________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬
અવતરણિકા -
પૂર્વગાથામાં બતાવ્યું તેવું જીવના સ્વારસિક પરિણામરૂપ માર્ગનું લક્ષણ હોવાથી, વિશેષ જ્ઞાન ન હોય તોપણ “માષતુષ' જેવા મુનિઓમાં માર્ગાનુસારીભાવ સંભવે છે, તે બતાવવા માટે કહે છે – ગાથા :
इत्थं सुहोहनाणा, सुत्तायरणा य नाणविरहे वि । गुरुपरतंतमईणं, जुत्तं मग्गाणुसारित्तं ॥१६॥ इत्थं शुभौघज्ञानात्सूत्राचरणाच्च ज्ञानविरहेऽपि ।
गुरुपरतन्त्रमतीनां युक्तं मार्गानुसारित्वम् ॥१६॥ ગાથાર્થ :
આ રીતે પૂર્વગાથામાં કહ્યું કે ઉત્તમ ગુણોની પ્રાપ્તિમાં સમર્થ એવો સવારસિક પરિણામ માર્ગ છે એ રીતે, શુભ ઓઘજ્ઞાનથી અને સૂઆચરણાથી=સૂત્ર અનુસાર આચરણાથી, જ્ઞાનના વિરહમાં પણ=વિશેષ પ્રકારના જ્ઞાનના વિરહમાં પણ, ગુરુપરતંત્રમતિવાળા સાધુઓનું માગનુસારીપણું યુક્ત છે. ll૧દ્યા ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું કે ઉત્તમ ગુણોની પ્રાપ્તિમાં સમર્થ એવો સાધુમાં વર્તતો સ્વારસિક પરિણામ એ માર્ગ છે, અને આવો પરિણામ જીવને વિશેષ જ્ઞાનના અભાવમાં પણ ત્યારે પ્રગટે કે જ્યારે તેનામાં શુભ ઓઘજ્ઞાન હોય અને સૂત્ર અનુસાર આચરણ હોય.
આશય એ છે કે જે સાધુમાં શાસ્ત્રના ઘણા પદાર્થોનું અવગાહન કરવાની વિપુલ પ્રજ્ઞા=મતિ નથી, તોપણ જો તે સાધુમાં આત્મકલ્યાણનું કારણ બને તેવું શુભ ઓઘજ્ઞાન-શુભ સંગ્રહાત્મક જ્ઞાન પેદા થયેલું હોય, તેવા સાધુ આત્મહિત માટે વિચારે છે કે “આ સંસારથી તરવાનો ઉપાય સર્વજ્ઞ સાક્ષાત્ જોઈ શકે છે, અન્ય નહિ; અને તે ઉપાય સર્વશે કહેલાં શાસ્ત્રોમાં બતાવેલ છે, પણ મારી મતિ એટલી વિપુલ નથી કે તે શાસ્ત્રોનું હું સાક્ષાત્ અવગાહન કરી શકું. પરંતુ જે ગુરુ વિપુલ મતિવાળા છે અને કલ્યાણના અર્થી છે અને શાસ્ત્રો ભણીને જેમણે પરમાર્થને જાણ્યો છે અને એકાંતે સ્વ-પર કલ્યાણ માટે યત્ન કરનારા છે, એટલું જ નહિ પણ યોગ્ય જીવોને ભગવાને બતાવેલો યોગમાર્ગ તેમની ભૂમિકા પ્રમાણે બતાવીને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે તેવા છે, તેવા ગુણવાન ગુરુને હું પરતંત્ર થાઉં; જેથી તેમના જ્ઞાન પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરીને અને તે પ્રવૃત્તિથી ઉચિત પરિણામને પેદા કરીને હું આ સંસારથી પારને પામું.”
આવા શુભ ઓઘજ્ઞાનવાળા માષતુષ જેવા કેટલાક મુનિઓ, શાસ્ત્રના વિશેષ પરમાર્થને જાણવા માટે અસમર્થ હોવા છતાં ગુરુના વિષયમાં અભ્રાન્ત હોય છે. એટલું જ નહિ પણ ગુરુએ બતાવેલ દિશામાં યત્ન કરી શકે તેવું જ્ઞાન પણ તેમને હોય છે, તે તેમનું શુભ ઓવજ્ઞાન છે; અને આ શુભ ઓઘજ્ઞાનને કારણે તેઓ ગુણવાન એવા ગુરુને પરતંત્ર થઈ શકે છે અને તેઓને પરતંત્ર થઈને તેમણે બતાવેલી