________________
૧૪
तथा
" एसो आहारविही जह, भणिओ सव्वभावदंसीहिं । धम्मावस्सगजोगा, जेण न हायन्ति तं कुज्जा ॥१॥"
"कारणपडिसेवा पुण, भावेणासेवणत्ति दट्ठव्वा । आणाइती भावे, सो सुद्धो मुक्खहेउ त्ति ॥"
तथा 'निद्दिज्ज 'त्ति पत्रलेखनेनाचन्द्रकालिकं प्रदत्ता वसतिगृहमेषापि साधूनामकल्पनीया, अनगारत्वहानेः भग्नसंस्थापनादौ कायवधसंभवात् ।
तथा च पव्य
**
'अविकत्तिऊण जीवे, कत्तो घरसरणगुत्तिसंठप्पं ।
अविकत्तिया य तं तह पडिया अस्संजयाण पहे ॥ "
-
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૩-૧૪
અવતરણિકા :
एतद्ग्रहणमप्यैकैराचर्यते । तथा तूलीमसूरकादीनामपि परिभोगः कैश्चिद्विधीयते । तत्र तूलीमसूरके प्रतीते, आदिशब्दात्तूलिकाखल्लककांस्यताम्रपात्रादीनां परिग्रहः, एतान्यपि यतीनां न कल्पन्ते કૃતિ । ( ધર્મરત્નપ્ર. . ૮૭)
ભાવાર્થ :પૂર્વગાથામાં કહ્યું કે પ્રમાદાદિથી આચરાયેલ અસંવિગ્નાદિની આચરણાઓ સંવિગ્ન-ગીતાર્થની આચરણારૂપ માર્ગ બનતી નથી. તેના પ્રકાર 'વળા' થી કહે છે
‘આ શ્રાવકો અમારા છે' એ પ્રકારે શ્રાવકનું મમત્વ કરવું તે માર્ગ બને નહિ. વળી, શરીરની શોભાની કામનાથી અશુદ્ધ ઉપધિ કે અશુદ્ધ આહારાદિ કોઈ સાધુ ગ્રહણ કરતા હોય, તો તે સંવિગ્નગીતાર્થની આચરણારૂપ માર્ગ બને નહિ. અહીં શરીરની ‘શોભાની કામનાથી' એમ કહેવાથી, કોઈક એવા વિષમ સંયોગોમાં અપવાદથી પંચકહાનિ પ્રમાણે અશુદ્ધ વસ્ત્ર કે આહાર આદિ ગ્રહણ કરતા હોય તો તે દોષ નથી, તે બતાવેલ છે. વળી, કોઈ ગૃહસ્થ કોઈ સાધુને કહે કે ‘આ વસતિ સદા માટે હું તમને આપું છું.' અને તેવી વસતિ કોઈ સાધુ ગ્રહણ કરે તોપણ તે સંવિગ્ન-ગીતાર્થની આચરણારૂપ માર્ગ બને નહિ. વળી, કેટલાક પ્રમાદી સાધુઓ રૂની ગાદી, રૂનું ઓશીકું વાપરતા હોય, અને ટીકામાં ‘આદિ’ શબ્દથી કહેલ રૂનું ગાદલું, પગરખાં, કાંસાનાં વાસણ કે તાંબાનાં વાસણ રાખતા હોય, તોપણ તે સંવિગ્ન-ગીતાર્થની આચરણારૂપ માર્ગ બને નહિ. ॥૧૩॥
अथ प्रस्तुतमुपसंहरन्नाह
ગાથા-૬માં બે પ્રકારના માર્ગ બતાવ્યા. તેમાં એક માર્ગ આગમનીતિનો છે અને બીજો માર્ગ સંવિગ્નગીતાર્થ બહુજન આચરણાનો છે. ત્યારપછી ગાથા-૧૨માં કેવા પ્રકારની આચરણા અસંવિગ્ન-ગીતાર્થથી આચરાયેલી છે જે માર્ગરૂપ નથી તે બતાવ્યું, અને તે અસંવિગ્નની આચરણાના પ્રકારો ગાથા-૧૩માં બતાવ્યા. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે