________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬-૧૭
૧૯
દિશા પ્રમાણે સૂત્ર અનુસાર આચરણા પણ કરી શકે છે. આવા મુનિઓમાં શાસ્ત્રોના પરમાર્થનું અવગાહન કરે તેવા વિશેષ જ્ઞાનનો વિરહ હોવા છતાં માર્ગાનુસારીપણું તેઓમાં સંગત છે; કેમ કે આવા સાધુઓ સ્વાભાવિક સંસારથી ભય પામેલા હોય છે અને લેશ પણ આત્મવંચના કર્યા વગર સ્વબોધ અનુસાર શક્તિના પ્રકર્ષથી ગુણવાન ગુરુને ઓળખીને, તેમને પરતંત્ર રહીને, તેમના ઉપદેશના પરમાર્થને જાણવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરતા હોય છે; તેમ શક્તિના પ્રકર્ષથી તેમના ઉપદેશ અનુસાર આચરણામાં પણ યત્ન કરતા હોય છે, જેથી ઉત્તરોત્તર ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વારસિક પરિણામ તેમનામાં વર્તે છે. આથી માષતુષમુનિ ગુરુના ઉપદેશને અવલંબીને “મા સ્થ” અને “મા તુષ્ય' બે શબ્દોનું અવલંબન લઈને, લેશ પણ ચિત્તના વક્રગમન વગર સુદઢ યત્ન કરીને, ઉપર ઉપરનાં ગુણસ્થાનકોનું અવગાહન કરતાં કેવળજ્ઞાનને પામ્યા.
આ રીતે માષતુષમુનિમાં વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં સ્વારસિક માર્ગાનુસારી પરિણામ હોવાથી, ગુણવાનને પરતંત્ર થઈને આત્મહિત પામી શક્યા. આનાથી એ ફલિત થયું કે જે સાધુ ગીતાર્થ હોય અને લેશ પણ આત્મવંચના કર્યા વગર ભગવાનના વચન અનુસાર યત્ન કરતા હોય, તેઓમાં માર્ગાનુસારી ભાવ છે; તેમ જેઓ ગીતાર્થ નથી તોપણ ગીતાર્થને ઓળખીને તેમના વચન અનુસાર પરિપૂર્ણ યત્ન કરે તેવું જેમનું ચિત્ત છે, તેમાં પણ માર્ગાનુસારી ભાવ છે. ૧દી અવતરણિકા -
પૂર્વગાથામાં કહ્યું કે માપતુષ જેવા કેટલાક મુનિઓને વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં શુભ ઓઘજ્ઞાનના કારણે માર્ગાનુસારીપણું હોય છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે માર્ગાનુસારીપણું એટલે આત્માને રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ, અને જેની પાસે શાસ્ત્રનો તેવો બોધ નથી તેવા સાધુ ગુણવાન ગુરુને પરતંત્ર રહે તોપણ, ગુણવાન ગુરુ જ્યારે તેમને અનુશાસન આપે ત્યારે તેમના વચનના અવલંબનથી બોધ કરીને રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ માર્ગગમન કરી શકે, પરંતુ ગીતાર્થ ગુરુ પણ સતત તેમને અનુશાસન આપવામાં વ્યસ્ત રહી શકતા નથી, કેમ કે પોતાની અન્ય ઉચિત પ્રવૃત્તિ પણ કરતા હોય છે; તો વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં તે વખતે તે સાધુ રત્નત્રયીને અનુકૂળ સૂક્ષમ યત્ન કઈ રીતે કરી શકે? અને જો રત્નત્રયીને અનુકૂળ યત્ન ન કરી શકે તો તેમનામાં માર્ગાનુસારી ભાવ છે તેમ કેમ કહી શકાય? તેથી કહે છે – ગાથા :
एयारिसस्स जमिह, गमणमणाभोगओ वि मग्गंमि । अज्झप्पचिंतएहि, सदंधणीईइ उवइ8 ॥१७॥ एताद्दशस्य यदिह गमनमनाभोगतोऽपि मार्गे ।
अध्यात्मचिन्तकैः सदन्धनीत्योपदिष्टम् ॥१७॥ ગાથાર્થ :
જે કારણથી આવા પ્રકારના સ્વારસિક પરિણામવાળા એવા સાધુને સદંધનીતિથી અધ્યાત્મચિંતકો વડે અનાભોગથી પણ આ માર્ગમાં=રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં, ગમન ઉપદિષ્ટ છે. ll૧oll