________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮-૯-૧૦
ભાવાર્થ :
પૂર્વે સાધુઓ ભિક્ષાચર્યા આદિમાં જતા હતા ત્યારે કોઈ કારણ ન હોય તો કલ્પ નામનું વસ્ત્ર સ્કંધ ઉપર રાખતા હતા એ પ્રકારનો આચાર હતો. વર્તમાનમાં સંવિગ્ન-ગીતાર્થ દ્વારા કલ્પ નામના તે વસ્ત્રને ભિક્ષાચર્યા આદિ વખતે ઓઢવાનો વ્યવહાર છે.
પૂર્વે ચોલપટ્ટાના સ્થાને અગ્રાવતાર નામનું વસ્ત્ર ધારણ કરાતું હતું, તેના સ્થાને વર્તમાનમાં કટિપટ્ટક કેડ ઉપર બંધાતું વસ્ત્રચોલપટ્ટો, તે ચોલપટ્ટાને વાળીને હમણાં અન્ય રીતે બાંધવામાં આવે છે.
પૂર્વે ઝોળીમાં ભિક્ષા લેવામાં આવતી ન હતી પરંતુ પાત્રબંધ =પાત્રને બાંધવાના વસ્ત્રના બે છેડાને મુઠ્ઠીથી ધારણ કરતા હતા, વર્તમાનમાં ઝોળીમાં ભિક્ષા ગ્રહણ કરવામાં આવે છે. વળી વર્તમાનમાં ઔપગ્રહિક ઉપધિ કટાહકાદિ વપરાય છે જે પૂર્વમાં સાધુઓ વાપરતા ન હતા.
પૂર્વમાં સાધુઓ ગીતાર્થે પોતાને આપેલી ડા હાથ પ્રમાણ જગ્યામાં પોતાની સર્વ ઉપધિ રાખીને રાત્રે સૂતા હતા, હવે કાળદોષના કારણે વર્તમાનના સાધુઓમાં તેવો અપ્રમાદભાવ નહિ હોવાથી રાત્રે માત્રુ આદિ માટે કોઈ સાધુ ઊઠે અને બાજુમાં રહેલા પાત્રા ફૂટી જવાનો સંભવ રહે; તેથી પૂર્વાચાર્યોએ તે વિધિમાં પરાવર્તન કરીને સાધુઓ માટે દોરીનું સીકું બનાવીને પાત્રા અદ્ધર રાખવાની વિધિ, અને અન્ય સર્વ ઉપધિ પોતાની પાસે રાખીને સૂવાની વિધિ સ્વીકારી છે. આ પ્રકારની વિધિ સંવિગ્ન-ગીતાર્થ સાધુઓએ આચરેલ છે તેથી તે પ્રમાણભૂત છે.
વળી, પૂર્વાચાર્યો પૂર્વમાં સંવત્સરી ભાદરવા સુદ પાંચમની કરતા હતા, પાછળથી ભાદરવા સુદ ચોથના સંવત્સરી સ્વીકારી; તેમ જ પાક્ષિક પ્રતિક્રમણ પૂનમ અને અમાસના કરતા હતા, પાછળથી ચૌદશ સ્વીકારી. આ પણ સંવિગ્ન-ગીતાર્થની આચરણારૂપ છે, તેથી માર્ગ છે. ૮-લા.
અવતરણિકા :
ગાથા-૬માં કહેલ કે માર્ગ આગમનીતિ છે અથવા સંવિગ્ન બહુજન આચરિત છે. ત્યારપછી ગાથા૭માં આગમનીતિથી અન્ય એવી સંવિગ્નની આચરણા પણ માર્ગ કેમ બની શકે, તે યુક્તિથી સ્થાપન કર્યું અને ત્યારપછી આગમથી અન્ય પ્રકારનું સંવિગ્નનું આચરણ શું છે તે ગાથા-૮૯માં સ્થાપન કર્યું. તેથી જિજ્ઞાસા થાય કે કેવા પ્રકારની પ્રવૃત્તિ સંવિગ્ન બહુજન આચરિત હોય તે માર્ગ બની શકે? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
जं सव्वहा न सुत्ते, पडिसिद्धं नेव जीववहहेऊ । तं सव्वंपि पमाणं, चारित्तधणाण भणिअं च ॥१०॥ यत्सर्वथा न सूत्रे प्रतिषिद्धं नैव जीववधहेतुः । तत्सर्वमपि प्रमाणं चारित्रधनानां भणितं च ॥१०॥