________________
PM
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯-૨૦-૨૧ સુવર્ણ જેવો ઉત્તમ યોગનો પરિણામ આત્મામાં સંસ્કારરૂપે જીવંત હતો; તેથી નિમિત્ત પામીને જેવો વૈરાગ્યનો ઉપયોગ ઉલ્લસિત થયો કે તરત તે યોગના સંસ્કાર જાગૃત થયા, તેથી સંયમ ગ્રહણ કરીને રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ ક્રિયાઓ થવા લાગી અને અલ્પકાળમાં ક્ષાયિકભાવની રત્નત્રયી પ્રગટ થઈ. આ રીતે મોક્ષને અનુકૂળ પરિણામની નિષ્પત્તિ થાય તેવી રીતે કરાયેલી ક્રિયાઓ નાશ થાય તોપણ તે ક્રિયાઓથી પેદા થયેલા યોગના ઉત્તમ ભાવો નાશ પામતા નથી, એ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું હાર્દ છે. ll૧૯.
અવતરણિકા :
ગાથા-૩માં કહેલ કે માર્ગાનુસારી ક્રિયા યતિનું લક્ષણ છે અને ત્યારપછી માર્ગાનુસારી ક્રિયાનું લક્ષણ ગાથા-પમાં બતાવ્યું, અને તે માર્ગ, (૧) આગમઅનુસારી આચરણારૂપ અને (૨) સંવિગ્ન બહુજન આચરિત આચરણારૂપ બે પ્રકારનો છે તેમ ગાથા-૬માં બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થયું કે ઉભયને અનુસરનારી એવી જે ક્રિયા તે માર્ગાનુસારી ક્રિયા છે. હવે તેને સામે રાખીને બનવું' થી શંકા કરે છે –
ગાથા :
नणु भावचरणलिंगं, कह मग्गणुसारिणी भवे किरिया । जं अपुणबंधगाणं, दव्वजईणं पि सा इट्ठा ॥२०॥ ननु भावचरणलिङ्ग कथं मार्गानुसारिणी भवेत्क्रिया ।
यदपुनर्बन्धकानां द्रव्ययतीनामपि सा इष्टा ॥२०॥ ગાથાર્થ :
માગનુસારી ક્રિયા ચારિત્રનું લિંગ કઈ રીતે થઈ શકે? અથર્ થઈ શકે નહિ, જે કારણથી અપુનર્વધક એવા દ્રવ્યયતિઓને પણ તે માગનુસારી ક્રિયા ઈષ્ટ છે. ll૨માં ભાવાર્થ :
નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે શાસ્ત્રમાં બતાવેલ અને સંવિગ્નબહુજનથી આચરાયેલ એવી માર્ગાનુસારીક્રિયા જેમ ચારિત્રી કરે છે તેમ સાધુનો વેશ લીધો હોય એવા અપુનબંધક જીવ પણ કરે છે. તેથી બાહ્ય આચરણારૂપે સુસાધુની માર્ગાનુસારીક્રિયા જેવી બાહ્ય આચરણા દ્રવ્યયતિ એવા અપુર્નબંધક જીવો પણ કરે છે. માટે માર્ગાનુસારી ક્રિયા ભાવચારિત્રીનું લિંગ કહી શકાય નહિ. આ પ્રકારનો શંકાકારનો આશય છે. ૨oll.
અવતરણિકા :
ગાથા-૧૫માં ગ્રંથકારે માર્ગનું લક્ષણ પરિણામને આશ્રયીને કર્યું કે ઉત્તમ ગુણની પ્રાપ્તિમાં સમર્થ ભુજંગનલિકાના આયામ સમાન સ્વારસિક પરિણામ તે માર્ગ છે, અને તેના પરિણામવાળા સાધુ માર્ગાનુસારી ભાવવાળા છે. તેને સામે રાખીને પૂર્વપક્ષી શંકા કરે છે –