________________
૨૪૮
૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ આ કલ્કી, રૂદ્ર અને ચતુર્મુખ એમ ત્રણ નામ રાખશે. તેનું શરીર ત્રણ હાથ ઊંચું હશે. પાંચમે વરસે તેને પેટનો રોગ થશે. અઢારમા વરસે કાર્તિક માસના શુક્લ પડવાના દિવસે તેનો રાજ્યાભિષેક થશે. તે મૃગાંક નામે મુગટ, અદંત નામે અશ્વ, દુર્વાસા નામે ભાલો અને દૈત્યસુદન નામે ખગ રાખશે. તેને સૂર્ય અને ચંદ્ર નામે પગના બે કડાં અને રૈલોક્યસુંદરી નામે સુંદર વાસગૃહ થશે. દાનમાં અઢળક સોનું આપી તે વિક્રમ સંવત્સરને ઉથાપી પોતાના નામનો સંવત્સર શરૂ કરાવશે.
તેને ચાર પુત્રો થશે. દત્ત નામનો પુત્ર રાજગૃહનગરીમાં, વિજય નામનો પુત્ર અણહિલપુર પાટણમાં, મુંજ નામનો પુત્ર અવંતિદેશમાં અને અપરાજિત નામનો પુત્ર બીજા દેશમાં પોતપોતાની રાજધાની સ્થાપિત કરશે. કલ્કીના શાસન સમયમાં ધરતી મ્લેચ્છો અને ક્ષત્રિયોના રૂધિરથી રંગાશે. તેના રાજભંડારમાં નવાણું કરોડ સોનૈયા હશે. ચૌદ હજાર હાથી, ચારસો પચાસ હાથણી, સત્યાગી લાખ ઘોડા અને પાંચ કોટિ પાયદળ જેટલી તેની સેવા હશે. આકાશમાં ખેલે તેવા ત્રિશૂલને ધારણ કરનારો, પથ્થરના અશ્વનું વાહન કરનારો અને ક્રૂર નિર્દયી કલ્કી છત્રીસ વરસની ઉંમરે ત્રિખંડ ભરતનો સ્વામિ થશે.
કલ્કીના શાસન સમય દરમિયાન મથુરાનગરીમાં વાસુદેવ તથા બલદેવના મહેલો અકસ્માતથી પડી જશે. અતિલોભથી કલ્કી આખી મથુરાનગરીને ખોદાવીને તેમાંથી દ્રવ્ય કાઢી લેશે. આ ખોદકામ કરતા ભૂમિમાંથી પથ્થરની પણ પ્રભાવિક લવણદેવી નામે ગાય નીકળશે. આ ગાયનું કોઈ એક ચૌટામાં સ્થાપન કરશે. આ ગાય ત્યાં ઊભા ઊભા ભિક્ષા માટે ફરતા સાધુઓને દિવ્ય શક્તિથી પોતાના શીંગડાથી મારવા દોડશે. આ જોઈ સાધુઓ તે નગરમાં જળનો ભાવિ ઉપસર્ગ જાણીને ત્યાંથી વિહાર કરી જશે. - ત્યાર પછી સત્તર અહોરાત્ર સુધી મેઘવૃષ્ટિ થશે. આમાં કલ્કીનું નગર બૂડી જશે. કલ્કી નાસીને કોઈ ઊંચા સ્થળે ચાલ્યો જશે.
પૂરથી ઉપરની માટી ધોવાઈ જવાથી નંદારાજાએ કરાવેલ સુવર્ણના ગિરિને ઉપર આવેલો જોઈ કલ્કી ધનનો અતિલોભી અને લોલુપ થશે. આથી ત્યાં ફરી નગર ઊભું કરાવી બ્રાહ્મણ વગેરે પાસેથી કર ઉઘરાવશે. તે સમયે પૃથ્વી પરથી સોનાનું ચલણ નાશ પામશે અને ચામડાનાં નાણાંથી વ્યવહાર ચાલશે. તે સમયે લોકો કંબલ તથા ઘાસના વસ્ત્ર પહેરશે. કલ્કીના ભયથી ત્રાસેલા લોકો પતરાળીમાં ભોજન કરશે.
રાજમાર્ગ પર ફરતાં કલ્કી સાધુઓને ભિક્ષા લઈ જતાં જોશે. એટલે તે સાધુઓ પાસેથી ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ માંગશે. કલ્કીના આ કૃત્યથી સાધુ સાધનાથી શાસનદેવીને બોલાવશે અને દેવીના પ્રભાવથી રાજા તેમ કરતાં અટકશે. એ બાદ પચાસમા વરસે તેને ડાબી જંઘામાં અને જમણી કુલિમાં પ્રહાર થશે. તો પણ કલ્કી સાધુઓની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ લેવા તેમને ગાયના