________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૨૫-૨૬-૨૭
ચારિત્ર નથી તેમ માનવાનો પ્રસંગ આવે, જે શાસ્ત્રદષ્ટિથી ઇષ્ટ નથી, અને તેની સ્પષ્ટતા ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં કરે છે. ૨૫॥
૩૨
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે માષતુષમુનિને દ્રવ્યસમ્યજ્ઞાન અને દ્રવ્યસમ્યગ્દર્શન છે, માટે રત્નત્રયીની પરિણતિ નથી, તેમ માનીએ તો, ગીતાર્થનિશ્રિત સાધુને ચારિત્રના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. અહીં પૂર્વપક્ષી કહે કે ગીતાર્થનિશ્રિત સાધુને ચારિત્ર ન માનીએ તો શું વાંધો ? તેથી કહે છે
ગાથા :
दुविहो पुणो विहारो, भावचरित्तीण भगवया भणिओ । एगो गीयत्थाणं, बितिओ तण्णिस्सिआणं च ॥ २६ ॥ द्विविधः पुनर्विहारो भावचारित्रिणां भगवता भणितः । एको गीतार्थानां द्वितीयस्तन्निश्रितानां च ॥२६॥
-
ગાથાર્થ ઃ
ભગવાન વડે વળી ભાવચારિત્રીઓનો વિહાર=સંયમયોગમાં વિહરણ, બે પ્રકારનો કહેવાયો છે. ગીતાર્થોનો એક-એક વિહાર અને તેમના નિશ્રિતોનો ગીતાર્થનિશ્રિતોનો, બીજો=બીજો વિહાર. II૨૬ા
ભાવાર્થ :
ભગવાને ભાવચારિત્રીની સંયમની આચરણા બે પ્રકારની કહી છે. જે સાધુઓ સ્વદર્શન-પરદર્શન ભણીને ઉચિત સ્થાને ઉચિત શાસ્ત્રવચનોને જોડી શકે તેવી નિપુણ પ્રજ્ઞાવાળા છે, તેઓ ગીતાર્થ છે; અને તેવા ગીતાર્થો જે માર્ગાનુસારી ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે ભાવચારિત્રીનો એક પ્રકારનો વિહાર
વળી, કેટલાક સાધુ તેવી સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા નથી, તોપણ તેઓ ગીતાર્થ સાધુને ઓળખી શકે તેવા છે, અને તેમના વચનના નિયંત્રણ નીચે ઉચિત પ્રવૃત્તિ કરીને ભાવચારિત્રની પરિણતિ પ્રગટ કરી શકે તેવી પ્રજ્ઞાવાળા છે, તે ભાવચારિત્રીનો બીજા પ્રકારનો વિહાર છે.
તે બન્નેની સંયમની ઉચિત આચરણાને ભાવચારિત્રની આચરણારૂપે ભગવાને કહેલ છે. તેથી ગીતાર્થનિશ્રિત સાધુઓને પણ ભાવચારિત્ર છે તેમ માનવું જોઈએ; અને તેમ સ્વીકારીએ તો ગીતાર્થનિશ્રિત માષતુષઆદિ મુનિઓને પણ રત્નત્રયીની પરિણતિરૂપ માર્ગાનુસારીપણું છે તેમ માનવું જોઈએ. માટે ગાથા૨૫માં પૂર્વપક્ષીએ કહેલ કે માષતુષમુનિને દ્રવ્યસમ્યજ્ઞાન અને દ્રવ્યસમ્યગ્દર્શન છે માટે ભાવચારિત્રનું લિંગ નથી, તેનું નિરાકરણ થાય છે.॥૨૬॥
અવતરણિકા :
ગાથા-૨૬માં ભાવચારિત્રીનો બે પ્રકારનો વિહાર બતાવીને માષતુષઆદિ મુનિઓમાં રત્નત્રયીની પરિણતિરૂપ માર્ગાનુસારીપણું છે તેમ સ્થાપન કર્યું. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે ‘સન્મતિર્ક’ ગ્રંથમાં માષતુષઆદિ મુનિઓમાં દ્રવ્યસમ્યગ્દર્શન કહેલ છે. તેથી તેમનામાં ભાવસમ્યગ્દર્શન નથી, તો પછી