકા કરેલી કે ચારિત્રીની માર્ગાનુસારી ક્રિયા ભાવચારિત્રનું લિંગ થઈ શકે નહિ; કેમ કે અપુનબંધક પણ તે માર્ગાનુસારી ક્રિયાઓ કરે છે. તેનું સમાધાન ગાથા-૨૨માં ગ્રંથકારે કરેલ કે અપુનબંધકમાં વ્યવહારનયથી માર્ગાનુસારીપણું છે અને ચારિત્રીમાં નિશ્ચયનયથી રત્નત્રયીની પરિણતિરૂપ માનુસારીપણું છે, માટે ચારિત્રીની માર્ગાનુસારી ક્રિયા ભાવચારિત્રનું લિંગ થઈ શકશે.
હવે ચારિત્રાચારની ક્રિયાને ગ્રહણ કરીને અપુનબંધક કરતાં વિલક્ષણ એવી ચારિત્રની ક્રિયા ભાવસાધુમાં છે, અને તે ભાવચારિત્રનું લિંગ છે, તે બતાવવા માટે 'હવા' થી કહે છે–
ભાવચારિત્રનું વિશિષ્ટ લિંગ માર્ગાનુસારી ક્રિયા છે.” આશય એ છે કે ભવાભિનંદી જીવો, અપુનબંધક જીવો અને અનંતાનુબંધી આદિ બાર કષાયના ક્ષયોપશમવાળા ભાવચારિત્રી જીવો, આ ત્રણેય સાધુવેશમાં હોય ત્યારે સાધ્વાચારની ક્રિયાઓ કરતા હોય, તોપણ ભવાભિનંદી જીવોની સાધ્વાચારની ક્રિયા દ્રવ્યથી પણ માર્ગાનુસારી ક્રિયા નથી અર્થાત અપ્રધાનદ્રવ્યક્રિયા છે, અને અપુનબંધક જીવોની ક્રિયા દ્રવ્યથી માર્ગાનુસારી ક્રિયા છે, અને ભાવચારિત્રીની ક્રિયા રત્નત્રયીરૂપ ભાવમાર્ગને અનુસરનારી છે. તેથી ભાવચારિત્રીની ક્રિયા અપુનબંધક જીવો કરતાં વિશિષ્ટ છે, અને તેવી વિશિષ્ટ ક્રિયા ભાવચારિત્રનું લિંગ છે. માટે અપુનબંધક જીવમાં કે ભવાભિનંદી જીવમાં ભાવચારિત્રના લિંગની અતિવ્યામિ નથી.
અહીં વિશેષ એ છે કે ભાવસાધુને આ સંસારનો અત્યંત ભય છે અને ભગવાનના વચનમાં સ્થિરરુચિ છે. તેના કારણે ગુણવાન એવા સંવિગ્ન-ગીતાર્થને જાણીને તેમને પરતંત્ર થયેલા છે અને ગીતાર્થના વચન