________________
ઉપઘાત.
સાહિત્યના માટે આપણે દેશ-આપણી આર્ય પ્રજા અને ખાસ કરીને જેન પ્રજા એટલાં તે મગરૂર છે, કે નૈતિક ભાવનાની પરીપાટીએ અત્યાર સુધીમાં કોઈ પણ દેશ કે ધર્મનું સાહિત્ય તેની હરીફાઈ કરી શકેલ નથી. મતલબ કે વર્તમાન સમયમાં પ્રવર્તતા શાસન નાયક શ્રી ચર્મ તિર્થંકર વીર પરમાતમાથી લઈને અત્યાર સુધીમાં સેંકડે આચાર્ય–પંડિત-સાક્ષર અને સમર્થ સંશાધકેએ મળીને જૈન પ્રજા માટે સાહિત્યને જે વારસો મુક્યો છે તે અગમ્ય અને અકિક સંકલનાથી ગુંથાએલહેવા સાથે એટલે તે વિશાળ છે કે આ અમૂલ્ય સમૃદ્ધિના વિસ્તારનું નામ માત્રથી પણ સંપૂર્ણ દિગદર્શન કરાવી શકાયું નથી.
આર્ય સમાજ માટે, કહે કે સામાન્ય દેશની પ્રવૃત્તિમાં નૈતિક ભાવનાને પિ જવાને પણ વિક્રમ–ભેજ આદિ રાજવંશીઓએ સાહિત્યનું બહુ વિશાળ ભાવના થી પોષણ કર્યું હતું. અને આવા રાજ્યાશ્રિત શાંત જમાનામાં સામાન્ય પગી ઉચ્ચ કોટીનું સાહિત્ય બહુ સારી રીતે ખેડાઈ શકયું હતું.
આ પ્રમાણે ઉપલક દૃષ્ટિથી જોઈશું તે પણ સહજ ભાસ થશે કે આપણી દષ્ટિ સન્મુખ જેવા સાહિત્યને ભંડોળ એટલે તે વિશાળ છે કે આ સર્વ દેશીય અમૃત ઝરણુનું પાન કરી લેવાની લાલસા આયુષ્યના ક્ષેત્ર પ્રમાણમાં દુઃસાધ્ય છે.
બીજી તરફથી વિચાર કરતાં વર્તમાન સમયમાં આજીવિકાના ફાંફાંમાં અગર તે લક્ષ્મીના વિશેષ મેહમાં ગરીબ અને શ્રીમંત સૈ એક સરખા ભાવથી એકાકાર થઈ જતાં વ્યવહારિક પ્રવૃત્તિનું સામ્રાજ્ય એટલું તે જામી ગયું છે કે આવા અમુલ્ય ખજાનાને લાભ લેવા અગર તેમ નહિ તે તપાસવા અને જાળવવા જેટલો પણ અવકાશને અભાવ મોટે ભાગ બતાવતે જોવાય છે.
આ પ્રમાણે છતે સાધને સંકડામણ ભગવાતા પ્રસંગમાં કિમતી સાહિત્યનું દેહન કરી આવા સંશોધનના સંગ્રહવડે જનસમાજને સંતોષવા અને અભ્યાવકાશે પણ વિશેષ લાભ મેળવી શકાય તેવા હેતુથી જૈન કે જૈનેતર કઈ પણ સમાજના નૈતિક તત્વોનો વિશાળ સંગ્રહ મહારાજશ્રી વિનયવિજયજી એકત્ર કરે છે તેવું જાવામાં આવતાં તે બહાળા સંગ્રહ પૈકી એક સુત્ર ટીકા સહ બે વર્ષ પૂર્વે મારા તરફથી પ્રગટ થયેલ “જૈન દર્શન” નામના ગ્રંથમાં બહાર મૂકવામાં આવ્યું હતું