________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭
અહીં ‘નમ્' નો અન્વયે પૂર્વગાથા સાથે આ રીતે છે - જે કારણથી આવા સાધુઓને અનાભોગથી પણ માર્ગમાં ગમન કહેવાયેલું છે, તે કારણથી જ્ઞાનના વિરહમાં પણ ગુરુપરતંત્રમતિવાળા સાધુઓનું માર્ગાનુસારીપણું યુક્ત છે. ભાવાર્થ :
સદં=સારો અંધ=જે અંધને કોઈ સારી આંખવાળો પુરુષ રોજ માર્ગ ઉપરથી લઈ જઈને ઉચિત સ્થાને પહોંચાડતો હોય, અને તેના બળથી તે માર્ગની દિશા પકડી શકે તેવા અભ્યાસવાળો હોય, તે સદંધ છે; અને જે આંધળા એવા હોય કે કોઈના દોરવાથી તે માર્ગ ઉપરથી રોજ જતા-આવતા હોય તોપણ અન્યના આલંબન વગર સ્વયં જઈ શકે તેવો ક્ષયોપશમ ન થયો હોય, તો તેવા અંધ સબંધ નથી.
જેમ સબંધ પુરુષ એક નગરથી બીજા નગરે સામાન્યથી કોઈકની સહાયથી જતા હોય, અને રોજના ગમનના અભ્યાસથી ક્યારેક કોઈની સહાય વગર તે નગરે જવા નીકળે ત્યારે, ક્યા કયા સ્થાને તે રસ્તો તે નગર તરફ વળે છે તેવું ચક્ષુથી નહિ દેખાતું હોવા છતાં, રોજના અભ્યાસની પટુતાના કારણે તે તે દિશામાં વળાંક લઈને પણ નિશ્ચિત સ્થાને પહોંચી જાય છે; તેમ જે સાધુઓમાં રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ સ્વારસિક પરિણામ ઉત્પન્ન થયો છે તેવા માતુષ જેવા મુનિઓ, ગુણવાન ગુરુને પરતંત્ર થઈને રોજ રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ મન, વચન, કાયાના યોગો પ્રવર્તાવતા હોય છે; આમ છતાં, જ્યારે ગુરુ અન્ય કોઈ પ્રવૃત્તિમાં હોય અને ગુરુએ બતાવેલી દિશામાં તેઓ યત્ન કરતા હોય ત્યારે, વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાના કારણે ગુરુના ઉપદેશ વિના સૂક્ષ્મ દિશામાં જવા માટેનો અનાભોગ વર્તતો હોય તોપણ, સદંધ ન્યાયના દષ્ટાંતથી ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ થયા કરે અને કષાયો ક્ષીણ ક્ષીણતર થયા કરે તેવો યત્ન ક્રિયામાં પ્રવર્તતો હોય છે, તેથી તેઓનું માર્ગગમન ચાલતું હોય છે; ફક્ત જ્યારે ગુરુના ઉપદેશથી સૂક્ષ્મ દિશામાં યત્ન પ્રવર્તતો હોય ત્યારે એવું માર્ગગમન છે, તેવું માર્ગગમન અનાભોગ હોય ત્યારે નહિ હોવા છતાં, રોજના અભ્યાસના બળથી મોક્ષમાર્ગને અનુકૂળ એવી રત્નત્રયીની વૃદ્ધિમાં તેમનો યત્ન વર્તતો હોય છે. જેમ સબંધ પુરુષ રોજના અભ્યાસના બળથી નગરની દિશાને છોડીને અન્ય દિશામાં જતો નથી, તેમ શાસ્ત્રનો સૂક્ષ્મબોધ નહિ હોવાથી સદંધ જેવા મોષતુષ આદિ મુનિઓ પણ, જ્યારે અનાભોગના કારણે તેવો સૂક્ષ્મ ઉપયોગ પ્રવર્તાવી શકતા ન હોય તોપણ, રોજના ગુરુના વચનના બળથી કરાતા અભ્યાસના બળથી, તેમની મન-વચન-કાયાની ક્રિયા મોક્ષમાર્ગ તરફ પ્રવર્તાવી શકે છે.
જેમ કોઈ સુઅભ્યસ્ત ચિત્રકાર ચિત્ર કરતી વખતે વચ્ચે વચ્ચે અનાભોગ હોય તોપણ રોજના અભ્યાસના બળથી સારી રીતે ચિત્ર કરી શકે છે, અને કોઈક વિશિષ્ટ માર્ગદર્શક હોય તો તેના વચનનું અવલંબન લઈને પૂર્વ કરતાં પણ વિશેષ રમ્ય ચિત્ર બનાવી શકે છે; તેમ માલતુષ જેવા મુનિઓ ગુરુના અવલંબનકાળમાં આભોગથી પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ તેના અભાવમાં પણ ગુરુએ બતાવેલી દિશાનો બોધ સ્પષ્ટ પકડાયેલો હોય તેના બળથી, આભોગપૂર્વક માર્ગમાં સુદઢ યત્ન કરતા હોય છે ત્યારે, વિશેષ પ્રકારથી યોગમાર્ગમાં પ્રવૃત્ત થતા હોય છે; પરંતુ તેવો સૂક્ષ્મ આભોગ ન પ્રવર્તતો હોય ત્યારે અનાભોગથી પણ રોજના અભ્યાસના બળથી રત્નત્રયીની વૃદ્ધિને અનુરૂપ યત્ન કરતા હોય છે, એ પ્રમાણે અધ્યાત્મચિંતકો વડે કહેવાયું છે.