________________
૧૭૨
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ કરાવવાં.” બીજું “મેરુપર્વત જેવો બીજો કોઈ પર્વત નથી, કલ્પવૃક્ષ જેવું બીજું કોઈ વૃક્ષ નથી. તેમજ જિનબિંબ નિર્માણ કરવા જેવો બીજો કોઈ મોટો ધર્મ નથી. જો ધન ખરચવાની શક્તિ હોય તો પાંચસો ધનુષ્ય પ્રમાણવાળી પ્રતિમા કરાવવી. તેવી શક્તિ ન હોય તો એક આંગળનું પણ જિનબિંબ કરાવેલું હોય તો તે મુક્તિનું સુખ આપે છે. વળી કહ્યું છે કે “જે પુરુષ શ્રી ઋષભદેવથી વિર ભગવંત સુધી ગમે તે પ્રભુનું અંગુષ્ઠ પ્રમાણ બિંબ કરાવે છે તે સ્વર્ગમાં પ્રધાન એવી વિશાળ સમૃદ્ધિના સુખ ભોગવ્યા પછી અનુક્રમે મોક્ષને પામે છે.” આ પ્રમાણે ગુરુ મહારાજની પ્રેરક દેશના સાંભળી રાજાએ સવા કરોડ જિનબિંબ ભરાવ્યાં.
આમ સંપતિના જીવનમાંથી પ્રેરણા લઈને ધર્મબુદ્ધિથી વિધિપૂર્વક જિનાલય બંધાવવા જોઈએ.
૧૮૦
જિનપ્રતિમા જિનસારિખી આ વ્યાખ્યાનમાં જિનેશ્વર ભગવંતની સ્થાપનાનું વર્ણન કરવામાં આવે છે.
ભાવાર્થ - જિનેશ્વર ભગવંતની પ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર ભગવંત સમાન જાણવી સૂત્રોક્ત અને યુક્તિ એમ બંને પ્રકાર વડે તેની વિધિપૂર્વક સ્થાપના સ્વર્ગના સુખને આપનારી છે.
સૂત્રોક્ત સ્થાપનાનું વર્ણન આ પ્રમાણે છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે : તિવિહે સર્વે નામસર્વે વપસન્ને વ્યસર્વે સત્ય ત્રણ પ્રકારે છે. નામસત્ય, સ્થાપનાસત્ય અને દ્રવ્યસત્ય. આમ સૂત્રમાં સ્થાપના સત્ય કહ્યું છે. '
યુક્તિ વડે સ્થાપનાનું પ્રમાણપણું આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. મહાવ્રતધારી મુનિએ સ્ત્રીનું ચિત્ર પણ જોવું જોઈએ નહિ. કારણ કે સ્ત્રીનું ચિત્ર સરામજનક છે. આ પ્રમાણે જિનપ્રતિમાને હંમેશા જોવી. તેથી અંતરમાં વીતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. બાળક વર્ણાકૃતિને જોયા જાણ્યા વિના કકાર વગેરે અક્ષરો બોલે છે પણ જો તેણે વર્ણાકૃતિ જોઈ-જાણી હોય તો પછી તે સર્વ કાર્યમાં કકારાદિવર્ણ જોઈને તે દરેક વર્ણને ઓળખે છે. તે પ્રમાણે ચોવીશ તીર્થકરના નામ બોલવામાં આવે પરંતુ તેમનું સ્વરૂપ જોયું-જાણ્યું ન હોય તો જિનેશ્વર અને અન્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર વચ્ચેનો ભેદ શી રીતે જાણી શકાય? આથી જિનેશ્વરની સ્થાપના કરવી એ ન્યાયયુક્ત છે. લૌકિક શાસ્ત્રમાં પણ મૂર્તિની સેવાથી કાર્યસિદ્ધિ કહેલી છે. આ અંગે મહાભારતમાં એક દષ્ટાંત કહ્યું છે. તે આ પ્રમાણે