________________
o
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ બોલવું, ૫. સૂત્રના આલાવાનો સંક્ષેપ કરવો, ૬. બોલીને કકળાટ કંકાસ કરે, ૭. વિકથા કરવી, ૮. મજાક-મશ્કરી કરવી, ૯. જયણા રાખ્યા વિના ઉઘાડા મુખે બોલવું, અને ૧૦. અવિરતિ લોકોને “આવો-આવજો” કહેવું.
મન સંબંધી દશ દોષ આ પ્રમાણે છે – ૧. વિવેક વગરના મન વડે સામાયિક કરવું, ૨. યશ-પ્રતિષ્ઠાની ઈચ્છા રાખવી, ૩. ધન, ભોજન, વસ્ત્રાદિકની અભિલાષા રાખવી, ૪. અભિમાન કરવું, ૫. પરાભવ થતો જોઈ નિયાણું ચિંતવવું, ૬. આજીવિકાદિકના ભયથી મનમાં ડરવું, ૭. ધર્મના ફળ વિષે શંકા કરવી, ૮. રૌદ્ર ચિંતવનથી અને માત્ર લોકવ્યવહારથી સામાયિકનો સમય પૂરો કરે, ૯. “આ સામાયિકની કેદમાંથી હું ક્યારે છૂટીશ' એમ વિચારવું અને ૧૦. સ્થાપનાજી કે ગુરુને અંધકારમાં રાખીને ઉદ્ધતાઈથી કે શૂન્ય અને સામાયિક કરવું.
શ્રાવકોએ આ બત્રીસ દોષોથી દૂર રહીને વિધિપૂર્વક અનુષ્ઠાનપૂર્વક સામાયિક કરવું જોઈએ. અનુષ્ઠાન પાંચ પ્રકારના છે. ૧. આ લોક માટે તપસ્યા કે ક્રિયા વગેરે કરવાં તે વિષયાનુષ્ઠાન. કુળવાળુઆને ભ્રષ્ટ કરવા માગધિકા વેશ્યાએ આવું-વિષયાનુષ્ઠાન કર્યું હતું. ૨. પરલોકના સુખના માટે તપ-ક્રિયા વગેરે કરવા તે ગરલાનુષ્ઠાન. વસુદેવના જીવ નંદિષેણે આ અનુષ્ઠાન કર્યું હતું. ૩. ઉપયોગ વગર જે તપ, સામાયિક વગેરે કરે અથવા બીજાની ક્રિયા જોઈને સંમૂચ્છિમની જેમ કરે તે અન્યોન્યાનુષ્ઠાન જાણવું. લૌકિક શાસ્ત્રમાં કહ્યું છે કે – “ગુરુના ઉપદેશ વિના જે કોઈ બીજાનું દેખીને તેનું અનુકરણ કરે છે તે જટિલના મૂર્ખ શિષ્યની જેમ લોકમાં હાંસી ને તિરસ્કારને પાત્ર થાય છે.
જટિલના મૂર્ખ શિષ્યની કથા તેનું નામ ભરડા. જટિલનો તે શિષ્ય હતો. વર્ધમાનનગરમાં ભિક્ષા માંગવા તે એક સુથારના આંગણે જઈ પહોંચ્યો.
સુથાર ત્યારે એક વાંસને તેલ ચોપડતો હતો અને તેલ ચોપડેલા વાંસને અગ્નિથી શકતો
હતો.
જટિલના શિષ્ય પૂછ્યું - “ભાઈ ! તું આ શું કરે છે?”
સુથારે કહ્યું – “વાંસ વાંકો થઈ ગયો છે આથી તેને સીધો કરવા હું તેને તેલ ચોપડી પછી આગમાં શેકું છું.”
આ શિષ્યનો ઉપલો માળ ખાલી હતો. તેણે વિચાર્યું “મારા ગુરુને પણ આમ જ તેલ ચોપડીને આગમાં શેકવા જોઈએ. કારણ વાયુથી તે વાંકા થઈ ગયા છે. તેમને સીધા કરવા માટે મારે વિના વિલંબે આ ઉપાય અજમાવવો જોઈએ.”
અને તેણે ગુરુને તેલ ચોપડ્યું. પછી આગથી શેકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ગુરુ