________________
૨૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા ઃ ૨૩-૨૪
ગાથા :
नाणाइविसेसजुअं, ण य तं लिंगं तु भावचरणस्स । तयभावे तब्भावा, मासतुसाईण जं भणियं ॥२३॥ ज्ञानादिविशेषयुतं न च तल्लिङ्गं तु भावचरणस्य ।
तदभावे तद्भावान्माषतुषादीनां यद् भणितम् ॥२३॥ ગાથાર્થ :
અને જ્ઞાનાદિવિશેષયુક્ત જ તે માર્ગાનુસારીપણું, ભાવચારિત્રનું લિંગ નથી; કેમ કે માલતુષ આદિને તેના અભાવમાં જ્ઞાનાદિવિશેષના અભાવમાં, તેનો ભાવ છે=ભાવચારિત્રના લિંગનો સદ્ભાવ છે, જે કારણથી કહેવાયું છે : (જે આગળનાં શ્લોકમાં બતાવે છે.) ર૩
* અહીં “જ્ઞાનારિ' માં “મતિ' પદથી દર્શનનું ગ્રહણ કરવાનું છે. * “તુ' શબ્દ “વ' કારના અર્થમાં છે અને તેનું યોજન “નાવિલેસનુi' પછી છે. * “' શબ્દ “' અર્થમાં છે અને તેનો પૂર્વગાથા સાથે સંબંધ છે.
ભાવાર્થ :- માષતુષઆદિમાં ભાવચારિત્રના લિંગના સ્વીકારની યુતિ ઃ
પૂર્વગાથામાં સ્થાપન કર્યું એ રીતે નિશ્ચયનયથી જ્ઞાનાદિયુક્ત માર્ગાનુસારીપણું ભાવચારિત્રનું લિંગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે સાધુમાં વિશેષ શ્રુતજ્ઞાન છે, ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા છે અને ભગવાનના વચન અનુસાર ઉચિત આચરણાથી યુક્ત ચારિત્રની પરિણતિ છે, તે સાધુમાં ભાવચારિત્રના લિંગરૂપ જ્ઞાનાદિયુક્ત માર્ગાનુસારીપણું છે. તેથી સામાન્ય રીતે એમ જણાય કે જે સાધુ ગીતાર્થ હોય અને તેના કારણે ભગવાનના વચનની વિશેષ રુચિ હોય અને ભગવાનના વચનને પરિપૂર્ણ પરતંત્ર થઈને ચારિત્રમાં યત્ન કરતા હોય, તે સાધુમાં માર્ગાનુસારી ભાવ છે. માટે ભાવચારિત્રના લિંગરૂપ માર્ગાનુસારી ભાવ જ્ઞાનાદિવિશેષયુક્ત જ હોઈ શકે; કેમ કે વિશેષ જ્ઞાન કે વિશેષ રુચિ વગર આગમને પરતંત્ર થવું અશક્ય છે, એમ પૂર્વપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જ્ઞાનાદિવિશેષ હોય તો જ આગમને પરતંત્ર થઈ શકે તેવી નિયત વ્યાપ્તિ નથી; કેમ કે માતુષ જેવા મંદબુદ્ધિવાળા સાધુઓમાં જ્ઞાનાદિવિશેષ નહિ હોવા છતાં ભાવચારિત્રના લિંગરૂપ માર્ગાનુસારીભાવનો સદ્ભાવ છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે જેની પાસે વિશેષ જ્ઞાનાદિની શક્તિ નથી તેવા મંદબુદ્ધિવાળા માષતુષ આદિમાં ભાવચારિત્રના લિંગભૂત માર્ગાનુસારીપણું છે તેનું પ્રમાણ શું? તેથી કહે છે - જે કારણથી કહેવાયું છે અર્થાત્ જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે, તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ર૩
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે માષતુષઆદિ મુનિઓને જ્ઞાનાદિવિશેષના અભાવમાં પણ ભાવચારિત્રના લિંગનો સદ્ભાવ છે, અને ત્યાં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે તે હવે પ્રસ્તુત ગાથામાં કહે છે –