________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
૨૪૩ તેમનાં નિર્વાણ બાદ નવ લાખ કોટી સાગરોપમનો સમય પૂરો થતાં વિનીતાનગરીમાં એકવીસમા તીર્થંકરનો જન્મ થાય છે. તે સુવર્ણવર્ણ હોય છે. શરીર સાડા ત્રણસો ધનુષ્યનું અને આયુષ્ય પચાસ લાખ પૂર્વનું હોય છે.
તેમનાં પછી દશ લાખ કોટિ સાગરોપમ કાળ જતાં શ્રાવસ્તીનગરીમાં સુવર્ણ સમાન કાંતિવાનું બાવીસમાં તીર્થકરનો જન્મ થાય છે. તેમનું શરીર ચારસો ધનુષ્યનું અને આયુષ્ય સાઠ લાખ પૂર્વનું હોય છે.
તેમના જન્મથી ત્રીસ લાખ કોટિ સાગરોપમ સમયે અયોધ્યાનગરીમાં સુવર્ણ સમાન કાંતિવાનું ત્રેવીસમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમનું શરીર સાડા ચારસો ધનુષ્યનું અને આયુષ્ય બોંતેર લાખ વરસનું હોય છે. તે સમયમાં અગિયારમા ચક્રવર્તી તે જ નગરમાં જન્મે છે. તીર્થકર જેટલા જ તેમના દેહ અને આયુષ્ય હોય છે.
તેમના નિર્વાણ બાદ તેમના જન્મથી પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીત્યે દુષમસુષમા નામનો ત્રીજો આરો પૂર્ણ થાય છે. આ આરામાં ત્રેવીસ તીર્થકરો, અગિયાર ચક્રવર્તીઓ અને છત્રીશ પ્રતિવાસુદેવ આદિ કુલ સીત્તેર ઉત્તમ પુરુષો ઉત્સર્પિણી નામના કાળચક્રમાં થાય છે.
ત્રીજા આરાના આરંભ સમયે મનુષ્યનું આયુષ્ય એકસો વીસ વરસનું હોય છે. તે વધીને આરાના અંતે કરોડ વરસનું થાય છે. આ આરાનો સમય બેતાળીસ હજાર વર્ષ ઓછા એવા એક કોટાકોટિ સાગરોપમનું હોય છે.
“દુષમ સુષમા નામે ત્રીજા આરામાં ઉત્સર્પિણીને વિષે ત્રેવીસ તીર્થંકરો થશે તેઓ સંઘને સદા ઉત્તમ લક્ષ્મી આપનારા થાઓ.”
૨૦૦
ચોથા આરાનું સ્વરૂપ सुषमदुषमासंज्ञः तुर्यारको निगद्यते ।
नाभेयसंनिभो भावी चतुर्विंशतिमो जिनः ॥ “ઉત્સર્પિણીમાં સુષમ દુષમા નામે ચોથો આરો કહેવાય છે. તેમાં શ્રી ઋષભદેવ જેવા ચોવીસમા તીર્થંકર થશે.”
ઉત્સર્પિણીના ચોથા આરાના સાડા આઠ માસે અધિક ત્રણ વર્ષ વીત્યા પછી વિનીતા નગરીને સુવર્ણવર્ણ ચોવીસમા તીર્થંકર અલંકૃત કરશે. તેમનું શરીર પાંચસો ધનુષ્યનું અને આયુષ્ય