________________
ચતિલક્ષણ સમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૮
૩૫
જેવા મુનિઓમાં ભગવાનના વચનની જે સ્થિર રુચિ છે અને તેના કારણે ગુણવાન ગુરુને પરતંત્ર થવાનો જે પરિણામ છે, તે ભાવસમ્યગ્દર્શનનું દિલ છે=કારણ છે, જે દ્રવ્યસમ્યક્ત્વ છે; અને જે જીવોમાં આવા પ્રકારનું દલરૂપ સમ્યકત્વ વિદ્યમાન હોય, તેવા જીવો ગીતાર્થને પરતંત્ર થઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે, અને શાસ્ત્ર ભણીને ગીતાર્થ બને એટલે ભગવાનના વચનનો વિસ્તારથી બોધ થાય છે, ત્યારે તેવા જીવમાં વિસ્તારરુચિ સમ્યગ્દર્શન પેદા થાય છે, જે કાર્યરૂપે પરિણમન પામેલી રુચિ છે, અને તે ભાવસમ્યકત્વ છે.
આનાથી એ ફલિત થયું કે માષતુષ જેવા કેટલાક મુનિઓને દીક્ષા લેતી વખતે સંક્ષેપથી ભગવાનના વચન પ્રત્યે સ્થિર રુચિ હોય છે, તેથી ગીતાર્થને પરતંત્ર થઈને તેઓ રત્નત્રયીમાં યત્ન કરે છે ત્યારે, તેઓમાં મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમજન્ય ભગવાનના વચનની રુચિ છે, તોપણ ભગવાનના વચનનો વિસ્તારથી બોધ નથી, તેથી વિસ્તારરુચિ સમ્યગ્દર્શન નથી. આમ છતાં, તેઓની તે રુચિ વિસ્તારથી રુચિ થવાનું દલ છે=કારણ છે. તેથી વિસ્તારથી રુચિ થવાના દલની વિરક્ષા કરીને સિદ્ધસેનદિવાકરસૂરિએ અગીતાર્થ સાધુને દ્રવ્યસમ્યકત્વ કહેલ છે; અને આ અગીતાર્થ સાધુ ગીતાર્થને નિશ્રિત થઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા ગીતાર્થ બને છે ત્યારે, ભગવાનના વચનના પરમાર્થનો બોધ થવાથી વિસ્તારરુચિ સમ્યકત્વ પ્રગટે છે, જે ભાવસમ્યકત્વ છે. તેથી એ પ્રાપ્ત થયું કે અગીતાર્થ અવસ્થામાં મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમજન્ય કારણરૂપ દ્રવ્યસમ્યગ્દર્શન હોય છે, તે ભગવાનના વચનના પરમાર્થને જાણ્યા પછી વિસ્તારરુચિરૂપે પરિણમન પામે છે, જે પૂર્વની સંક્ષેપરુચિનું કાર્ય છે, તેથી ભાવસમ્યક્ત્વ છે. જેમ દલરૂપ પિંડઅવસ્થાવાળી માટી દ્રવ્યઘટ છે, અને તે માટી ઘટરૂપે પરિણમન પામે છે ત્યારે ભાવઘટ બને છે, તેમ સંયમ લીધું ત્યારે અગીતાર્થને જે દલરૂપ =કારણરૂપ=દ્રવ્યરૂપ ભગવાનના વચનની રુચિ હતી, તે શાસ્ત્રોના પરમાર્થના અવગાહનના કારણે ભાવસમ્યકત્વરૂપે પરિણમન પામે છે.
આનાથી માપતુષઆદિ મુનિઓને દ્રવ્યસમ્યકત્વ છે, માટે તેઓને દ્રવ્યજ્ઞાન છે, તેથી તેઓમાં ભાવચારિત્રનું લિંગ રત્નત્રયીની પરિણતિ ઘટે નહિ, એ પ્રકારનો ગાથા-૨૫માં પૂર્વપક્ષીનો આશય હતો, તેનું નિરાકરણ થાય છે. તે આ રીતે–
માષતુષઆદિ મુનિઓમાં ક્ષયોપશમભાવના સમ્યક્ત્વના કારણભૂત એવું મિથ્યાત્વની મંદતાવાળું અપુનબંધકમાં વર્તતું દ્રવ્યસમ્યકત્વ ગ્રહણ કરીને સિદ્ધસેનદિવાકરસૂરિએ દ્રવ્યસમ્યકત્વ કહેલ નથી, પરંતુ ઓઘરુચિને આશ્રયીને દ્રવ્યસમ્યકત્વ કહેલ છે; જ્યારે અપુનબંધકમાં હજી મિથ્યાત્વ વર્તે છે, તેથી તેઓમાં વાસ્તવિક સમ્યકત્વ નથી, પરંતુ મિથ્યાત્વની મંદતાને કારણે સમ્યકત્વની નજીકની ભૂમિકા છે. તેથી સમ્યક્ત્વના કારણભૂત મિથ્યાત્વની મંદતાજન્ય રુચિમાં સમ્યકત્વનો ઉપચાર કરીને અપુનબંધકને દ્રવ્યસમ્યક્ત્વ શાસ્ત્રકારો સ્વીકારે છે; અને આથી અપુનબંધક જીવો શાસ્ત્ર ભણે છે તોપણ વિપર્યાસને કારણે શાસ્ત્રોનો બોધ તેઓને વિપરીત પણ પરિણમન પામે છે. આમ છતાં મિથ્યાત્વની મંદતા હોવાને કારણે શાસ્ત્રના વચનના બળથી તેઓ ક્રમે કરીને ક્ષયોપશમભાવના સમ્યક્તને પામે છે.
વળી, મોષતુષ જેવા અગીતાર્થ મુનિઓને તો મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમભાવ હોવાને કારણે ભગવાનના વચન પ્રત્યે સ્થિર રુચિ છે, આમ છતાં ઓઘરુચિ હોવાને કારણે દ્રવ્યસમ્યક્ત કહેલ છે,