________________
૨૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ આ સમયે સર્વ પ્રથમ નારદ મુનિ થાય છે. સ્વભાવે તે કલહપ્રિય, આકાશગામી વિદ્યાવાળા, સર્વ રાજાઓથી પૂજા સત્કાર પામનારા અને દઢ શીલધારી હોય છે. સંયમથી કેવળજ્ઞાન પામી તે જ ભવે તે મોક્ષે જાય છે. આમ ત્રીજા તીર્થંકરના સમયમાં ચાર ઉત્તમ પુરુષો થાય છે.
ત્રીજા જિનેશ્વર નિર્વાણ પામ્યા પછી કેટલોક સમય વીતતા રાજગૃહનગરમાં બીજા ચક્રવર્તી થાય છે. તેની સુવર્ણ જેવી કાંતિ, બાર ધનુષ્યની કાયા અને ત્રણ હજાર વરસનું આયુષ્ય હોય છે. તેમનો વૈભવ પ્રથમ ચક્રવર્તી જેવો જ હોય છે.
ત્રીજા તીર્થકરના જન્મથી પાંચ લાખ વરસ વીત્યા પછી ચોથા તીર્થંકરનો જન્મ મિથિલા નગરીમાં થાય છે. તેમનું આયુષ્ય દશ હજાર વર્ષનું, કાયા પંદર ધનુષ્યની અને શરીરનો વર્ણ સુવર્ણ જેવો હોય છે. તે સમયમાં કાંપિલ્યપુરમાં ત્રીજા ચક્રવર્તી થાય છે. તેનો વૈભવ પ્રથમ ચક્રવર્તી જેવો હોય છે. આ બધામાં જે ચક્રવર્તી અંત સુધી પરિગ્રહની આસક્તિ નથી છોડતા તે નરકે જાય છે અને જે ચક્રવર્તી સંયમ અંગીકાર કરે છે તે અવશ્ય સ્વર્ગે કે મોક્ષે જાય છે.
ચોથા તીર્થંકર મોક્ષે ગયા પછી કેટલોક કાળ પસાર થયા બાદ બીજા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બળદેવ અને નારદ મુનિ થાય છે. તેમનો વૈભવ અને મૃત્યુ પછીની ગતિ અગાઉના આ ચાર જેવી જ હોય છે. વાસુદેવ પૂર્વ જન્મે ઉપાર્જન કરેલ સુકૃતમાં નિયાણ કરવાથી, તેવી સંપત્તિ પ્રાપ્ત કરી મૃત્યુ પછી નરકે જાય છે. પ્રતિ-વાસુદેવ પણ તે જ રીતે નરકે જાય છે અને બલદેવ પૂર્વભવે નિયાણા વિના ધર્માવધાન કરવાથી ઉર્ધ્વગતિમાં જાય છે. મોટાભાગે બધા અને નારદ મુનિ ચારિત્ર લઈ મોક્ષે જાય છે. બીજા અર્ધચક્રીનું શરીર સોળ ધનુષ્યનું અને આયુષ્ય બાર હજાર વરસનું હોય છે. બળદેવનું આયુષ્ય પંદર હજાર વરસનું હોય છે.
આ ચાર પુરુષો કીર્તિશેષ થયા બાદ ચોથા તીર્થકરના જન્મથી છ લાખ વરસ બાદ રાજગૃહનગરમાં પાંચમા તીર્થંકર થાય છે. તે શ્યામ કાંતિવાળા, ત્રીસ હજાર વરસના આયુષ્યવાળા અને વિસ ધનુષ્યની કાયાવાળા હોય છે. તેમના સમયમાં વારાણસીનગરીમાં વીશ ધનુષ્યની કાયાવાળા અને ત્રીસ હજાર વરસના આયુષ્યવાળા ચોથા ચક્રવર્તી થાય છે.
- પાંચમા તીર્થંકર મોક્ષે ગયા પછી તેમના જન્મ સમયથી ચોપન લાખ વરસે મિથિલાનગરીમાં છટ્ટા તીર્થંકરનો જન્મ થાય છે. તેમની કાયા પચ્ચીસ ધનુષ્યની આયુષ્ય પંચાવન હજાર વરસનું અને શરીરની કાંતિ મરકત મણીના જેવી હોય છે. પાંચમું કલ્યાણક થયા બાદ કેટલાક સમયે ત્રીજા વાસુદેવાદિ ચાર પુરુષો થાય છે. તેમનું સ્વરૂપ અગાઉના વાસુદેવાદિ જેવું જ હોય છે. વિશેષતા એ હોય છે કે ત્રીજા વાસુદેવનું શરીર છવ્વીસ ધનુષ્યનું અને આયુષ્ય છપ્પન હજાર વરસનું હોય છે. બળદેવનું આયુષ્ય પાંસઠ હજાર વરસનું હોય છે. તે ચાર પુરુષો વ્યતીત થયા બાદ કેટલાક સમયે હસ્તિનાપુરમાં પાંચમા ચક્રવર્તીનો જન્મ થાય છે. તેમના શરીરનું પ્રમાણ અઢાવીશ ધનુષ્યનું અને આયુષ્ય સાઠ હજાર વરસનું હોય છે. પાંચમા ચક્રવર્તી થયા પછી કેટલાક સમયે ચોથા