________________
૩૦
અને તે પછીના ટુંક વખતમાં આ સંશાધન તરફ જોકલાગણીએ ધારવા કરતાં પણ વધારે પ્રેમ દર્શાવેલ છે તેવા સંગ્રહમાંથી એક ભાગ જસમાજના ઉપગાર્થે પ્રકાશમાં લાવવાને આ તક હાથ ધરી છે.
જનસમાજની લાગણીમાં નૈતિક ભાવ રેડી તેને ઉકેટીએ કેળવવાનું કાર્ય જેમ લેખકોનું છે તેમ વક્તાઓને પણ તેમાં સારો હિસ્સો છે. નહિ લખી વાંચી શકનાર વર્ગને પણ માનુષ ફરજોનું ભાન કરાવવા માટે આ વક્તા વર્ગ પ્રથમ દર ઉપકારક છે તેમ કહેવું છેટું નથી. આવા વક્તાઓને માટે કઇ વિષય ઉપર બેલતાં તે વિષયના પ્રમાણુ ભૂત સિદ્ધાંત અને દઈ તેને જેમ વિશેષ અનુભવ હોય તેમ પોતાના ચર્ચવાના વિષયને વધારે સુઘટી રીતે પિષી સારી અસર કરી શકે છે તેથી તેમના ઉપગાથે આ સાહિત્યસંગ્રહમાં દરેક વિષય સાથે તેને ઘટતા લૈકિક દષ્ટાંતે તથા સામાન્ય પઘો પણ જોડવામાં આવ્યાં છે.
આ ગ્રંથમાં ધર્મનાં નૈતિક અને આત્મશકિત દર્શક તને સંગ્રહ કરેલા હેવાથી જેમ હિંદુધર્મના ષ દર્શન (છ દર્શન) કહેવાય છે તેમ આ પ્રથમ ભાગમાં છ પરિચછેદ રાખવામાં આવ્યા છે અને તેવા દરેક પરિચ્છેદને પેટા અધિકારથી અલંકૃત કરવામાં આવેલ છે.
આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ દેવ ગુરૂ અને ધર્મના સ્વરૂપને ઓળખ વા જરૂર છે તેથી આ ગ્રંથમાં ખાસ કરી આ ત્રીપુટી વિષયક ઉંડાણમાં અભ્યાસ થઈ શકે તે માટે ખાસ કાળજી રાખી પછીજ આત્મસ્વરૂપને અભ્યાસ કરાવવામાં આવેલ છે. અને તેવા હેતુથી ગ્રંથની સંકલનાને કમ તેજ ધેર રાખવામાં આવેલ છે તેમાં નીચેની ટુંકી હકીકતથી જણાઈ આવશે.
અગાઉ જણાવેલ છે તેમ ગ્રંથમાં જેલા છ પરિચ્છેદ પૈકી પ્રથમ પરિચ્છેદમાં બાર અધિકાર રાખવામાં આવ્યા છે. જેમાં શરૂઆતમાં મંગળાચરણ-સ્તુતિ કરતાં શાસન નાયક અહંત પ્રભુ અને તે પછી સીદ્ધના સ્વરૂપને ઓળખાવી તેમની સ્તુતિ કરવા સાથે અષ્ટ પ્રકારે પૂજા કરવાની ઉચ્ચભાવના અને લાગણી છતાં તેના વિધિવિધાનતથા હેતુ સમજવાની ગેરહાજરીથી ફળની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે, તેવા પ્રસંગમાં પ્રદક્ષિણાદિ ક્રિયા અને પુષ્પાદિ દ્રવ્યપૂજા તેમજ ભાવનાદિ ભાવપૂજા-અર્ચા કિયા સહવર્તમાન દર્શાવી પૂજાના વિષયને બહુ ફુટ કરવામાં આવેલ છે. એટલું જ નહિ પણ ક્રિયા સેવનથી આત્મા નિર્મળ થતાં એટલે ગુણશ્રેણીએ ચઢવા ૫છી દ્રવ્ય પૂજનના અવલંબન ૫ર (સાધુ અવસ્થામાં) ભાવપૂજથી જે ભક્તિ કરવાની છે, તે સર્વ કેઈને વિશેષ આવશ્યક હાયને તે ખાસ વિસ્તારથી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. તથા તે સાથે પ્રભુભક્તિ માટે પુષ્પ ઉપરાંત વસ્ત્રાભરણ, ધૂપ, દિપ, ઘંટનાદ આરતી આદિ સાધન વડે થતી ભાવના તેમજ નૃત્યાદિ ઉલ્લાસના નિત્ય કર્મ, હેતુ તથા કિયા સાથે સમજાવવા યત્ન થયે છે.