________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૫
જેમ નલિકામાં પેસેલો સાપ નલિકાની જેટલી પહોળાઈ છે તેટલા પ્રમાણમાં જ વાંકોચૂકો ચાલી શકે છે અધિક નહિ, તેથી સીધી નલિકામાં પેસેલો સાપ દિશાન્તર થઈ શકતો નથી પરંતુ નલિકાના સામે છેડે નીકળે છે; તેમ ભગવાનના વચનની સ્મૃતિના બળથી યોગમાર્ગમાં ચાલતા મુનિ, ભગવાનના વચનરૂપ નલિકામાં પ્રવેશીને ચાલતા હોય છે, તેથી માર્ગ ઉપર સીધા ચાલે છે. ક્વચિત્ અનાભોગથી ક્યાંક ઉપયોગની પ્લાનિ થાય તો પણ માર્ગને છોડીને અન્ય દિશામાં ગમન કરતા નથી, ફક્ત જેમ નલિકામાં પેસેલો સાપ જેટલો વાંકોચૂકો ચાલે છે તેમ અનાભોગથી થતી સ્કૂલનાના કારણે મુનિની યોગમાર્ગમાં વાંકીચૂકી ગમનની પ્રવૃત્તિ છે, અને અનાભોગથી કે સહસાત્કારથી કોઈ અલના થાય તો આવા સાધુઓ સમ્યગૂ આલોચના કરે છે અને થયેલી સ્કૂલનાની નિંદા-ગ કરીને તે ભાવ ફરી ન ઊઠે અર્થાત્ તેવી અલના ફરી ન થાય તેવો સુદઢ યત્ન કરે છે. મુનિનો આવો પરિણામ સમ્યગ્રજ્ઞાનમાં, સમ્યગુરુચિમાં અને સમ્યગુરુચિથી નિયંત્રિત સમ્યક્રિયામાં શક્તિના પ્રકર્ષથી કરાતા યત્નસ્વરૂપ છે, જે યત્ન પૂર્વ-પૂર્વના સંયમસ્થાન કરતાં ઉત્તર-ઉત્તરના સંયમસ્થાનમાં જવાના યત્નસ્વરૂપ છે. આ પરિણામ જીવનો સ્વારસિક પરિણામ છે, જે રત્નત્રયીના પરિણામસ્વરૂપ ભાવમાર્ગ છે.
લલિતવિસ્તરા ગ્રંથમાં “મુઝમામનનનિયામ:' સાપના ગમનની નલિકાની લંબાઈ જેવા, વિશિષ્ટ ગુણની પ્રાપ્તિમાં સમર્થ એવા ક્ષયોપશમવિશેષને માર્ગ કહેલ છે અને તે કથનથી “નમુત્થણં સૂત્ર'માં “મમ્મદયાણં'ના વર્ણનમાં માર્ગનું આવું જ જે લક્ષણ બતાવ્યું છે જે દ્રવ્યમાર્ગ છે, અને તે માર્ગ પણ ચિત્તના અવક્રગમનરૂપ છે અને યોગની ત્રીજી દૃષ્ટિની મંદ મિથ્યાત્વની ભૂમિકાનો છે. અહીં જે માર્ગ બતાવ્યો છે તે પણ તેવા લક્ષણવાળો છે, પરંતુ મુનિભાવની ભૂમિકાવાળો છે. તેથી એ પ્રાપ્ત થાય કે અહીં જે માર્ગનું લક્ષણ બતાવ્યું તે ભાવમાર્ગનું છે. આ રીતે લક્ષણથી દ્રવ્યમાર્ગ અને ભાવમાર્ગ માર્ગરૂપે સમાન હોવા છતાં ભૂમિકાના ભેદથી આ પ્રકારનો અર્થભેદ છે.
જીવ યોગની ત્રીજી દૃષ્ટિમાં દ્રવ્યમાર્ગ ઉપર ગમન કરે છે અર્થાત્ રત્નત્રયીરૂપ ભાવમાર્ગના કારણભૂત દ્રવ્યમાર્ગમાં ગમન કરે છે, અને તે દ્રવ્યમાર્ગના બળથી ભાવમાર્ગની પ્રાપ્તિ હવે કરશે. અને મુનિ તો રત્નત્રયીની પરિણતિરૂપ મોક્ષમાર્ગમાં યત્ન કરે છે, જે ભાવમાર્ગમાં ગમનસ્વરૂપ છે; અને તે મુનિ ક્વચિત્ પાંચમી દૃષ્ટિમાં કે તેથી ઉપરની કોઈપણ દષ્ટિમાં હોય છે. તેનાથી એ ફલિત થયું કે ત્રીજી દૃષ્ટિમાં રહેલો જીવ કોઈપણ સદ્અનુષ્ઠાન કરતો હોય ત્યારે તત્ત્વ-અતત્ત્વના વિભાગ માટે સમ્યગુ યત્ન કરતો હોય છે ત્યારે તેનું ચિત્ત કષાયને અનુકૂળ થયા વિના તત્ત્વને અનુકૂળ બનવા સમ્યગું યત્ન કરતું હોય છે, જે તેના ચિત્તનું અવક્રગમન છે, અને તેનાથી ક્રમસર તત્ત્વની પ્રાપ્તિ થાય છે, જે ભાવમાર્ગની પ્રાપ્તિરૂપ છે.
પ્રસ્તુત ગ્રંથમાં યતિના લક્ષણરૂપે માર્ગાનુસારી ક્રિયા બતાવવી છે. તેથી જે સાધુ તત્ત્વનો નિર્ણય કરી ચૂક્યા હોય તેવા સાધુ, કાં સ્વયં ગીતાર્થ હોય કાં ગીતાર્થને પરતંત્ર હોય ત્યારે, લેશ પણ આત્મવંચના કર્યા વગર પોતાની ભૂમિકા પ્રમાણેનાં ઉચિત અનુષ્ઠાનો સેવીને ઉત્તરોત્તર ગુણના પ્રકર્ષને પામે તે રીતે ક્રિયામાં યત્ન કરતા હોય છે. આવા માર્ગ ઉપર ચાલનારા સાધુનો જે સ્વારસિક પરિણામ તેને અહીં માર્ગરૂપે ગ્રહણ કરેલ છે. તેથી રત્નત્રયીની પરિણતિરૂપ આ ભાવમાર્ગ છે. ૧પ.