________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૨૫
પરિણામરૂપ માર્ગાનુસારીપણું છે. ત્યાં કોઈને શંકા થાય કે શાસ્ત્રકારોએ માષતુષ જેવા મુનિઓને દ્રવ્યસમ્યગ્દર્શન કહેલ છે. તેથી તેઓમાં જેમ સમ્યગ્દર્શન દ્રવ્યથી છે તેમ જ્ઞાન પણ દ્રવ્યથી છે. માટે રત્નત્રયીની પરિણતિ તેઓમાં છે, તેમ કઈ રીતે માની શકાય ? તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે —
ગાથા :
तेसिं पि दव्वनाणं, ण य रुइमित्ताओ दव्वदंसणओ । गीयत्थणिसिआणं, चरणाभावप्पसंगाओ ॥ २५ ॥ तेषामपि द्रव्यज्ञानं न च रुचिमात्रात् द्रव्यदर्शनतः । गीतार्थनिश्रितानां चरणाभावप्रसङ्गात् ॥२५॥
૩૧
ગાથાર્થ :
અને રુચિમાત્રરૂપ દ્રવ્યસમ્યગ્દર્શન હોવાને કારણે તેઓને=માષતુષઆદિ મુનિઓને દ્રવ્યજ્ઞાન જ છે એમ ન કહેવું; કેમ કે ગીતાર્થનિશ્રિત એવા માષતુષઆદિને ચારિત્રનો અભાવ માનવાનો પ્રસંગ આવે. ॥૫॥
* ‘તેસિ પિ' માં ‘વિ' શબ્દ વ કાર અર્થમાં છે અને ભિન્ન ક્રમમાં છે. તેથી તેનો સંબંધ ‘ત્ત્વનામાં' પછી છે.
ભાવાર્થ :
‘સન્મતિતર્ક’ગ્રંથમાં પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિએ સ્વ-પરદર્શનના વેત્તા એવા ગીતાર્થ સાધુને ભાવસમ્યગ્દર્શન કહેલ છે, અને તે ભાવસમ્યક્ત્વ વિસ્તારરુચિ સમ્યગ્દર્શન છે; અને જે સાધુઓ ગીતાર્થ નથી પરંતુ ગીતાર્થને નિશ્રિત રહીને સાધના કરે છે, અને ઓધથી ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા છે, તેઓને દ્રવ્યસમ્યગ્દર્શન કહેલ છે, અને તે દ્રવ્યસમ્યક્ત્વ ઓઘરુચિ સમ્યગ્દર્શન છે. તે પ્રમાણે માષતુષમુનિ ગીતાર્થ ન હતા પરંતુ તેઓને ‘તમેવ સö નિસંખ્’ ઇત્યાદિરૂપ ભગવાનના વચન પ્રત્યે ઓઘરુચિરૂપ દ્રવ્યસમ્યગ્દર્શન હતું. તેથી પૂર્વપક્ષી કહે છે કે સિદ્ધસેનદિવાકરસૂરિના કથન પ્રમાણે માષતુષમુનિને દ્રવ્યસમ્યગ્દર્શન છે, તેમ તેઓને જે જ્ઞાન છે તે પણ દ્રવ્યસમ્યજ્ઞાન છે. માટે માષતુષમુનિમાં સમ્યગ્નાન અને સમ્યગ્દર્શન ૫૨માર્થથી નથી, પરંતુ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનું કારણ એવું દ્રવ્યસમ્યજ્ઞાન અને દ્રવ્યસમ્યગ્દર્શન છે. તેથી માષતુષમુનિમાં રત્નત્રયીની પરિણતિરૂપ ભાવચારિત્રનું લિંગ ઘટે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જો માતૃષમુનિમાં ભાવચારિત્રરૂપ રત્નત્રયીની પરિણતિ નથી તેમ સ્વીકારવામાં આવે તો ગીતાર્થનિશ્રિત સાધુઓને ચારિત્રનો અભાવ માનવાનો પ્રસંગ આવે; કેમ કે જે સાધુમાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય નહિ તેમનામાં ચારિત્ર પણ હોય નહિ.
આશય એ છે કે શાસ્ત્રમર્યાદા પ્રમાણે પ્રથમ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન આવે છે, ત્યારપછી સમ્યક્ચારિત્ર આવે છે. હવે જો માષતુષમુનિમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નથી તેમ માનીએ તો ચારિત્ર પણ નથી તેમ માનવું પડે; અને તેમ સ્વીકારીએ તો જે સાધુ ગીતાર્થનિશ્રિત હોય તેઓમાં પણ