________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ઃ ૧૪-૧૫
૧૫
ગાથા :
इच्चाई असमंजसमणेगहा खुद्दचिट्ठिअं लोए । बहुएहि वि आयरिअं, न पमाणं सुद्धचरणाणं ॥१४॥ इत्याद्यसमञ्चसमनेकधा क्षुद्रचेष्टितं लोके ।
बहुभिरप्याचरितं न प्रमाणं शुद्धचरणानाम् ॥१४॥ ગાથા :
આવા પ્રકારવાળું અનેક પ્રકારનું અસમંજસ=અનુચિત, ક્ષુદ્રષ્ટિત, લોકમાં=સાધુવેશવાળા લોકમાં, ઘણા વડે પણ આચરાયેલું, શુદ્ધ ચાસ્ત્રિીઓને પ્રમાણ નથી. II૧૪ ટીકા :___ इत्यादि-एवंप्रकारमसमञ्जसं-वक्तुमप्यनुचितं शिष्टानामनेकधाऽनेकप्रकारं क्षुद्राणां तुच्छ सत्त्वानां चेष्टितमाचरितं लोके-लिङ्गिजने बहुभिरप्यनेकैरप्याचीर्णं न प्रमाणं-नालम्बनहेतुः शुद्धचरणानांनिष्कलङ्कचारित्रिणाम् । अप्रमाणता पुनरेतस्य सिद्धान्तनिषिद्धत्वात् संयमविरुद्धत्वादकारणप्रवृत्तत्वाच्च सम्यगालोचनीयेति । (धर्मरत्न प्रकरण गाथा-८८) ભાવાર્થ -
ગાથા-૧૩માં બતાવ્યું તેવા સ્વરૂપવાળું અનેક પ્રકારનું અસમંજસ આચરણ, જે સંયમવેશ ગ્રહણ કરીને અલ્પસત્ત્વવાળા સાધુઓ વડે પણ કરાયેલું, તે શુદ્ધ ચારિત્રીઓને આલંબનનો હેતુ નથી અર્થાત્ માર્ગરૂપે માન્ય નથી. /૧૪ અવતરણિકા :
ગાથા-૬માં બે પ્રકારનો માર્ગ બતાવ્યો. ત્યારપછી સંવિગ્ન બહુજન આચરણારૂપ બીજો માર્ગ શું છે તે બતાવ્યું, અને કહ્યું કે ઘણા વડે આચરાયેલ પણ અસમંજસ આચરણ માર્ગરૂપ નથી. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે આગમનીતિ તો માર્ગ કહી શકાય, પરંતુ સંવિગ્ન બહુજનની આચરણા કઈ ? અને અસંવિગ્ન બહુજનની આચરણા કઈ ? તેનો નિર્ણય આચરણાના બળથી દરેક સ્થાનમાં નક્કી કરવાનું દુષ્કર છે. તેથી જીવના પરિણામના બળથી માર્ગનું સ્વરૂપ બતાવીને, આવા પરિણામવાળા જીવોની જે આચરણા હોય તે માર્ગ છે, તે બતાવવા માટે કહે છે –
અથવા પૂર્વમાં સંવિગ્ન બહુજનથી આચરાયેલો માર્ગ કયો છે અને અસંવિગ્ન બહુજનથી પણ આચરાયેલો અપ્રમાણભૂત માર્ગ કયો છે તે બતાવ્યું. હવે જીવનો કેવો પરિણામ માર્ગરૂપ છે તે બતાવે છે –
ગાથા :
सारसिओ परिणामो, अहवा उत्तमगुणप्पणप्पवणो । हंदि भुजंगमनलिआयामसमाणो मओ मग्गो ॥१५॥