________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૨-૨૩
૨૭
આશય એ છે કે સંયમધારી અપુનબંધક જીવ પણ સંયમની ક્રિયાઓ શાસ્ત્રાનુસારી કરતા હોય, તોપણ તે ક્રિયાઓ સાક્ષાત્ રત્નત્રયીને પ્રગટ કરતી નથી, પરંતુ મિથ્યાત્વની મંદતા હોવાને કારણે તે ક્રિયાઓ મિથ્યાત્વનો નાશ કરીને સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ બને છે, અને ક્રમે કરીને ચારિત્રનું પણ કારણ બને છે; તેથી વ્યવહારનય અપુનબંધક જીવની સંયમની ક્રિયાને માર્ગાનુસારી ક્રિયા કહે છે. વળી, અપુનબંધક જીવના ચિત્તના અવક્રગમનને પણ વ્યવહારનય માર્ગાનુસારી ભાવ કહે છે; કેમ કે તત્ત્વની પ્રાપ્તિ કરવાને અનુકૂળ એવા તેના ચિત્તનું અવક્રગમન છે. જોકે આ ચિત્તનું અવક્રગમન રત્નત્રયીની પ્રાપ્તિનું સાક્ષાત્ કારણ નથી પણ તત્ત્વની પ્રાપ્તિ કરાવીને પરંપરાએ રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ છે. તેથી ભાવમાર્ગાનુ-સારીભાવરૂપ ચિત્તના અવક્રગમનનું કારણ એવું અપુનબંધકનું ચિત્તનું અવક્રગમન છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અપુનબંધકના ચિત્તના અવક્રગમનને પણ વ્યવહારનય માર્ગાનુસારીભાવ કહે છે. માટે અપુનબંધકની ચારિત્રની ક્રિયા પણ દ્રવ્યમાર્ગાનુસારી છે અને અપુનબંધકનું ચિત્તનું અવક્રગમન પણ દ્રવ્યમાર્ગાનુસારી છે અર્થાત્ અપુનબંધક જીવની ચારિત્રની ક્રિયા પ્રધાનદ્રવ્યક્રિયા છે અને તેનું ચિત્તનું અવક્રગમન સમ્યકત્વની પ્રાપ્તિના કારણરૂપ એવા ચિત્તના અવક્રગમનરૂપ છે.
વળી, નિશ્ચયનય રત્નત્રયીની પરિણતિને માર્ગાનુસારી ભાવ કહે છે, અને જે સાધુઓ મોક્ષમાર્ગમાં સુદઢ યત્ન કરીને રત્નત્રયીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તેવા સાધુની ક્રિયાને માર્ગાનુસારી ક્રિયા કહે છે.
પ્રસ્તુત ગ્રંથમાં યતિનું લક્ષણ બતાવવું છે અને યતિ હંમેશાં રત્નત્રયીની પરિણતિવાળા જ હોય. તેથી નિશ્ચયનયને માન્ય એવી રત્નત્રયીની વૃદ્ધિના કારણરૂપ એવી ક્રિયાને જે સાધુ કરતા હોય, તે ક્રિયાને માર્ગાનુસારી ક્રિયારૂપે આ ગ્રંથમાં ગ્રહણ કરેલ છે. વળી, ગાથા-૧૫માં જે સ્વારસિક પરિણામરૂપ માર્ગ બતાવ્યો તે પરિણામ પણ ગુરુપરતંત્ર એવા માણતુષ આદિ મુનિઓમાં વર્તતા રત્નત્રયીના પરિણામરૂપ ગ્રહણ કરેલ છે. તેથી અપુનબંધક જીવમાં વર્તતો માર્ગાનુસારીભાવ એ દ્રવ્યમાર્ગાનુસારીભાવ છે અને થતિમાં વર્તતો માર્ગાનુસારીભાવ એ રત્નત્રયીની પરિણતિરૂપ ભાવમાર્ગાનુસારીભાવ છે. માટે “નનું' થી પૂર્વપક્ષીએ ગાથા-૨૦/૨૧માં કહ્યું કે માર્ગાનુસારી ક્રિયા કે માર્ગાનુસારી ભાવ અપુનબંધકમાં પણ છે, માટે ભાવચારિત્રનું લિંગ માર્ગાનુસારી ક્રિયા થઈ શકે નહિ, તેનું આનાથી નિરાકરણ થઈ જાય છે. રેરા
અવતરણિકા :
ગાથા-૨૦ થી ૨૨ સુધીમાં સ્થાપન કર્યું કે અપુનબંધક જીવો સંયમ ગ્રહણ કરીને ચારિત્રાચારની ક્રિયામાં યત્ન કરતા હોય તો પણ તેમને વ્યવહારનયથી માર્ગાનુસારીપણું છે, જે દ્રવ્યમાર્ગાનુસારીપણું છે; અને જે ભાવસાધુ આગમને પરતંત્ર થઈને રત્નત્રયીમાં યત્ન કરતા હોય, તેવા સાધુને નિશ્ચયનયથી જ્ઞાનાદિયુક્ત માર્ગાનુસારીપણું છે, જે ભાવચારિત્રનું લિંગ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે આગમને પરતંત્ર થઈને રત્નત્રયીમાં યત્ન કરી શકે તેવું ભાવમાર્ગાનુસારીપણું જ્ઞાનાદિવિશેષ હોય તો થઈ શકે, પરંતુ માષતુષ જેવા અલ્પબોધવાળા સાધુને તેવું માર્ગાનુસારીપણું થઈ શકે નહિ. તેના નિરાકરણ માટે કહે છે –