________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૮-૧૯
વળી, ગુણવાન ગુરુના યોગનું ફળ યોગમાર્ગના ઉપદેશની પ્રાપ્તિ છે; કેમ કે ગુણવાન ગુરુ આવા યોગ્ય જીવોને તેમની ભૂમિકા પ્રમાણે ઉચિત યોગમાર્ગ બતાવે છે; અને તેવા યોગ્ય જીવોને તે ઉપદેશ પણ સમ્યક્ પરિણમન પામે છે, જેથી પોતાની ભૂમિકા પ્રમાણે અપ્રમાદ કરીને ઉપર ઉપરના યોગમાર્ગમાં તેઓ યત્ન કરી શકે છે. આવા જીવોમાં ગુણવાનના યોગનું ફળ અવંચક છે, તે ફળાવંચકયોગ છે.
આનાથી એ ફલિત થાય કે જે જીવોનો અસદ્ગહ ચાલ્યો ગયો છે અને જેમને યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક યોગ પ્રાપ્ત થયા છે, તેવા ધન્ય જીવોમાં કુશલના અનુબંધથી યુક્ત માર્ગાનુસારીપણું છે અર્થાત્ જે જીવોને માત્ર શ્રુતમાં અભિનિવેશ છે અને શ્રુત અનુસાર ઉચિત ક્રિયાઓ કરવામાં અભિનિવેશ છે, તેવા યોગ્ય જીવોને, જ્યારે ગુણવાન ગુરુનો યોગ થાય છે, ત્યારે ત્રણે અવંચક યોગો પ્રગટ થાય છે. તેથી તેવા યોગ્ય જીવો ગુણવાનને પરતંત્ર થઈને માર્ગાનુસારી ઉચિત ક્રિયાઓ કરે છે, જે કુશલ અનુબંધથી યુક્ત માર્ગાનુસારી ભાવ છે. ll૧૮
અવતરણિકા :
ગાથા-૧૮માં રત્નત્રયીની પ્રાપ્તિરૂપ માર્ગાનુસારીપણાના લક્ષણને સામે રાખીને માર્ગાનુસારીપણાનું સ્વરૂપ બતાવ્યું. હવે તે માર્ગાનુસારીભાવને બૌદ્ધદર્શન પણ સુવર્ણઘટ જેવો કહે છે, તેને સામે રાખીને તે માર્ગાનુસારીપણાનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
एयंमि नाणफलओ, हेमघडसमा मया परेहिपि । किरिया जं भग्गा वि हु, एसा मुंचइ ण तब्भावं ॥१९॥ एतस्मिन् ज्ञानफलतः हेमघटसमा मता परैरपि ।
क्रिया यद् भग्नापि खल्वेषा मुञ्चति न तद्भावम् ॥१९॥ ગાથાર્થ :
આમાં માગનુસારીપણામાં, જ્ઞાનનું ફળ હોવાથી બીજા વડે પણ તેને સુવર્ણઘટ જેવી ક્રિયા કહેવાય છે, જે કારણથી ભગ્ન થયેલી પણ આ ક્રિયા, તદ્ભાવને સુવર્ણભાવને, છોડતી નથી. II૧લી
* “પરેટિં' માં “પિ' થી એ કહેવું છે કે જૈનદર્શનને તો આ માર્ગાનુસારી ક્રિયા સુવર્ણઘટ જેવી માન્ય છે પણ પર એવા બૌદ્ધદર્શન વડે પણ આ માર્ગાનુસારી ક્રિયા સુવર્ણઘટ જેવી કહેવાય છે.
* “મના વિ' માં વિ'=શબ્દ “પિ' અર્થમાં છે અને એનાથી એ કહેવું છે કે આ માર્ગાનુસારી ક્રિયાઓ ભગ્ન ન થાય તો તો સુવર્ણભાવ છોડતી નથી પણ ભગ્ન થાય તો પણ સુવર્ણભાવને છોડતી નથી.
* 'દુ' શબ્દ વાક્યાલંકારમાં છે. ભાવાર્થ :- માગનુસારી ભાવમાં સાધુની સુવર્ણઘટ તુલ્ય ક્રિયા :
માતુષ જેવા કેટલાક મુનિઓમાં રત્નત્રયીને અનુસરનારો સ્વારસિક પરિણામ વર્તે છે જે માર્ગાનુસારી ભાવરૂપ છે, અને તેવા જીવો ગુણવાન એવા ગુરુને ગુણવાનરૂપે ઓળખીને તેમને પરતંત્ર થાય છે,