________________
તિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૭-૧૮
અહીં અધ્યાત્મચિંતકો વડે કહેવાયું છે એમ કહીને એ બતાવવું છે કે અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ જાણનારાઓ, અધ્યાત્મકાળમાં જીવની કેવી મનોવૃત્તિ હોય છે તે જોઈ શકે છે, અને તેઓ સ્વઅભ્યાસના બળથી પોતે પણ નિર્ણય કરી શકે છે કે જ્યારે જ્યારે ઉપયોગપૂર્વક પોતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તો યોગની વૃદ્ધિ થાય છે, પરંતુ ક્વચિત્ તેવો જ્વલંત ઉપયોગ ન પ્રવર્તતો હોય તોપણ રોજના અભ્યાસના કારણે પોતાની અધ્યાત્મની ક્રિયાઓ અધ્યાત્મની વૃદ્ધિનું કારણ બને છે. તે પ્રમાણે માષતુષ જેવા મુનિઓ પણ જ્યારે અનાભોગવાળા હોય છે ત્યારે પણ તેઓ માર્ગમાં જાય છે, તેમ અધ્યાત્મચિંતકો જોઈ શકે છે. તેથી અધ્યાત્મચિંતકો કહે છે કે આવા જીવોનું અનાભોગથી પણ સદંધન્યાયથી માર્ગગમન છે. ૧૭ના
અવતરણિકા :
ગાથા-૧૫માં માર્ગાનુસારી ભાવ કેવો છે તે બતાવ્યું. આ માર્ગાનુસારી ભાવ વિશેષ જ્ઞાન ન હોય તોપણ ગુરુને પરતંત્ર એવા માષતુષ આદિ મુનિઓને સંગત છે તે વાત ગાથા-૧૬માં બતાવી. આવો માર્ગાનુસારી ભાવ વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં તેઓમાં કેમ સંભવે ? તે યુક્તિથી ગાથા-૧૭માં બતાવ્યું. હવે આવો માર્ગાનુસારી ભાવ ક્યારે પ્રગટ થઈ શકે તે બતાવવા માટે કહે છે
ગાથા ઃ
लद्धेऽवंचकजोए, गलिए अ असग्गहंमि भवमूले । कुसलाणुबंधजुत्तं, एअं धन्नाण संभवइ ॥१८॥ लब्धेऽवञ्चकयोगे गलिते चाऽसद्ग्रहे भवमूले । कुशलानुबन्धयुक्तमेतद्धन्यानां सम्भवति ॥१८॥
૨૧
-
ગાથાર્થ :
ભવનો મૂળ એવો અસદ્ગુહ ગલિત થયે છતે=ગળી ગયે છતે, અને યોગાવંચક આદિ ત્રણ અવંચક યોગ પ્રાપ્ત થયે છતે, ધન્ય જીવોને કુશલ અનુબંધથી યુક્ત આ=માર્ગાનુસારીપણું સંભવે છે. II૧૮
ભાવાર્થ :
જીવોને તત્ત્વનો બદ્ધ આગ્રહ થાય ત્યારે તેમનો આગ્રહ માત્ર શ્રુત અને શીલમાં હોય છે, તેથી આવા જીવોને ભગવાનના વચનથી અન્યત્ર લેશ પણ રુચિ હોતી નથી. આવા નિર્મળ બુદ્ધિવાળા જીવોમાં ભવના મૂળ કારણરૂપ અતત્ત્વના આગ્રહરૂપ અસગ્રંહ ગળી જાય છે, જેના કારણે ગુણવાન પુરુષનો યોગ થાય તો તેમના પ્રત્યે આવા જીવોને આદર થાય છે, તે યોગાવંચકયોગ છે.
વળી, આવા જીવો લેશ પણ આત્મવંચના કર્યા વગર સ્વશક્તિ અનુસાર ગુણવાનની ભક્તિ આદિ ગુણનિષ્પતિનું કારણ બને તે રીતે સમ્યક્ કરે છે. તેથી તેમની ગુણવાનને કરાતી વંદન આદિ ક્રિયાઓ અવંચક થાય છે, તે ક્રિયાવંચકયોગ છે.