________________
૩૩
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૭ રત્નત્રયીની પરિણતિરૂપ ભાવચારિત્રનું લિંગ કઈ રીતે સંગત થાય? તેના સમાધાન માટે પ્રસ્તુત ગાથામાં માષતુષઆદિ મુનિઓને દ્રવ્યસમ્યકત્વ કઈ અપેક્ષાએ કહેલું છે, તે સ્પષ્ટ કરે છે – ગાથા -
संखेवाविक्खाए, रुइरूवे दंसणे य दव्वत्तं । भन्नइ जेणुवगिज्जइ, अयाणमाणे वि सम्मत्तं ॥२७॥ संक्षेपापेक्षया रुचिरूपे दर्शने च द्रव्यत्वम् ।
भण्यते येनोपगीयत अजानतामपि सम्यक्त्वम् ॥२७॥ ગાથાર્થ :
અને રુચિરૂપ દર્શનમાં સંક્ષેપની અપેક્ષાથી દ્રવ્યપણું કહેવાય છે, જે કારણથી અજાણતામાં પણ નવતત્ત્વના બોધ વગરના જીવોમાં પણ, સમ્યકત્વ શાસ્ત્રમાં કહેવાય છે. રoll ભાવાર્થ :
માષતુષઆદિ મુનિઓને ઓઘથી ભગવાનના વચન પ્રત્યેની સ્થિર રુચિ છે, અને તે અઘરુચિ દ્રવ્યસમ્યગ્દર્શન છે, એ પ્રકારે “સન્મતિતર્કમાં જે કહેલ છે, તે સંક્ષેપની અપેક્ષાથી કહેલ છે. તેમાં યુક્તિ આપે છે કે જે કારણથી શાસ્ત્રમાં નવતત્ત્વના નહિ જાણનારને પણ સમ્યકત્વ હોય છે, તેમ કહેવાયેલું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે માલતુષમુનિમાં દર્શનમોહનીયનો ક્ષયોપશમભાવ છે, તોપણ ગીતાર્થ સાધુને જે રીતે વિસ્તારરુચિ સમ્યગ્દર્શન છે તેવું વિસ્તારરુચિ સમ્યગ્દર્શન માપતુષમુનિમાં નથી; પણ “આ સંસારથી તરવાનો ઉપાય એકમાત્ર સર્વજ્ઞનું વચન છે, અન્ય કોઈનું નહિ; અને તેના માટે ગીતાર્થને પરતંત્ર થઈને મારે સાધના કરવી જોઈએ, જેથી હું આ સંસારથી પાર પામું.” આ પ્રકારની જિનવચનની સંક્ષેપરુચિ દર્શનમોહનીયના ક્ષયોપશમભાવથી માપતુષઆદિ મુનિઓને થયેલ છે. તેથી વિસ્તારરુચિના અભાવે તેઓના સમ્યગ્દર્શનને દ્રવ્યસમ્યગ્દર્શન કર્યું છે. તેનાથી એમ નથી કહેવું કે તેમનામાં સમ્યગ્દર્શન પ્રગટ્યું નથી, પરંતુ વિસ્તારરુચિરૂપ ભાવસભ્યત્વના કારણભૂત એવું દ્રવ્યસમ્યગ્દર્શન છે; માટે ભાવથી રત્નત્રયીની પરિણતિરૂપ માર્ગાનુસારીપણું માપતુષઆદિ મુનિઓમાં છે.
અહીં વિશેષ એ છે કે અપુનબંધક જીવો સંયમ ગ્રહણ કરે છે ત્યારે તેમને સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવે છે, ત્યારે તેમનામાં દર્શનમોહનીયનો ક્ષયોપશમભાવ નથી, તોપણ ક્ષયોપશમભાવના સમ્યક્ત્વના કારણભૂત મિથ્યાત્વની મંદતાથી થયેલ રુચિ છે તેથી ક્ષયોપશમભાવનું સમ્યક્ત્વ નહિ હોવા છતાં તેના કારણભૂત દ્રવ્યસમ્યકત્વ અપુનબંધકમાં છે; અને માપતુષમુનિમાં તો દર્શનમોહનીયનો ક્ષયોપશમભાવ વે છે, તેથી ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે, તોપણ તેઓ ગીતાર્થ નહિ હોવાથી વિસ્તારરુચિ સમ્યગ્દર્શન નહિ હોવાના કારણે માપતુષમુનિમાં દ્રવ્યસમ્યત્વ કહેલ છે.
માષતુષમુનિમાં દર્શનમોહનીયનો ક્ષયોપશમ છે, તેની પુષ્ટિ કરવા અર્થે નવતત્ત્વની ગાથા-૫૧ની સાક્ષી આપે છેગયા માળે' એ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે વિસ્તારથી નવતત્ત્વનો બોધ તો ગીતાર્થને હોય છે, પણ જેઓ ગીતાર્થ નથી, જેઓ નવતત્ત્વને ભણ્યા હોય તોપણ પરમાર્થથી