________________
૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ એ જ પ્રમાણે સૌધર્મેન્દ્ર સિવાયના ત્રેસઠ ઈન્દ્રો આજ વિધિથી અનુક્રમ પ્રમાણે અભિષેક કરે પછી ઈશાન ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કરીને પ્રભુને પોતાના ખોળામાં બેસાડે અને શક્રેન્દ્રના સ્થાને પોતે સિંહાસન પર બેસે. એ એક રૂપે છત્ર ધરે. બે રૂપે બે બાજુ ચામર વજે અને એક રૂપે ત્રિશૂળ લઈ પ્રભુની આગળ એક સેવકની જેમ ઊભો રહે એટલે શક્રેન્દ્ર પૂર્વની જેમ સામગ્રી તૈયાર કરે. આમાં વિશેષતા એ હોય છે કે તે ચાર વૃષભના રૂપ વિદુર્વે અને પ્રભુની ચારે દિશામાં એ દરેક વૃષભને ઊભો રાખી તે દરેકના શીંગડામાંથી જળની એવી ઊંચી ધારા કરે કે જે ધારા સીધી પ્રભુના મસ્તક ઉપર પડે, એ બાદ શક્રેન્દ્ર અય્યતેન્દ્રની જેમ પરિવાર સાથે કૃત્રિમ અને અકૃત્રિમ એમ બંને પ્રકારના કુંભથી પ્રભુને અભિષેક કરે. તે બાદ ૧૦૮ શ્લોકથી પ્રભુની સ્તવના કરે.
વૃદ્ધો કલશ વગેરેની સંખ્યા આ પ્રમાણે ગણાવે છે. એક એક જાતિના બનેલા આઠ આઠ હજાર કુંભ હોવાથી તેને આઠથી ગુણતાં ચોસઠ હજાર કુલ થાય. એ બધા કુંભોથી, એક એક અભિષેક થાય છે. એ રીતે ચોસઠ ઈન્દ્રો તેમના ત્રાયસિંશક દેવતા, લોકપાલ ઈન્દ્રાણીઓ અને ત્રણ પર્ષદાના દેવતાઓ મળીને બસો ને પચાસ અભિષેક થાય છે. તેથી ચોસઠ હજાર કુંભને બસો ને પચાસ અભિષેકથી ગુણતા એક કરોડ અને સાઠ લાખ કળશથી અભિષેક થાય છે. કળશના પ્રમાણ વિષે પૂજયો કહે છે. “દરેક કળશ પચ્ચીસ યોજન ઊંચો, બાર યોજન પહોળો અને એક યોજન નાળવાળો હોય છે. આવા એક કરોડ ને સાઠ લાખ કળશથી અભિષેક થાય છે.”
અભિષેક વિધિ પૂરી થઈ ગયા બાદ ઈન્દ્ર સ્તુતિ કરે : “હે કૃપાળુ પરમેશ્વર ! મારા જેવા અનંતાનંત ઈન્દ્રો તમારી પૂજા ભક્તિ કરે તો પણ તમારી વીતરાગતા રૂપ પૂજ્યતાને તેમજ બાલ્યાવસ્થામાં રહેલ તમારી ધીરતાનું વર્ણન કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી.”
અમે તો સંસારના મોહ-માયા અને વાસનાઓથી વીંટળાયેલા છીએ. આથી તમારા અપરંપાર મહિમા ધરાવતા એક અંગુઠાની પણ પૂજા કરવાને શી રીતે સમર્થ થઈ શકીએ ? છતાં પણ આપના જેવા અનાસક્ત અને નિઃસ્પૃહીની કરેલી પૂજા ભક્તિ અમારા આત્માનું હિત જરૂર કરે છે.
હે ભગવાન! અમારી ઈચ્છાને માન આપી આપ અહીં પધાર્યા તેથી અમારો ભવ સફળ થયો હોય એમ લાગે છે.
આવી ઉત્કટ અને ભાવસભર સ્તુતિ કરીને સૌધર્મેન્દ્ર પાંચ રૂપે પ્રભુને પાછા જન્મગૃહમાં લઈ જાય અને ત્યાં માતાની પાસે તેમને વિનયથી મૂકી દે. એ સમયે ઈન્દ્ર પ્રભુની પ્રતિમૂર્તિ અને અવસ્થાપિની નિદ્રા સંહરી લે. અને બે રેશમી વસ્ત્ર તથા બે કુંડળ પ્રભુને ઓશીકે મૂકીને એક રત્નમય પોટકી બાંધી પ્રભુના અંગુઠામાં સુધાની શાંતિ માટે અમૃતનું સંક્રમણ કરે. તીર્થકરો સ્તનપાન નથી કરતા. આથી તે અંગુઠો મુખમાં રાખવાથી તેમની સુધા તૃપ્ત થાય છે.
ત્યારબાદ ઈન્દ્રની આજ્ઞાથી ધનદ અને જૈભગ દેવતાઓ પ્રભુના ઘરમાં બત્રીસ કોટી