________________
૩૨
વિવેકાનંદના શિષ્યપદેશના ઉપયોગી ભાગને પણ ખાસઉમેરવામાં આવ્યું છે એટલું જ નહિ પણ છેવટ બ્રાહ્મણુગુરૂ, બ્રહ્મચારી યતિ વગેરે સર્વ દેશિ ગુરૂ લક્ષસુને પરીચય કરાવી વિષયને સર્વ પક્ષે વિશાળ અને ગુરૂ પીછાણ માટે ઉપયોગી થઈ પડે તે માટે ખાસ નિઃપક્ષ કાળજી રાખવામાં આવી છે.
ત્રીજા પછિદમાં દિક્ષિત નહિ તેવા સુજન (સંસાર વ્યવહારમાં રહેલા સાધુ) ના લક્ષણ દર્શાવી સંસારી તરીકે પણ સાધુ જીવન કેવી રીતે પસાર કરી શકાય તે બતાવવામાં આવેલ છે. જેમાં સજજન પુરૂના ગુણને અનેક ઉચ્ચ પગથીપર દર્શાવવા સાથે તેમના કાર્યના માર્ગમાં કંટકરૂપ દુર્જનના લક્ષણ અને અધર્માચરણે સમજાવી તેથી ચેતવા તેમજ તેમના તેવા સ્વાભાવિક વર્તન માટે દયા ખાવાને સૂચવી વ્યવહારમાં વસતા વર્ગને સુજન દુર્જનના રીત રીવાજ અને વર્તનને ઉડે અભ્યાસ કરાવવા સાથે સજજનતામાં પ્રવેશ કરાવવા પ્રેરણા કરી છે; એટલું જ નહિ પણ છેવટે સત્સંગતિના લાભ દર્શાવી દષ્ટાંતે સાથે સત સમાગમની મહત્તા સુદઢ કરવામાં આવી છે.
ચેથા પરિચ્છમાં મુસાધુ યાને દુર્જનના દુર્લક્ષણોને વિસ્તારથી દર્શાવી તે. નાથી બચવા અને બચાવવાને, શિક્ષપદેશ આપી વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત કરવાને શાઍક્ત પદ્ધતિથી મુનિકર્તવ્ય સમજાવતાં સાધુનું પાંચ પ્રકારનું સ્વાધ્યાય સ્વરૂપ, પાં. ચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદ, બાહ્ય અને અત્યંતર તપના ભેદ, વિકારનું સ્વરૂ૫, તેને જીતવાના માર્ગ, બાવીશ પરીસહના ભેદ તથા તે સહવાની આવશ્યક્તા તેમજ અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના માર્ગને વિસ્તારથી બતાવેલ છે અને તેનું સેવન કરવા ભલામણ કરવા પછી આઠ સિદ્ધિની પ્રાપ્તિના માર્ગ અને સિદ્ધિના ક્ષેત્રોથી વાકેફ કરવામાં આવેલ છે.
ઉપરોકત હકીક્તના અનુભવ પછી પણ કદાચ કોઈ વ્યક્તિ કુસાધુ યાને દુર્જનના નિત્ય પરિચયથી કુસંસ્કાર પામી ઉત્કર્ષના શિક્ષા સુત્રને ન અનુસ કરી શકવાથી અર્ધદગ્ધ સ્થીતિમાં આવી અટકે તે તેમના હિતાર્થે તેવી વ્યકિતનાં સ્વરૂપને સમજાવી આત્મનિંદા કરાવી લઘુતામાં ખેંચવા યત્ન કર્યો છે, કે જેના અવલોકનથી તેઓ સહજ ઉદ્ધરી શકે.
સદર અધિકારોમાં સાધુ વર્ગને ઉદ્દેશી લખવા પછી ગુરૂ અને ગૃહસ્થના ભેદને સમજાવી ગૃહસ્થાશ્રમ ભેગવતા સમુદાયમાં જોવાતા કુક્તાને ઓળખાવવા સાથે તેના ઉસુત્ર વક્તવ્ય, આજ્ઞાભંગ પ્રકૃતિ તેમજ ક્રિયાથી હિન વૃતિને ખુલ્લાં પાડી તેવા કુબ્રાહ્મણના લક્ષણને પણ દર્શાવવામાં આવ્યાં છે, અને તેમના ઉદ્ધાર માટે
ઉપકારી સાધને છતાં તેમની અધમ પ્રકૃતિમાં રહેલી વકભાવના તથા વ્રતભંગાણું કેટલે અંશે હોય છે, તે બતાવ્યું છે.
પાંચમા પરિચ્છેદમાં દુર્જનને અનેક પ્રકારે બોધ આપવા છતાં જેમની પ્રકૃતિ જ ઝડ વક છે, તેવા અભવિ આત્માના સ્વરૂપને ઓળખાવી તેમનામાં રહેલ દંભ,