________________
૧૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦-૧૧
ગાથાર્થ :
સૂત્રમાં જે સર્વથા પ્રતિષિદ્ધ નથી અને જે જીવવધનો હેતુ નથી તે સર્વ પણ ચારિત્રધનવાળા સાધુઓને પ્રમાણ છે; અને કહેવાયું છે, જે આગળની ગાથામાં બતાવશે. ll૧ના
જ “ઘ' શબ્દ પાદપૂર્તિ માટે છે.
* “તત્પર્વ' માં “મ' થી એ કહેવું છે કે સાધુઓને તે એક તો પ્રમાણ છે પરંતુ તે સર્વ પણ પ્રમાણ છે. ટીકા :____ यत्तु सर्वथा-सर्वप्रकारैर्नैव सूत्रे-सिद्धान्ते प्रतिषिद्धं-निवारितं सुरतासेवनवत् । ૩ -
"न य किंचि अणुनायं, पडिसिद्धं वावि जिणवरिंदेहि । मोत्तुं मेहुणभावं, न तं विणा रागदोसेहिं ॥"
नापि जीववधहेतुराधाकर्मग्रहणवत्, तद्-अनुष्ठानं सर्वमपि प्रमाणं चारित्रमेव धनं येषां तेषां चारित्रधनानां-चारित्रिणामागमानुज्ञातत्वाद्, भणितमुक्तं च पूर्वाचारिति । (धर्मरत्न प्र० गा.८४) ભાવાર્થ -
શાસ્ત્રમાં મૈથુનસેવનનો એકાંતે પ્રતિષેધ કર્યો છે, તે સિવાય સંયમના ભાવની વૃદ્ધિ માટે જે કાંઈ આચરણા ઉચિત જણાય તે કરવાનું કહેલ છે; અને જે ક્રિયામાં જીવવધ ન થતો હોય તેવું સર્વ પણ અનુષ્ઠાન શાસ્ત્રકારોએ ચારિત્રીઓને સેવવાનું કહેલ છે. તેથી સંયમની પુષ્ટિ કરે તેવું દેશ-કાળને અનુરૂપ સંવિગ્ન-ગીતાર્થોએ આચરણ કર્યું હોય અને શાસ્ત્રનિષિદ્ધ ન હોય તે મોક્ષનો માર્ગ છે, તે પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. ૧ અવતરણિકા :
यद् भणितं तदेवाह -
પૂર્વની ગાથામાં સ્થાપન કર્યું કે જેનો સૂત્રમાં સર્વથા નિષેધ ન હોય અને જે જીવવધનો હેતુ ન હોય તે સર્વ ચારિત્રીઓને પ્રમાણ છે. તેથી એ ફલિત થાય કે દેશકાળ પ્રમાણે સંવિગ્ન-ગીતાર્થ સાધુઓએ આગમનીતિ કરતાં જુદા પ્રકારની આચરણ સ્વીકારી હોય અને શાસ્ત્રનિષિદ્ધ ન હોય, તે પણ શાસ્ત્રનીતિ કરતાં અન્ય પ્રકારનો માર્ગ છે. તેને દઢ કરવા માટે જે અન્ય ગ્રંથમાં કહ્યું છે તે બતાવે છે –
ગાથા :
अवलंबिऊण कज्जं, जं किंचि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ॥११॥ अवलम्ब्य कार्यं यत्किञ्चित्समाचरन्ति गीतार्थाः । स्तोकापराधबहुगुणं सर्वेषां तत्प्रमाणं तु ॥११॥